અર્થશાસ્ત્ર
ક્વોટા (ભારતના સંદર્ભમાં)
ક્વોટા (ભારતના સંદર્ભમાં) : ભારતમાં વિદેશી મુદ્રાની વપરાશને અંકુશિત કરવા તથા દેશના ઉદ્યોગોના વિકાસને સંરક્ષણ દ્વારા પ્રોત્સાહિત કરવાના હેતુથી આયાત-ક્વોટાની નીતિ અપનાવવામાં આવી છે. ઘઉં, કપાસ, ચોખા, ખાંડ, મીઠું, દિવેલ, કાચું લોખંડ, કાચું મૅંગેનીઝ, કાચું ક્રોમ ને બૉક્સાઇટ જેવી નિકાસની ચીજો જાહેર ક્ષેત્રની સંસ્થા મારફતે જ વિદેશ તરફ મોકલી શકાય…
વધુ વાંચો >ખરીદનારનો ઇજારો
ખરીદનારનો ઇજારો (monopsony) : કોઈ વસ્તુ કે સેવાના અનેક વેચનારા સામે ખરીદનાર એક જ હોય તેવું બજાર. વેચનારના ઇજારા- (seller’s monopoly)માં સમગ્ર ઉત્પાદન પર એક જ વેચનારનો એકાધિકાર હોય છે તો ખરીદનારના ઇજારામાં વસ્તુ કે સેવાના સમગ્ર અથવા મોટા ભાગના જથ્થાની ખરીદી પર એક જ ગ્રાહકનો એકાધિકાર હોય છે અને…
વધુ વાંચો >ખરીદ-વેચાણ ભૂગોળ
ખરીદ-વેચાણ ભૂગોળ : પ્રકૃતિએ બક્ષેલી તથા માનવશ્રમ દ્વારા સર્જેલી ચીજવસ્તુઓ અને સેવાઓના ખરીદ-વેચાણની પ્રક્રિયા પર પણ અસર કરતાં ભૌગોલિક પરિબળોનું વિશ્લેષણ કરતી ભૂગોળ. વસ્તુઓના ઉત્પાદનની માફક ઉત્પાદિત વસ્તુઓને ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા પર પણ ભૌગોલિક પરિબળો અસર કરતાં હોય છે. ચીજવસ્તુઓના ઉત્પાદનની જેમ તેના ખરીદ-વેચાણની પ્રક્રિયા પર પણ ભૌગોલિક પરિબળો…
વધુ વાંચો >ખરીદવેરો
ખરીદવેરો (purchase tax) : પરોક્ષ કરવેરાનો એક પ્રકાર. તે વેચાણપાત્ર વસ્તુની જથ્થાબંધ કિંમતોને આધારે આકારવામાં આવે છે. જુદી જુદી વસ્તુઓ પર તે જુદા જુદા દરે લાદવામાં આવે છે. વસ્તુના મૂલ્યની રકમ પર ખરીદવેરાના દર મુખ્યત્વે ટકાવારીના ધોરણે નિર્ધારિત કરવામાં આવે છે. ખરીદવેરો એ પરોક્ષવેરો હોવાથી તે હ્રીયમાન (regressive) હોય છે,…
વધુ વાંચો >ખર્ચ
ખર્ચ : ઇચ્છિત હેતુની પરિપૂર્તિ માટે વિનિયોગ કે વ્યય દ્વારા વપરાયેલું નાણું. આવકની જેમ ખર્ચ એ પણ એક આર્થિક સંકલ્પના છે. આવક અને ખર્ચ પરસ્પરાવલંબી છે. ખાનગી અને જાહેર વિત્તવ્યવસ્થામાં મૂળભૂત તફાવત એ છે કે ખાનગી વિત્તવ્યવસ્થામાં વાસ્તવિક અથવા અપેક્ષિત આવકની મર્યાદામાં રહીને ખર્ચની જોગવાઈ કરવી પડે છે; એટલે કે,…
વધુ વાંચો >ખર્ચનું મૂડીકરણ
ખર્ચનું મૂડીકરણ : મહેસૂલી ખર્ચને હિસાબી ચોપડામાં મૂડીખર્ચ તરીકે દર્શાવવાની પ્રક્રિયા. ધંધાની કમાવાની શક્તિ ટકાવી રાખવા માટે અથવા ધંધાની મિલકતને કાર્યક્ષમ સ્થિતિમાં રાખવા માટે વારંવાર કરવો પડતો ખર્ચ મહેસૂલી કે ચાલુ ખર્ચ કહેવાય છે અને હિસાબોની નોંધ રાખવામાં તેને લગતા ખાતાની બાકીને નફાનુકસાન અથવા ઊપજખર્ચ ખાતે લઈ જઈને મહેસૂલી ખર્ચખાતું…
વધુ વાંચો >ખર્ચવેરો
ખર્ચવેરો (expenditure tax) : સામાન્ય રીતે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ વપરાશી ખર્ચ પર આકારવામાં આવતો પ્રત્યક્ષ કર. તેનો મુખ્ય ઉદ્દેશ બિનજરૂરી તથા ઊડીને આંખે વળગે તેવો (conspicuous) વપરાશી ખર્ચ પર કાપ મૂકવાનો અને તે દ્વારા બચત અને ઉત્પાદકીય મૂડીરોકાણને પ્રોત્સાહિત કરવાનો હોય છે. લગભગ ત્રણ શતક પહેલાં સર્વપ્રથમ હૉબ્ઝ નામના…
વધુ વાંચો >ખાધપુરવણી
ખાધપુરવણી : જાહેર આવક કરતાં જાહેર ખર્ચ વધારે હોય ત્યારે જાહેર ઋણ દ્વારા વધારાના ખર્ચને પહોંચી વળવા માટે અખત્યાર કરવામાં આવતી રાજકોષીય નીતિ. આ ખ્યાલ રાજકોષીય અર્થશાસ્ત્રની વિચારણામાં વિભિન્ન અર્થચ્છાયાઓ સાથે ઉપયોગમાં લેવાયો છે. સરકારની આવક કરતાં જાવક વધારે હોય અને તે સ્થિતિને પહોંચી વળવા સરકાર જે પગલાં લે તેને…
વધુ વાંચો >ખાનગીકરણ, અર્થતંત્રનું
ખાનગીકરણ, અર્થતંત્રનું (privatisation) : સરકારની સીધી માલિકી હેઠળનાં અથવા સરકાર દ્વારા સંચાલિત/ નિર્દેશિત સાહસોને ખાનગી માલિકી કે સંચાલન હેઠળ મૂકવાની આર્થિક નીતિ. આ નીતિ વિરાષ્ટ્રીયકરણ (denationalisation) નામથી પણ ઓળખાય છે. ઑક્ટોબર, 1917માં રશિયામાં રાજકીય ક્રાંતિ થતાં ત્યાં બૉલ્શેવિક પક્ષની સામ્યવાદી સરકાર સત્તા પર આવી ત્યારથી તબક્કાવાર સમાજવાદી આયોજનના યુગની શરૂઆત…
વધુ વાંચો >ખાનગી કંપની
ખાનગી કંપની : કંપની ધારા, 1956ની કલમ 3 મુજબની કંપની. તેના આર્ટિકલ્સથી તેમાં (1) શૅરના હસ્તાંતર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય; (2) સભ્યસંખ્યા વધુમાં વધુ 50 ઠરાવવામાં આવી હોય; અને (3) શૅર ખરીદવાનું જાહેર જનતાને આમંત્રણ આપવાની મનાઈ હોય. ખાનગી કંપની સ્થાપવા માટે ઓછામાં ઓછા બે સભ્યો હોવા જોઈએ. આવી…
વધુ વાંચો >