ઉદ્યોગો

ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.)

ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ (આઇ. ટી. આઇ.) : ભારતમાં ઉદ્યોગો માટે કારીગરો તૈયાર કરતી સંસ્થા. ઉદ્યોગો માટે તાલીમ પામેલા અર્ધકુશળ અને કુશળ કારીગરો પૂરતી સંખ્યામાં સતત મળી રહે, ઔદ્યોગિક ઉત્પાદનની ગુણવત્તા જળવાઈ રહે, શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે અને સ્વરોજગાર માટે તેઓ તૈયાર થાય તે હેતુથી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ સરકાર દ્વારા…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા)

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એન્જિનિયર્સ (ઇન્ડિયા) : સ્થાપના : 1919. ઇજનેરી વિદ્યાની જુદી જુદી શાખાઓ અને ઉદ્યોગોમાં માર્ગદર્શન આપતી તેમજ શૈક્ષણિક કાર્ય કરતી ભારતીય સંસ્થા. સર ટૉમસ હોલૅન્ડના અહેવાલના આધારે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. સર ટૉમસ હોલૅન્ડે કૉલકાતા અને મુંબઈના નામાંકિત ઇજનેરોની 3-1-1919ના રોજ એક સભા બોલાવી. ‘ઇન્ડિયન સોસાયટી ઑવ્…

વધુ વાંચો >

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)

ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા) : 1927માં સ્થપાયેલ અને 1929માં નોંધાયેલી ભારતના રસાયણવિજ્ઞાનીઓના હિતાર્થે કાર્ય કરતી સંસ્થા. રસાયણવિજ્ઞાન અને રાસાયણિક ઉદ્યોગોને લગતા વિષયો ઉપર વ્યાખ્યાનો, પરિસંવાદો, સમૂહચર્ચાસભાઓ, સંમેલનો, વિચારગોષ્ઠિઓ વગેરેનું તે આયોજન કરે છે તથા 1929થી ‘ધ જર્નલ ઑવ્ ધ ઇન્સ્ટિટ્યૂશન ઑવ્ કેમિસ્ટ્સ (ઇન્ડિયા)’ નામનું દ્વૈમાસિક અને ‘ધ પ્રોસીડિંગ્સ ઑવ્ ધ…

વધુ વાંચો >

ઉદ્યોગો

ઉદ્યોગો જેમાં રોજગારી સર્જાતી હોય એવી ઉત્પાદન-પ્રવૃત્તિ. આ તેનો વ્યાપક અર્થ છે. મર્યાદિત અર્થમાં ખેતી અને સેવાઓનાં (વીમો, વેપાર, શિક્ષણ વગેરે) ક્ષેત્રોને બાદ કર્યાં પછીની ઉત્પાદન-પ્રવૃત્તિ. આ મર્યાદિત અર્થમાં જે ઉત્પાદન-પ્રવૃત્તિઓનો સમાવેશ ઉદ્યોગોમાં કરવામાં આવે છે તેમાં ચાર ક્ષેત્રોનો સમાવેશ થાય છે : (1) યંત્રોત્પાદન (યંત્રો દ્વારા થતું ઉત્પાદન –…

વધુ વાંચો >

ઔષધનિર્માણ ઉદ્યોગ

ઔષધનિર્માણ ઉદ્યોગ ભારતમાં ઔષધનિર્માણ ઉદ્યોગ : ભારતમાં સરકારી આંકડા મુજબ હાલ 20,000 કરતાં વધુ કંપનીઓ ઔષધનિર્માણક્ષેત્રે સક્રિય છે. જોકે ઔષધનિર્માણ-ઉદ્યોગના સંઘમાં 8,000 જેટલી કંપનીઓ સભ્યપદ ધરાવે છે. ભારત સરકારે 24 રાજ્યોમાં જે કંપનીઓને ઔષધનિર્માણ માટે લાઇસન્સ આપેલાં છે. તેમાં 12,526 કંપનીઓ દવાઓ બનાવે છે; 4,354 કંપનીઓ ફૉર્મ્યુલેશન્સ બનાવે છે અને…

વધુ વાંચો >

ખેતરસાયણ-ઉદ્યોગ

ખેતરસાયણ-ઉદ્યોગ પાકના સંરક્ષણ (protection), પરિરક્ષણ (preservation) તથા ખેતપેદાશોની ઊપજ વધારવા માટે ઉપયોગમાં લેવાતાં રસાયણોનો ઉદ્યોગ. વધતી જતી વસ્તીની વપરાશ માટે અન્ન અને ખેતીઆધારિત અન્ય ચીજોનું ઉત્પાદન વધારવું અનિવાર્ય છે. તે માટે દિન-પ્રતિદિન રસાયણોના ઉપયોગનું મહત્વ વધતું જતું હોવાથી આધુનિક ખેતીને રાસાયણિક ખેતી પણ કહેવામાં આવે છે. વધુ ઉત્પાદન મેળવવા કૃષિમાં…

વધુ વાંચો >

ગરવારે, ભાલચંદ્ર દિગંબર

ગરવારે, ભાલચંદ્ર દિગંબર (જ. 21 ડિસેમ્બર 1903; અ. 2 નવેમ્બર 1990, સાસગાંવ, જિ. સાંગલી) : ભારતના અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા ગરવારે ઉદ્યોગ સંકુલના સ્થાપક. અત્યંત વિપરીત આર્થિક પરિસ્થિતિને લીધે મૅટ્રિક સુધી પણ શિક્ષણ પ્રાપ્ત કરી શકેલા નહિ. 1921માં મુંબઈ આવ્યા અને તે વખતની બી.બી.સી.આઈ. રેલવેના રોકડ ખાતામાં કારકુન તરીકે જોડાયા. પરંતુ…

વધુ વાંચો >

ગુજરાત (અર્થતંત્રથી ગુજરાતમાં રાજકીય પક્ષો અને ચૂંટણીઓ)

ગુજરાત અર્થતંત્ર વસ્તી જાતિસમુદાય : ગુજરાતના મૂળ વતનીઓ હાલ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં 2011માં તેમની વસ્તી 89.17 લાખ હતી. ગુજરાતની કુલ વસ્તીમાં તેમનું પ્રમાણ 14.75 ટકા હતું.  તેઓ અગાઉ કાળીપરજ કે રાનીપરજ (રાની – જંગલમાં વસતી પરજ – પ્રજા) તરીકે ઓળખાતા હતા. બી. સી. ગુહાએ તેમને માટે વનજાતિ કે…

વધુ વાંચો >

ઘડિયાળ અને ઘડિયાળ-ઉદ્યોગ

ઘડિયાળ અને ઘડિયાળ-ઉદ્યોગ સમય દર્શાવવાનું યંત્ર. હાલમાં વપરાતાં ઘડિયાળો મુખ્ય બે પ્રકારમાં વહેંચી શકાય : (1) ક્લૉક (clock) અને (2) વૉચ (watch). (1) ક્લૉક (ભીંત-ઘડિયાળ) : ભીંત પર અથવા ટાવર પર લગાડવામાં આવતાં ઘડિયાળો. clock-નો મૂળ અર્થ ઘંટ થાય છે. તેમને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ શકાતાં નથી. (2)…

વધુ વાંચો >

ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર

ઘન પદાર્થોની જથ્થામાં હેરફેર (bulk handling of solids) : પૅક નહિ કરેલાં, વિભાજિત દ્રવ્યોની મોટા જથ્થામાં હેરફેર માટે ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ. પદાર્થને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવા માટે જુદી જુદી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે. તે માટે વિશિષ્ટ રીતે ડિઝાઇન કરેલ યંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે, જે ઘન પદાર્થના જથ્થાને…

વધુ વાંચો >