બાટા, ટૉમસ (જ. 1876, ઝિન, ચેકોસ્લોવેકિયા; અ. 1932) : પગરખાંના જાણીતા ઉદ્યોગપતિ. પગરખાં બનાવવાનો તેમનો વ્યવસાય પ્રારંભમાં સાવ નાના પાયા પર નભતો હતો; પરંતુ તેઓ ખંત, ઉદ્યમ અને ચીવટથી વ્યવસાયને વળગી રહ્યા. આના પરિણામે લાંબે ગાળે 1928માં તેઓ યુરોપભરની સૌથી મોટી પગરખાં–ફૅક્ટરી ઊભી કરવામાં સફળ થયા; ત્યાં પગરખાંની 75,000 જોડીનું રોજ ઉત્પાદન થાય છે.

મહેશ ચોકસી