ઉદ્યોગો

માટી-ઉદ્યોગ

માટી-ઉદ્યોગ : માટી અને/અથવા ખનિજોના મિશ્રણમાંથી ઘડેલાં અને અગ્નિ વડે તપાવેલાં પાત્રો બનાવવાનો કલાકારીગરીવાળો ઉદ્યોગ. તેને મૃત્તિકા-નીપજો(clay products)નો અથવા સિલિકેટ-ઉદ્યોગ પણ કહે છે. માટીમાંથી બનાવેલાં વાસણો સાદાં અથવા કાચીકૃત (vitrified) અને અપારદર્શક, જ્યારે ચિનાઈ માટીનાં અર્ધપારદર્શક પ્રકારનાં હોય છે. સિરૅમિક ઉદ્યોગનો પણ આમાં સમાવેશ થઈ શકે છે. જોકે તેને અલગ…

વધુ વાંચો >

મીઠાઈ (confectionery) અને બેકરી ઉદ્યોગ

મીઠાઈ (confectionery) અને બેકરી ઉદ્યોગ : સૂકા મેવા, મલાઈ અને માખણની શર્કરામિશ્રિત સ્વાદિષ્ટ તથા સુગંધિત ખાદ્ય વાનગીઓ (confectionery) તથા અનાજ તેમજ તેના આટાની ખાદ્ય વાનગીઓ બનાવવાનો ઉદ્યોગ. (1) મીઠાઈ ઉદ્યોગ : કૅન્ડી (candy), ટૉફી (toffee), નૂગા (nougat), ફૉન્ડન્ટ (fondant), ફજ (fudge), મુરબ્બો અથવા જેલી (jelly), માર્શમૅલો (marshmallow), ચીકી (marzipan) અને…

વધુ વાંચો >

મીઠા-ઉદ્યોગ

મીઠા-ઉદ્યોગ : કુદરતી રીતે પ્રાપ્ય ખારા પાણીને સૂકવીને અથવા છીછરા સમુદ્ર સુકાઈ જવાથી કાળક્રમે ઘનસ્વરૂપ બનેલા સ્તરોમાંથી મીઠું મેળવવાનો પ્રાચીન સમયથી ચાલ્યો આવતો ઉદ્યોગ. મીઠું માનવજીવન માટે ખૂબ ઉપયોગી છે. અંગ્રેજી ભાષાનો મીઠા માટેનો શબ્દ ‘સૉલ્ટ’ લૅટિન શબ્દ ‘સૅલેરિયમ’ અને અંગ્રેજી પર્યાય ‘સૅલેરી’ ઉપરથી બન્યો છે, જે ભૂતકાળમાં મીઠાનો ચલણ…

વધુ વાંચો >

મેટઝેલિગર, જે. અર્ન્સ્ટ

મેટઝેલિગર, જે. અર્ન્સ્ટ (જ. 15 સપ્ટેમ્બર 1852, ડચ ગિની; અ. 24 ઑગસ્ટ 1889, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : પગરખાંના નિષ્ણાત સંશોધક. તેમનાં માતા અશ્વેત જાતિનાં અને પિતા શ્વેત જાતિના હતાં. આશરે 1872માં તેઓ સ્થળાંતર કરીને અમેરિકા ગયા. તેઓ સાવ નિરક્ષર હતા, પણ તેમની સંશોધક-વૃત્તિ કુશાગ્ર અને તીવ્ર હતી. 1891માં તેમણે પગરખાં બનાવવાનું…

વધુ વાંચો >

રબર-ઉદ્યોગ

રબર-ઉદ્યોગ : રબર બનાવવાનો ઉદ્યોગ. રબર કુદરતી અને સંશ્લેષિત બંને સ્વરૂપમાં ઉપલબ્ધ છે. વિવિધ વસ્તુઓનું આવશ્યક ગુણવત્તાઓ અનુસાર ઉત્પાદન કરવા માટે તેમાં ગંધક, પ્રવેગક, વર્ણકો, પ્રતિઉપચારકો, પુન:પ્રાપ્ત રબર, પૂરકો વગેરે સંઘટકો ઉમેરવામાં આવે છે. સત્તરમી સદીમાં યુરોપિયન પ્રવાસી સંશોધકોએ મધ્ય અને દક્ષિણ અમેરિકામાં ઇન્ડિયનોને રબરના ઝાડના રસમાંથી બનાવેલ સફેદ જલપ્રતિરોધક…

વધુ વાંચો >

રંગ અને વાર્નિશ-ઉદ્યોગ

રંગ અને વાર્નિશ-ઉદ્યોગ : દીવાલો, ધાતુઓ તથા લાકડાની બનેલી વસ્તુઓ વગેરેના પૃષ્ઠ ભાગને સુશોભન સાથે આરક્ષણ બક્ષતાં વિવિધ પ્રકારનાં આચ્છાદનોને લગતો ઉદ્યોગ. તેમાં રંગ ઉપરાંત વાર્નિશ અને પ્રલાક્ષ(lacquer)નો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે રંગ અથવા પેઇન્ટ એ પાતળા પ્રવાહીથી માંડીને અર્ધઘન (semisolid), લાહી (લેપ) (paste) જેટલી શ્યાનતા (viscosity) ધરાવતું…

વધુ વાંચો >

રંગક-ઉદ્યોગ (dyestuff industry)

રંગક-ઉદ્યોગ (dyestuff industry) : રંગકોનું ઉત્પાદન કરતો ઉદ્યોગ. રંગક એ વસ્તુને રંગીનતા બક્ષતું કુદરતી તથા રાસાયણિક સંયોજન છે. સંસ્કૃતિના આરંભકાળથી જ મનુષ્ય ઝાડની છાલ, ફળ, ફૂલ, પાંદડાં, મૂળિયાં, કેસર, ગળી, મેંદી, કીટાણુઓ, શેલ-માછલી વગેરેમાંથી તૈયાર કરેલ કુદરતી રંગો કાપડ, કાગળ, રબર, ચામડું, શાહી, ખાદ્ય પદાર્થો વગેરેને રંગીન કરવા તેમજ સુશોભિત…

વધુ વાંચો >

રાસાયણિક ઉદ્યોગમાં સુરક્ષા

રાસાયણિક ઉદ્યોગમાં સુરક્ષા : રાસાયણિક ઉદ્યોગમાં કામ કરતા કારીગરોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તેમને શારીરિક હાનિ ન પહોંચે, પર્યાવરણ પ્રદૂષિત ન થાય તથા ઉપયોગમાં લેવાતાં યંત્રોને નુકસાન ન થાય તે માટે લેવાં જોઈતાં જરૂરી પગલાં. વિભિન્ન પ્રકારનાં રસાયણોના ઉત્પાદન માટે જુદાં જુદાં સાધનોનો ઊંચા દબાણે અને તાપમાને ઉપયોગ થતો હોય છે.…

વધુ વાંચો >

રિગ્લી, વિલિયમ્સ, જુનિયર

રિગ્લી, વિલિયમ્સ, જુનિયર (જ. 1861, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા, અમેરિકા; અ. 1932) : ચૂઇંગ-ગમના અમેરિકન ઉત્પાદક. તેમના પિતાની સાબુ-ઉત્પાદનની કંપની હતી; ત્યાં તેમણે સેલ્સમૅન તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી તેઓ શિકાગો ગયા અને પોતાના માલના વેચાણ માટે ચૂઇંગ-ગમ આપવા લાગ્યા. મનભાવન અને લોકભોગ્ય સ્પિરમિન્ટનો સ્વાદ ધરાવતા ચૂઇંગ-ગમના વેચાણમાં 1899માં તેમને ખૂબ…

વધુ વાંચો >

રેનો, લુઈ

રેનો, લુઈ (જ. 1877,  ફ્રાન્સ; અ. 1944) : ઑટોમોબાઇલના જાણીતા ફ્રેન્ચ ઉત્પાદક. પોતાના ભાઈઓના સહયોગથી તેમણે શ્રેણીબંધ નાની કારોનું ઉત્પાદન કર્યું. વચગાળામાં તેમણે રેસિંગમાં ઝંપલાવ્યું, પણ કાર-ઉત્પાદન તેમના મુખ્ય શોખનો વિષય હોવાથી તેમાં તેઓ પુન: સક્રિય બન્યા. 1918માં તેમણે રેનો ટૅન્કનું નિર્માણ કર્યું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રાન્સ પર જર્મનીએ કબજો…

વધુ વાંચો >