આયુર્વિજ્ઞાન
હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs)
હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs) : હૃદયના એકમાર્ગી કપાટો(valves)ના બંધ થવાથી, ક્યારેક ખૂલવાથી તથા હૃદયની દીવાલ કે તેના ખંડમાં ભરાતા લોહીમાં ઉદભવતી ધ્રુજારીને કારણે સામાન્ય અને વિષમ સ્થિતિમાં વિવિધ પ્રકારના ધ્વનિરવ ઉદભવે તે. તે હૃદરોગના નિદાનમાં ઉપયોગી છે. તેમને સંશ્રવણક (stethoscope) નામના સ્પર્શપટલ (diaphragm) અને નળીઓવાળા ઉપકરણ વડે સાંભળી…
વધુ વાંચો >હૃદ્-ધમની (મુકુટધમની) ઉપમાર્ગી નિરોપ શસ્ત્રક્રિયા (coronary artery bypass graft surgery CABG surgery)
હૃદ્-ધમની (મુકુટધમની) ઉપમાર્ગી નિરોપ શસ્ત્રક્રિયા (coronary artery bypass graft surgery, CABG surgery) : હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમની સાંકડી થઈ હોય ત્યારે તે સાંકડા ભાગને બાજુ પર રાખીને દર્દીની પોતાની બીજી નસના નિરોપણ વડે હૃદયનું રુધિરાભિસરણ સામાન્ય સ્થિતિમાં લાવવાની શસ્ત્રક્રિયા. તેની મદદથી હૃદ્-વેદના (હૃદ્-પીડ, angina pectoris) અથવા હૃદયની તકલીફને કારણે થતા…
વધુ વાંચો >હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease)
હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease) : હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અંતર્રોધ (અટકાવ) ઉદભવવાથી થતો રોગ. પશ્ચિમી દેશોમાં તે સૌથી વધુ જોવા મળતો રોગ છે. નાની ઉંમરે થતા કાલપૂર્વ મૃત્યુ(premature death)નું તે પ્રમુખ કારણ છે. સન 2020માં વિશ્વભરમાં તે પ્રમુખ મૃત્યુકારક રોગ બનશે એવું મનાય છે. ધમનીની દીવાલ…
વધુ વાંચો >હૃદ્-ધમની (મુકુટધમની) રોગના ભયઘટકો
હૃદ્-ધમની (મુકુટધમની) રોગના ભયઘટકો : હૃદયરોગનો હુમલો અને તેને કારણે મૃત્યુ થવાનું જોખમ કરે તેવાં કારણરૂપ પરિબળો. વ્યાપક સંશોધનને અંતે કેટલાંક પરિબળોને શોધી શકાયાં છે. જો હૃદયરોગનો હુમલો થવા માટે નિશ્ચિત સ્વરૂપે ઓળખાયેલા હોય તો તેમને મહત્તમ ભયઘટકો (major risk factors) કહે છે અને જો તે પૂર્ણપણે નિશ્ચિત ન હોય…
વધુ વાંચો >હૃદ્-નલિકાનિવેશ (cardiac catheterisation)
હૃદ્-નલિકાનિવેશ (cardiac catheterisation) : હૃદયના ખંડોમાં પોલી નળી નાંખીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પોલી નળીને નિવેશિકા (catheter) કહે છે અને તે પ્રક્રિયાને નલિકાનિવેશ (catheterisation) કહે છે. નિદાન કરવા માટે એક્સ-રેની દોરવણી હેઠળ હૃદયના દરેક ખંડમાં પ્રવેશાવાયેલી નિવેશિકા વડે દબાણ નોંધી શકાય છે. ત્યાંથી લોહીનો નમૂનો લઈ શકાય છે…
વધુ વાંચો >હૃદ્-નિષ્ફળતા (cardiac failure)
હૃદ્-નિષ્ફળતા (cardiac failure) : હૃદયમાં દર મિનિટે બહાર ધકેલાતા લોહીના જથ્થા(હૃદ્-બહિ:ક્ષેપ, cardiac output)ને જરૂરિયાત પ્રમાણે જાળવી રાખવાની અક્ષમતા અથવા નિષ્ફળતા ધરાવતો વિકાર. તેથી તેને હૃદ્-અપર્યાપ્તતા (cardiac insufficiency) પણ કહે છે. ક્યારેક હૃદય તેનો જરૂરી હૃદ્-બહિ:ક્ષેપ જાળવી રાખવા તેના વધેલા પૂરણદાબ અથવા પૂરણપ્રદમ(filling pressure)નો ભોગ લે છે. હૃદયમાં શરીરમાંથી પરત આવતા…
વધુ વાંચો >હૃદ્-પ્રતિઘોષાલેખન (echocardiography – ECHO)
હૃદ્-પ્રતિઘોષાલેખન (echocardiography – ECHO) : હૃદયનું અશ્રાવ્ય ધ્વનિચિત્રણ (ultrasonography). તેની મદદથી હૃદયના ભાગોને દ્વિપરિમાણી ચિત્રો રૂપે જોઈ શકાય છે. છાતી પર પ્રનિવેશક (probe) મૂકીને અશ્રાવ્ય ધ્વનિ(ultrasound)ના તરંગોને હૃદય તરફ મોકલવામાં આવે છે, જે ત્યાંથી પરાવર્તિત થઈને પ્રતિઘોષ(પડઘા)ના રૂપે પાછા આવે છે. તેમને પ્રનિવેશક વડે ઝીલીને કમ્પ્યૂટર વડે ચિત્રશ્રેણીમાં મૂકવામાં આવે…
વધુ વાંચો >હૃદ્પ્રતિરોપણ
હૃદ્પ્રતિરોપણ : જુઓ હૃદ્-નિષ્ફળતા.
વધુ વાંચો >હૃદ્-ફેફસીરોગ (corpulmonale)
હૃદ્-ફેફસીરોગ (corpulmonale) : શ્વસનતંત્રના વિકારને કારણે હૃદયના જમણા ક્ષેપકની સંરચના અને ક્રિયામાં ફેરફાર થવો તે. તેને ફેફસી હૃદ્રોગ (pulmonary heart disease) પણ કહે છે. તેમાં મુખ્ય ફેરફાર છે જમણા ક્ષેપકના સ્નાયુની અતિવૃદ્ધિ (hypertrophy). જો ઉગ્ર (ટૂંકા સમયથી શરૂ થયેલો) ફેફસીરોગ હોય તો જમણું ક્ષેપક પહોળું થાય છે. હૃદયનું જમણું ક્ષેપક…
વધુ વાંચો >હૃદ્(હૃદય)-રોગ (આયુર્વેદ)
હૃદ્(હૃદય)-રોગ (આયુર્વેદ) : શરીરનાં વાયુ, પિત્ત અને કફ અનેક કારણોથી વિકૃત થતાં તે રસધાતુને દૂષિત કરે અને તેથી હૃદયમાં એકત્રિત થાય ત્યારે તેની નૈસર્ગિક ક્રિયાઓમાં અવરોધ પેદા કરતો રોગ. તે હોજરી, યકૃત, ફેફસાં જેવાં અંગોની વિકૃતિથી ઉત્પન્ન હૃદયની પીડાનો રોગ છે. તેમાં હૃદયની માંસપેશી, હૃદયાવરણ, હૃદયખંડ તથા હૃદય-કપાટ વગેરે(અલગ અંગો)ની…
વધુ વાંચો >