આયુર્વિજ્ઞાન

હિસ્ટામિન અને પ્રતિહિસ્ટામિન ઔષધો (histamine and anti-histaminic drugs)

હિસ્ટામિન અને પ્રતિહિસ્ટામિન ઔષધો (histamine and anti-histaminic drugs) : વિષમોર્જા(allergy)ની પ્રક્રિયામાં મહત્વની સક્રિયતા ધરાવતું જૈવિક રાસાયણિક દ્રવ્ય. તે પેશીએમાઇન (પેશી એટલે કે tissue = histo) છે. તે વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળે છે. સન 1907માં તેને વિન્ડોસ અને વોગે સંશ્લેષિત (synthesised) કર્યો હતો અને સન 1910માં અર્ગટમાંથી બૅર્જર અને ડેલે…

વધુ વાંચો >

હીમોગ્લોબિન

હીમોગ્લોબિન : લોહીના રક્તકોષોમાંનો ઑક્સિજન વહન કરનારો પ્રોટીનનો અણુ. તેને રક્તવર્ણક (haemoglobin) કહે છે અને જ્યારે તે ઑક્સિજનયુક્ત હોય ત્યારે રક્તકોષો તથા લોહીને લાલ રંગ આપે છે. શ્વસનક્રિયા વખતે ફેફસાંમાં આવેલા ઑક્સિજન(પ્રાણવાયુ)ને પેશી સુધી લઈ જવામાં તે ઉપયોગી છે. તે રક્તકોષો (red cells) અથવા રક્તરુધિરકોષ(red blood cell, RBC)માં હોય છે.…

વધુ વાંચો >

હૃદય-રુધિરવાહિની તંત્ર (રચના અને કાર્ય) (cardiovascular system)

હૃદય-રુધિરવાહિની તંત્ર (રચના અને કાર્ય) (cardiovascular system) હૃદય, લોહીની નસો વગેરે રુધિરાભિસરણ કરાવતા અવયવોના સમૂહનું તંત્ર. તેના મુખ્ય અવયવો છે હૃદય, ધમનીઓ (arteries), શિરાઓ (veins), કેશવાહિનીઓ (capillaries) અને લસિકાવાહિનીઓ (lymphatics), હૃદય પ્રણોદક(pump)નું કાર્ય કરે છે અને તે લોહીને ધમનીમાં ધકેલે છે. આકૃતિ 1 : હૃદયની સંરચના (અ, આ, ઇ) :…

વધુ વાંચો >

હૃદયી ગ્લાયકોસાઇડ ઔષધો

હૃદયી ગ્લાયકોસાઇડ ઔષધો : હૃદયના સ્નાયુઓનું સંકોચન વધારી શકે તેવા, સમાન રાસાયણિક બંધારણો ધરાવતા સ્ટેરૉઇડ (steroid) સંયોજનોનો એક વર્ગ. હૃદયના ધબકારા ઘટતા જતા હોય તેવાં ચિહનો ઉપર આ ઔષધોના ઉપયોગથી ફાયદો થાય છે. તેઓ હૃદ્યેશી(myocardium)ના વૈદ્યુત-ગુણધર્મો ચિકિત્સીય (therapeutic) વિષાળુ(toxic)ને અસરકારક રીતે કાબૂમાં રાખે છે. આ વર્ગના ખૂબ જાણીતાં ઔષધો ડિજિટાલિસ…

વધુ વાંચો >

હૃદ્ અપર્યાપ્તતા

હૃદ્ અપર્યાપ્તતા : જુઓ હૃદ્-નિષ્ફળતા.

વધુ વાંચો >

હૃદ્-અંત:કલાશોથ ચેપજન્ય (infective endocarditis)

હૃદ્-અંત:કલાશોથ, ચેપજન્ય (infective endocarditis) : હૃદયના કૃત્રિમ કે કુદરતી એકમાર્ગી કપાટો (valves), હૃદયના ખંડો અને ધોરી ધમનીની અંદરની સપાટી પરના આચ્છાદન (lining) કે કોઈ જન્મજાત વિકૃતિમાં સૂક્ષ્મજીવ (microbe) દ્વારા ચેપ લાગવાથી થતો રોગ. મોટે ભાગે તે જીવાણુ(bacteria)થી થાય છે; પરંતુ ક્યારેક તે રિકેટ્શિયા, ક્લેમાયડિયા કે ફૂગથી પણ થાય છે. સામાન્ય…

વધુ વાંચો >

હૃદ્ગતિતાલભંગ

હૃદ્ગતિતાલભંગ : જુઓ હૃદ્તાલભંગ.

વધુ વાંચો >

હૃદ્ચક્ર

હૃદ્ચક્ર : જુઓ હૃદય-રુધિરવાહિની તંત્ર.

વધુ વાંચો >

હૃદ્તાલભંગ (cardiac arrhythmia)

હૃદ્તાલભંગ (cardiac arrhythmia) : હૃદયના ધબકારા(સ્પંદનો, beats)ની અનિયમિતતા થવી તે. તેને હૃદ્-અતાલતા પણ કહે છે. હૃદયના કર્ણકમાં આવેલી વિવર-કર્ણક પિંડિકા (sino atrial node, SA node) હૃદયનાં સંકોચનોને નિયમિત સ્વરૂપે પ્રેરે છે. માટે તેને નૈસર્ગિક ગતિપ્રેરક (natural pacemaker) કહે છે. હૃદયના ધબકારાની ગતિને હૃદ્તાલ અથવા હૃદગતિતાલ (cardiac rhythm) કહે છે. તે…

વધુ વાંચો >

હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs)

હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs) : હૃદયના એકમાર્ગી કપાટો(valves)ના બંધ થવાથી, ક્યારેક ખૂલવાથી તથા હૃદયની દીવાલ કે તેના ખંડમાં ભરાતા લોહીમાં ઉદભવતી ધ્રુજારીને કારણે સામાન્ય અને વિષમ સ્થિતિમાં વિવિધ પ્રકારના ધ્વનિરવ ઉદભવે તે. તે હૃદરોગના નિદાનમાં ઉપયોગી છે. તેમને સંશ્રવણક (stethoscope) નામના સ્પર્શપટલ (diaphragm) અને નળીઓવાળા ઉપકરણ વડે સાંભળી…

વધુ વાંચો >