આયુર્વિજ્ઞાન

હેન્ચ ફિલિપ

હેન્ચ, ફિલિપ (જ. 28 ફેબ્રુઆરી 1896, પિટ્સબર્ગ, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 30 માર્ચ 1965, ઑકો રિઓસ, જમૈકા) : સન 1950ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ સન્માન એડવર્ડ કૅલ્વિન કેન્ડાલ અને ટેડિયસ રિશ્ટેઇન સાથે અધિવૃક્ક ગ્રંથિ(adrenal gland)ના બાહ્યક(cortex)માં ઉત્પન્ન થતા અંત:સ્રાવો(hormone)ની ઓળખ, સંરચના અને જૈવિક અસરો શોધી કાઢવા માટે…

વધુ વાંચો >

હેમન્સ કૉર્નેલી

હેમન્સ, કૉર્નેલી (જ. 28 માર્ચ 1892, ઘેન્ટ, બેલ્જિયમ; અ. 18 જુલાઈ 1968) : સન 1938ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કાર વિજેતા. તેમને આ સન્માન શ્વસનક્રિયાના નિયમનમાં શીર્ષધમની-વિવર (carotid sinus) અને મહાધમની(aorta)માંની ક્રિયાપ્રવિધિઓ દ્વારા ભજવાતા ભાગને શોધી કાઢવા માટે મળ્યું હતું. મહાધમની અને શીર્ષધમની(carotid artery)ના ફૂલેલા પોલાણ – વિવર – જેવા…

વધુ વાંચો >

હૅરાલ્ડ ઝુર હૉઝેન

હૅરાલ્ડ ઝુર હૉઝેન (જ. 11 માર્ચ 1936, ગૅલ્ઝેકિરશેન, જર્મની) : 2008ના વર્ષના નોબેલ પુરસ્કારના સહવિજેતા જર્મન ચિકિત્સીય વિજ્ઞાની અને નામાંકિત પ્રાધ્યાપક. તેમણે યુનિવર્સિટી ઑવ્ બૉન, હૅમ્બર્ગ અને ડૂઝેલડોર્ફમાં અભ્યાસ કર્યો હતો. 1960માં યુનિવર્સિટી ઑવ્ ડૂઝેલડોર્ફમાંથી આયુર્વિજ્ઞાનમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી; તે પછી તે ચિકિત્સીય સહાયક બન્યા. હૅરાલ્ડ ઝુર હૉઝેન બે…

વધુ વાંચો >

હૅલોથેન

હૅલોથેન : ક્લૉરોફૉર્મના જેવું રાસાયણિક બંધારણ ધરાવતું, શસ્ત્રક્રિયા માટે દર્દીને બેભાન કરતું બાષ્પીભવનશીલ (volatile) પ્રવાહી ઔષધ. સામાન્ય તાપમાને પ્રવાહી સ્થિતિ હોય અને ઝડપથી બાષ્પીભવન થઈને ઊડી જાય તેવા બેભાન કરતાં ઔષધોના સમૂહને બાષ્પીભવનશીલ સર્વાંગી નિશ્ચેતકો (volatile general anaesthetics) કહે છે. તેમાં ડાયઇથાઇલ ઈથર, હૅલોથેન, એન્ફ્લ્યૂરેન, આઇસોફ્લ્યૂરેન, ઇથાઇલ ક્લોરાઇડ તથા ટ્રાઇક્લૉરોઇથાયલિનનો…

વધુ વાંચો >

હેસ વૉલ્ટર રુડોલ્ફ

હેસ, વૉલ્ટર રુડોલ્ફ (જ. 17 માર્ચ 1881, ફ્રોન્ફેલ્ડ, પૂર્વ સ્વિટ્ઝર્લૅન્ડ; અ. 12 ઑગસ્ટ 1973) : સન 1949ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ સન્માન પોર્ટુગલના ઍન્ટોનિઓ કિટેનો ડી એબ્રુ ફ્રેઇર ઇગાસ મોનિઝની સાથે અર્ધા ભાગે વહેંચાયેલા પુરસ્કારના રૂપે મળ્યું હતું. તેમણે આંતરિક અવયવોની ક્રિયાઓના સંવાહક (coordinator) તરીકે કાર્ય…

વધુ વાંચો >

હૉજકિન સર ઍલન લૉઇડ

હૉજકિન, સર ઍલન લૉઇડ (જ. 5 ફેબ્રુઆરી 1914, બૅન્વરી, ઑક્સફર્ડશાયર, યુ.કે.; અ. 1998) : સન 1963ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમને તથા ઑસ્ટ્રેલિયાના સર જ્હૉન સી. એકિલસ અને યુ.કે.ના એન્ડ્રુ એફ. હક્સલીને ચેતાકોષપટલ(nerve cell membrane)ના મધ્યસ્થ અને પરિઘસ્થ ભાગોના ઉત્તેજન અને નિગ્રહણ(inhibition)માંની આયૉનિક ક્રિયા પ્રવિધિઓ શોધી કાઢવા માટે આ…

વધુ વાંચો >

હોજકિન્સનો રોગ

હોજકિન્સનો રોગ : જુઓ કૅન્સર લસિકાભપેશી.

વધુ વાંચો >

હૉપ્કિન્સ ફ્રેડ્રિક ગોવલૅન્ડ (સર)

હૉપ્કિન્સ, ફ્રેડ્રિક ગોવલૅન્ડ (સર) (જ. 20 જૂન 1861, ઈસ્ટબોર્ન, ઇંગ્લૅન્ડ; અ. 1947) : સન 1923ના આયુર્વિજ્ઞાન અને દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના ક્રિશ્ચિયન એઇકમૅન સાથેના વિજેતા. તેમને આ સન્માન વૃદ્ધિ-ઉત્તેજક પ્રજીવકો(growth stimulating vitamins)ની શોધ માટે પ્રાપ્ત થયું હતું. બાળપણમાં તેમના પિતા મૃત્યુ પામ્યા હતા અને તેમની માતાએ તેમને સૂક્ષ્મદર્શક ભેટ આપીને દરિયાકિનારાની…

વધુ વાંચો >

હૉર્વિટ્ઝ એચ. રૉબર્ટ

હૉર્વિટ્ઝ, એચ. રૉબર્ટ (જ. 8 મે 1947, શિકાગો) : 2002ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. અમેરિકીય આણ્વિક જીવવિજ્ઞાની. તેમણે 1974માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. મેડિકલ રિસર્ચ કાઉન્સિલ(MRC)માં 1974થી બ્રેનરની જરૂરિયાતો પૂરી પાડવાની આનાકાનીને કારણે 1978માં મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(MIT)માં જોડાયા અને 1986માં તે પૂર્ણ સમયના પ્રાધ્યાપક બન્યા. એચ. રૉબર્ટ હૉર્વિટ્ઝ…

વધુ વાંચો >

હૉલ માર્શલ

હૉલ, માર્શલ (જ. 18 ફેબ્રુઆરી 1790, બાસ્ફોર્ડ, નોટિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ; અ. 11 ઑગસ્ટ 1857, બ્રાયટોન, પૂર્વ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : ‘પરાવર્તી ક્રિયા’(reflax actions)ની વૈજ્ઞાનિક સમજૂતી આપનાર પ્રથમ અંગ્રેજ શરીરશાસ્ત્રી. ઈ. સ. 1826થી 1853ના સમયગાળામાં તેઓ લંડન અને યુરોપના દેશોમાં ખાનગી પ્રૅક્ટિસ કરતા દાક્તર અને શરીરવિદ્યામાં સંશોધક તરીકે ખ્યાતિ પામ્યા. તે જમાનાની રૂઢ…

વધુ વાંચો >