બર્કેટ, જિયોવાની (જ. 1783, મિલાન, ઇટાલી; અ. 1851) : ઇટાલીના નામી કવિ. 1816માં તેમણે ‘લેટરા સૅમિસરિયા ગ્રિસૉત્સોમો’ નામક નાની પુસ્તિકા લખી અને તે ઇટાલીની રોમૅન્ટિક ઝુંબેશ માટે ઘોષણાપત્ર બની ગઈ.

રાજકીય કારણસર ધરપકડ થતી ટાળવા તે 1821માં વિદેશમાં ચાલ્યા ગયા અને મુખ્યત્વે ઇંગ્લૅન્ડમાં વસવાટ કર્યો; 1848માં બળવો નિષ્ફળ નીવડતાં તે સ્વદેશ પાછા ફર્યા. તે ઇટાલીમાં રોમૅન્ટિક આંદોલનના પ્રણેતા બની રહ્યા. તેમના કાવ્યસંગ્રહો છે : ‘પ્રોફ્યુધી ડિ પરગા’ (1821); ‘રોમિતો ડેલ કેનિસિયો’ અને ‘ત્રોવેતોર’.

મહેશ ચોકસી