ઇટાલિયન સાહિત્ય
તાસો, તોર્કવેતો
તાસો, તોર્કવેતો (જ. 11 માર્ચ 1544, રોમ; અ. 25 એપ્રિલ 1595, સાન્ત ઓનોફિઓ, ઇટાલી) : ઇટાલિયન કવિ. નેપલ્સમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ પાદુઆમાં કાયદાનો અભ્યાસ કર્યો. પણ કાયદાને બદલે તેમણે સાહિત્યમાં વધુ રુચિ દાખવી અને 1562માં તો તેમનું પ્રથમ મહાકાવ્ય ‘રિનાલ્ડો’ પ્રસિદ્ધ થયું. તેમણે 1570માં કાર્ડિનલ લૂઈગી દ’ ઇસ્તેની નોકરી…
વધુ વાંચો >દ આનુંઝીઓ, ગ્રેબિયલ
દ આનુંઝીઓ, ગ્રેબિયલ (જ. 12 માર્ચ 1863, પ્રેસકૉરા, ઇટાલી; અ. 1 માર્ચ 1938, ઇટાલી) : ઇટાલિયન કવિ, નવલકથાકાર અને નાટ્યકાર. મુસોલીનીનો સાથ હોવા છતાં બંને વચ્ચે મેળ ઓછો. બંનેની પ્રકૃતિ વિચિત્ર અને ધૂની. ઇટાલીમાં અને તે જ રીતે યુરોપમાં ફાસીવાદના તેઓ પુરસ્કર્તા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ સુધીમાં સાહિત્યપ્રવૃત્તિ અને જીવસટોસટનાં સાહસોમાં…
વધુ વાંચો >દીલેદ્દા, ગ્રાઝિયા (Diledda, Grazia)
દીલેદ્દા, ગ્રાઝિયા (Diledda, Grazia) (જ. 27 સપ્ટેમ્બર 1871, ન્યૂરો, ઇટાલી અ. 15 ઑગસ્ટ 1936, રોમ, ઇટાલી) : 1926નો સાહિત્ય માટેનો નોબેલ પુરસ્કાર મેળવનારાં સારડિયન ભાષામાં ગ્રેત્ઝિયા તરીકે જાણીતાં ઇટાલીનાં લેખિકા. તેમનાં સાહિત્યમાં તેમનાં વતનના ટાપુ સારડિયાના જીવન અંગેની સાર્વત્રિક સમસ્યાઓ ઊંડાણપૂર્વક અને સહાનુભૂતિથી પારદર્શક રીતે ઝિલાઈ છે. ઇટાલીમાં સાહિત્યનું પ્રથમ…
વધુ વાંચો >દોલ્ચી, દાનીલો
દોલ્ચી, દાનીલો (જ. 28 જૂન 1924, સેસાના, ઇટાલી; અ. 30 ડિસેમ્બર 1997, પાર્ટિનિકો, ઇટાલી) : કવિપ્રકૃતિના ગૂઢવાદી ઇટાલિયન લેખક, સમાજસુધારક અને કર્મશીલ નેતા. મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલ દોલ્ચીની માતા મેલી કૉન્ટેલી સ્વભાવે ધાર્મિક અને સંગીત પ્રત્યે અભિરુચિ ધરાવતી હતી. પિતા સિનોર એનરિકો નિરાળી ધાર્મિક પ્રકૃતિ ધરાવતા હતા. ગામડા પ્રત્યે માયા…
વધુ વાંચો >પાવેઝા ચેઝારે
પાવેઝા, ચેઝારે (જ. 9 સપ્ટેમ્બર 1908, કુનીઓ, પિડમન્ટ, ઇટાલી; અ. 27 ઑગસ્ટ 1950, ઇટાલી) : ઇટાલીના નવલકથાકાર, કવિ અને ભાષાંતરકાર. ‘હાર્ડ લેબર’ (1936) તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ. તેમનાં કાવ્યો વૉલ્ટ વ્હિટમન અને ગી દો ગોઝાનો જેવા કવિઓની અસર તળે લખાયેલાં છે. તેમનાં શ્રેષ્ઠ કાવ્યો ‘લવોરેર સ્ટાન્કા’ (‘વર્ક-વિયરીઝ’, 1936)માં મળે છે. વિશેષ…
વધુ વાંચો >પિરાન્દેલો લુઈજી
પિરાન્દેલો, લુઈજી (જ. 28 જૂન 1867, સિસિલી, ઇટાલી; અ. 10 ડિસેમ્બર 1936, રોમ) : ઇટાલીના પ્રસિદ્ધ નાટ્યકાર, નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. પ્રથમ તેમણે વિજ્ઞાનનો અને ત્યારબાદ પ્રશિષ્ટ સાહિત્યનો અભ્યાસ કર્યો. છેલ્લે તેમણે રોમ અને બૉનમાં ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો. પોતાના મૂળ વતનની લોકબોલી વિશે મહાનિબંધ લખીને બૉન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી…
વધુ વાંચો >પૂઝો મારિયો
પૂઝો, મારિયો (જ. 15 ઑક્ટોબર 1920, ન્યૂયૉર્ક; અ. 8 જુલાઈ 1999, ન્યૂયૉર્ક) : અમેરિકામાં અતિ લોકપ્રિય બનેલા ઇટાલિયન નવલકથાકાર. તેમનાં માતાપિતા કેટલાક નિરક્ષર ઇટાલિયનોની જેમ અમેરિકામાં જઈ વસેલાં. તેથી ન્યૂયૉર્કમાં જન્મેલા મારિયોએ કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન વાયુદળમાં સેવા આપી. એમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે કલમનો…
વધુ વાંચો >પેટ્રાર્ક, ફ્રાન્સિસ્કો
પેટ્રાર્ક, ફ્રાન્સિસ્કો (જ. 20 જુલાઈ 1304, અરેઝો, ઇટાલી; અ. 20 જુલાઈ 1374, આર્ક્યૂઆ પેટ્રાર્ક, ઇટાલી) : ઇટાલિયન અને પ્રોવિન્શ્યલ ભાષાના મહાન કવિ. મધ્યયુગીન યુરોપમાં રેનેસાંસના પુરોગામી માનવતાવાદના પુરસ્કર્તા કવિ, વિદ્વાન અને ખ્રિસ્તી-ધર્મવેત્તા. તેમના સમય વખતે પોપની રોમની ગાદીના વિરોધમાં સ્થપાયેલા ઍવીન્યોનની સંસ્થામાં ધર્માચાર્યની પદવી માટે સજ્જતા મેળવી. તેમની નવયુવાનીમાં માતાનું…
વધુ વાંચો >બર્કેટ, જિયોવાની
બર્કેટ, જિયોવાની (જ. 1783, મિલાન, ઇટાલી; અ. 1851) : ઇટાલીના નામી કવિ. 1816માં તેમણે ‘લેટરા સૅમિસરિયા ગ્રિસૉત્સોમો’ નામક નાની પુસ્તિકા લખી અને તે ઇટાલીની રોમૅન્ટિક ઝુંબેશ માટે ઘોષણાપત્ર બની ગઈ. રાજકીય કારણસર ધરપકડ થતી ટાળવા તે 1821માં વિદેશમાં ચાલ્યા ગયા અને મુખ્યત્વે ઇંગ્લૅન્ડમાં વસવાટ કર્યો; 1848માં બળવો નિષ્ફળ નીવડતાં તે…
વધુ વાંચો >બોકાચિયો, જિયોવાની
બોકાચિયો, જિયોવાની (જ. 1313, પૅરિસ; અ. 21 ડિસેમ્બર 1375, સરટાલ્ડો, ટસ્કની, ઇટાલી) : માનવતાવાદી ઇટાલિયન સાહિત્યકાર. નવલકથાના મૂળ સ્વરૂપ ‘નૉવેલા’ અને પ્રાચીન મહાકાવ્યને ઘરગથ્થુ ભાષામાં પ્રયોજનાર ઇટાલીના પ્રથમ લેખક. ફ્લૉરેન્સના એક વેપારીના અનૌરસ પુત્ર. માતા ભદ્ર કુટુંબનાં ફ્રેન્ચ સન્નારી. ઉછેર ફ્લૉરેન્સમાં. કિશોરવયે અભ્યાસ માટે નેપલ્સમાં રહ્યા. હિસાબને બદલે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના…
વધુ વાંચો >