ઉદ્યોગો

બજાજ, કમલનયન

બજાજ, કમલનયન (જ. 23 જાન્યુઆરી 1915, વર્ધા; અ. 1 મે 1972, અમદાવાદ) : ભારતના પ્રગતિશીલ ઉદ્યોગપતિ, દાનવીર અને સ્વાતંત્ર્યસૈનિક. તેમના પિતા જમનાલાલ રાષ્ટ્રીય કૉંગ્રેસની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને પોતાને ‘ગાંધીજીના પાંચમા પુત્ર’ તરીકે ઓળખાવતા હતા. ધનવાન કુટુંબમાં જન્મ્યા હોવા છતાં કમલનયન નાની વયે આચાર્ય વિનોબા ભાવેના વર્ધા આશ્રમમાં રહીને…

વધુ વાંચો >

બજાજ, જમનાલાલ

બજાજ, જમનાલાલ (જ. 4 નવેમ્બર 1889, કાસીનો વાસ, સિકર, જયપુર રાજ્ય; અ. 11 ફેબ્રુઆરી 1942, વર્ધા) :  પ્રખર ગાંધીવાદી ઉદ્યોગપતિ અને સ્વાતંત્ર્યસેનાની. જન્મ સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારમાં થયો હતો. પિતાનું નામ કાનીરામ અને માતાનું નામ બિરદીબાઈ. ચાર વર્ષની વયે પિતાના એક અપુત્ર સગા શેઠ વછરાજે તેમને દત્તક લીધા હતા. દત્તકવિધિના…

વધુ વાંચો >

બજાજ, રાહુલ

બજાજ, રાહુલ (જ. 10 જૂન 1938, કલકત્તા) : અગ્રણી ભારતીય ઉદ્યોગપતિ. સ્વાતંત્ર્ય-સંગ્રામ અને દેશસેવા સાથે આજીવન સંકળાયેલા જમનાલાલ બજાજના પૌત્ર અને કમલનયનના પુત્ર. તેમની માતાનું નામ સાવિત્રીદેવી. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. અને એમ.બી.એ.(હાર્વર્ડ)ની ડિગ્રીઓ મેળવીને રાહુલ ઉદ્યોગક્ષેત્રે જોડાયા અને ટૂંકસમયમાં બજાજ ઑટો લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર થયા. બીજી અનેક કંપનીઓ…

વધુ વાંચો >

બર્ડસે, ક્લૅરન્સ

બર્ડસે, ક્લૅરન્સ (જ. 1886, ન્યૂયૉર્ક સિટી; અ. 1956) : અમેરિકાના ઉદ્યોગપતિ અને સંશોધનકાર. નાનાં નાનાં પૅકેજમાં આહારસામગ્રીને ઠારવાની પ્રક્રિયાના શોધક તરીકે તે ખૂબ જાણીતા બન્યા. આ પૅકૅજ છૂટક વેચાણ માટે અત્યંત અનુકૂળ નીવડ્યાં. 1924માં તેમણે ‘જનરલ સીફૂડ્ઝ કંપની’ની સ્થાપના કરી. 1930થી ’34 દરમિયાન ‘બર્ડસે ફ્રૉસ્ટેડ ફૂડ્ઝ’ તેમજ 1935થી ’38 દરમિયાન…

વધુ વાંચો >

બાટા, ટૉમસ

બાટા, ટૉમસ (જ. 1876, ઝિન, ચેકોસ્લોવેકિયા; અ. 1932) : પગરખાંના જાણીતા ઉદ્યોગપતિ. પગરખાં બનાવવાનો તેમનો વ્યવસાય પ્રારંભમાં સાવ નાના પાયા પર નભતો હતો; પરંતુ તેઓ ખંત, ઉદ્યમ અને ચીવટથી વ્યવસાયને વળગી રહ્યા. આના પરિણામે લાંબે ગાળે 1928માં તેઓ યુરોપભરની સૌથી મોટી પગરખાં–ફૅક્ટરી ઊભી કરવામાં સફળ થયા; ત્યાં પગરખાંની 75,000 જોડીનું…

વધુ વાંચો >

બૂટ, જૅસી બૅરન ટ્રેન્ટ (સર)

બૂટ, જૅસી બૅરન ટ્રેન્ટ (સર) (જ. 1850; નૉટિંગહૅમ, ઇંગ્લૅન્ડ, અ. 1931) : અતિજાણીતા દવા-ઉત્પાદક. 13 વર્ષની વયે તેમને તેમના પિતાની ઔષધદ્રવ્યોની દુકાન વારસામાં મળી. ઉત્સાહ, ખંત અને ધીરજથી તેમણે પોતાના વ્યવસાયને વિકસાવવાનો સતત પુરુષાર્થ કર્યો. 1877માં તેમણે નૉટિંગહૅમમાં કેમિસ્ટ તરીકેની પોતાની સૌપ્રથમ દુકાન શરૂ કરી. 1892માં તેમણે મોટા પાયે દવા-ઉત્પાદન…

વધુ વાંચો >

બેન્ઝ, કાર્લ ફ્રેડરિક

બેન્ઝ, કાર્લ ફ્રેડરિક (જ. 1844, કાર્લ્સરૂહ, જર્મની; અ. 1929) : નામી ઇજનેર અને મોટરનિર્માતા. 1877–79 દરમિયાન તેમણે 2 સ્ટ્રોકવાળું એન્જિન વિકસાવ્યું અને તેના ઉત્પાદન માટે એક ફૅક્ટરી ઊભી કરી. મોબાઇલ એન્જિનના ઉત્પાદન માટે નાણાંની જોગવાઈ કરવાની તેમના સાથી સમર્થકોએ ના પાડતાં તેમને એ યોજના 1883માં પડતી મૂકવી પડેલી. તે પછી…

વધુ વાંચો >

ભારતીય ઉદ્યોગગૃહો

ભારતીય ઉદ્યોગગૃહો : ભારતનાં આર્થિક અને ઔદ્યોગિક ક્ષેત્ર ઉપર નોંધપાત્ર અસર પાડતા ખાનગી ક્ષેત્રના અગ્રણી ઔદ્યોગિક સંકુલો જૂથો. એક જ કુટુંબની વ્યક્તિઓ દ્વારા સંચાલિત એક કે બે પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલી ખાનગી ક્ષેત્રની અતિવિશાળ કંપનીઓ અથવા જુદા જુદા પ્રકારના ઉદ્યોગો સાથે સંકળાયેલી ખાનગી ક્ષેત્રની નાનીમોટી કંપનીઓનાં વેચાણ અને મિલકતો ટોચ…

વધુ વાંચો >

મત્સ્યોદ્યોગ (Fisheries)

મત્સ્યોદ્યોગ (Fisheries) આર્થિક ર્દષ્ટિએ અગત્યના જલજ સજીવોનાં ઉત્પાદન, વેચાણ સાથે સંકળાયેલ ઔદ્યોગિક સાહસ (enterprise). માછલી, જિંગા, કરચલા, છીપ જેવા જલજીવો માનવીનો અગત્યનો ખોરાક બને છે. મોતીછીપ જેવાં પ્રાણીઓ ખોરાક તરીકે તો ઉપયોગી થાય જ છે, ઉપરાંત આર્થિક ર્દષ્ટિએ અગત્યનું એવું મોતીનું ઉત્પાદન પણ કરી આપે છે. વળી છીપલાંનું પણ ઉત્પાદન…

વધુ વાંચો >

મર્ક, જ્યૉર્જ

મર્ક, જ્યૉર્જ (જ. 1894, ન્યૂયૉર્ક સિટી; અ. 1957) : રસાયણ-ઉદ્યોગના કાબેલ વહીવટકર્તા. તેમણે હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે અભ્યાસ કર્યો. ત્યારપછી 1915માં પોતાના કુટુંબની રસાયણવિષયક કંપની નામે ‘મર્ક ઍન્ડ કંપની’માં જોડાયા. 1925થી ’50 સુધી તેઓ તેના પ્રમુખ તેમજ 1949થી ’57 સુધી તેના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળતા રહ્યા. તેમણે વેગીલો સંશોધન-કાર્યક્રમ અપનાવ્યો અને…

વધુ વાંચો >