અમિતાભ મડિયા

સ્માર્ત વાસુદેવ

સ્માર્ત વાસુદેવ (જ. 17 જુલાઈ 1925, સૂરત; અ. 1999, સૂરત) : ગુજરાતના અગ્રણી ચિત્રકાર અને કલાગુરુ. શાલેય અભ્યાસ પછી મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં કલાના વિદ્યાર્થી તરીકે જોડાયા. અહીં જાણીતા કલાગુરુ જગન્નાથ અહિવાસી પાસે તેમણે કલાસાધના કરી. એ બે વચ્ચે સંબંધ એટલો પ્રગાઢ થયો કે સ્માર્ત અહિવાસીના અંતેવાસી…

વધુ વાંચો >

સ્મિથ ડબ્લ્યૂ. યુજિન

સ્મિથ, ડબ્લ્યૂ. યુજિન [જ. 20 ડિસેમ્બર 1918, વિચિટા, કૅન્ટુકી, અમેરિકા (યુ.એસ.); અ. 15 ઑક્ટોબર 1978, ટક્સન, એરિઝોના, અમેરિકા (યુ.એસ.)] : લોકચેતનાને સ્પર્શી જાય તેવા ભાવવાહી ફોટોગ્રાફ સર્જવા માટે જાણીતા અમેરિકન ફોટોગ્રાફર. પંદર વરસની ઉંમરથી જ સ્થાનિક અખબારોમાં એક ફોટો-જર્નાલિસ્ટની હેસિયતથી તેમના ફોટોગ્રાફ છપાવા માંડ્યા હતા. કૉલેજમાં અભ્યાસ એક જ વરસ…

વધુ વાંચો >

સ્મિથ્સોનિયન અમેરિકન આર્ટ મ્યુઝિયમ

સ્મિથ્સોનિયન અમેરિકન આર્ટ મ્યુઝિયમ (Smithsonian American Art Museum) : સાત હજાર અમેરિકન ચિત્રકારો અને શિલ્પીઓની ચાળીસ હજારથી પણ વધુ કલાકૃતિઓનું અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી. ખાતે આવેલું મ્યુઝિયમ. 1829માં તેની સ્થાપના જોન વાર્ડેન નામના વિદ્વાને કરી અને એક ક્યુરેટર તરીકે અમેરિકન ચિત્રો અને શિલ્પો તેમણે એકઠાં કર્યાં. 1906માં અમેરિકન પ્રમુખ જેઇમ્સ…

વધુ વાંચો >

સ્વિસ કળા

સ્વિસ કળા : સ્વિટ્ઝર્લૅન્ડની ચિત્રકળા અને શિલ્પકળા. સોળમી સદીમાં સ્વિટ્ઝર્લૅન્ડનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ગઠન અને નિર્માણ થતાં જ ત્યાં લોકશાહી બંધારણ અસ્તિત્વમાં આવ્યું. વળી ત્યાં કેલ્વિનિસ્ટ (Calvinism) સંપ્રદાયના ખ્રિસ્તી અનુયાયીઓ બહુમતીમાં હતા. કેલ્વિનવાદે ભવ્ય ભભકાદાર કલાકૃતિઓનો હંમેશાં વિરોધ કર્યો છે. આમ, રાજવી આશ્રયદાતાની ગેરહાજરી અને કેલ્વિનવાદના પ્રભાવ હેઠળ સ્વિટ્ઝર્લૅન્ડમાં…

વધુ વાંચો >

સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art)

સ્વીડિશ કલા (ચિત્ર અને શિલ્પ) (Swedish Art) : સ્વીડનનાં ચિત્ર અને શિલ્પ. સ્વીડનમાં સૌથી જૂની કલા સ્વીડનના બોહુસ્લાન પ્રાંતના તાનુમ ખાતેથી ગુફાઓમાં કોતરેલાં શિલ્પના સ્વરૂપમાં મળી આવી છે, જેને પ્રાગૈતિહાસિક માનવામાં આવે છે. એ પછી ગૉટ્લૅન્ડમાંથી આઠમીથી બારમી સદી સુધીમાં પથ્થરો પર આલેખિત ચિત્રો મળી આવ્યાં છે. એમાંથી ઓડીન (Odin)…

વધુ વાંચો >

હન્ટ વિલિયમ મોરિસ (Hunt William Morris)

હન્ટ, વિલિયમ મોરિસ (Hunt, William Morris) (જ. 31 માર્ચ 1824, બ્રેટલ બોરો વેર્મોન્ટ, અમેરિકા; અ. 8 સપ્ટેમ્બર 1879, આઇલ્સ ઑવ્ શોએલ્સ, ન્યૂ હેમ્પશાયર) : બાર્બિઝોં ચિત્રશૈલીમાં ચિત્રણા કરનાર અમેરિકન રંગદર્શી ચિત્રકાર. હાર્વર્ડ કૉલેજમાં અભ્યાસ શરૂ વિલિયમ મોરિસ હન્ટ કર્યા પછી એ અધૂરો છોડી હન્ટે પૅરિસમાં કૂતૂરે પાસે થોડો સમય ચિત્રકલાનો…

વધુ વાંચો >

હમ્ફ્રી ડોરિસ (Humphrey Doris)

હમ્ફ્રી, ડોરિસ (Humphrey, Doris) (જ. 17 ઑક્ટોબર 1895, ઑર્ક પાર્ક, ઇલિનોઇ, અમેરિકા; અ. 29 ડિસેમ્બર 1958, ન્યૂયૉર્ક સિટી, અમેરિકા) : અગ્રેસર અને પથદર્શક આધુનિક અમેરિકન નૃત્યકાર અને કોરિયોગ્રાફર. શિકાગોમાં અનેક પ્રકારનાં નૃત્યો શીખ્યા પછી હમ્ફ્રી 1917માં લોસ એન્જેલિસની ‘ડેનીશોન સ્કૂલ’માં વિદ્યાર્થી તરીકે જોડાયાં. બીજે જ વર્ષે તેઓ આ ડાન્સ કંપનીનાં…

વધુ વાંચો >

હર્ડ પીટર (Hurd Peter)

હર્ડ, પીટર (Hurd, Peter) (જ. 22 ફેબ્રુઆરી 1904, રોસ્વેલ, ન્યૂ મેક્સિકો, અમેરિકા; અ. 9 જુલાઈ 1984, રોસ્વેલ, ન્યૂ મેક્સિકો, અમેરિકા) : અમેરિકન કૃષિજીવનનું આલેખન કરનાર અમેરિકન ચિત્રકાર. પીટર હર્ડ તરુણાવસ્થામાં તેમણે વેસ્ટ પૉઇન્ટ ખાતે અમેરિકન મિલિટરી એકૅડેમીમાં લશ્કરી તાલીમ લીધી. એ પછી પેન્સિલ્વેનિયાની હેવફૉર્ડમાં બે વરસ સુધી ચિત્રકલાનો અભ્યાસ કર્યો.…

વધુ વાંચો >

હર્મિતાજ મ્યુઝિયમ (Hermitage Museum)

હર્મિતાજ મ્યુઝિયમ (Hermitage Museum) : 1764માં રશિયામાં સેંટ પીટર્સબર્ગ ખાતે સ્થપાયેલું પશ્ચિમ યુરોપનાં ચિત્રો અને શિલ્પો ધરાવતું ઉત્તમ મ્યુઝિયમ. પશ્ચિમ યુરોપિયન કલા અંગેના સૌથી મહત્ત્વના મ્યુઝિયમમાં તેની ગણના થાય છે. રશિયાના ઝાર પીટર પહેલાએ આ મ્યુઝિયમ માટે 1716માં હૉલેન્ડ અને બેલ્જિયમમાંથી 121 ચિત્રો ખરીદીને આ મ્યુઝિયમની શરૂઆત કરી અને થોડા…

વધુ વાંચો >

હલોઈ ગણેશ

હલોઈ, ગણેશ (જ. 1936, જમાલપુર, બિહાર) : આધુનિક ભારતીય ચિત્રકાર. કોલકાતા ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સમાં ચિત્રકલાનો અભ્યાસ કર્યા બાદ તેમણે તેમનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં કર્યાં. ભોપાલના ભારત ભવન, સિંગાપુરના સિંગાપુર મ્યુઝિયમ અને દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટમાં તેમનાં ચિત્રો કાયમી ધોરણે પ્રદર્શિત છે. 1955માં…

વધુ વાંચો >