અમિતાભ મડિયા

સોલારિયો આન્દ્રેઆ (Solario Andrea)

સોલારિયો, આન્દ્રેઆ (Solario, Andrea) (જ. આશરે 1465, લૉમ્બાર્દી, ઇટાલી; અ. 1524 પહેલાં) : ઇટાલિયન રેનેસાં-ચિત્રકાર. પોતાના શિલ્પી ભાઈ ક્રિસ્તોફેરો સોલારિયો પાસે તેમણે ચિત્રકલા અને શિલ્પકલાની તાલીમ લીધી. 1491માં તેમણે ભાઈ ક્રિસ્તોફેરો સાથે વેનિસની યાત્રા કરી. વેનિસમાં ચિત્રકાર ઍન્તૉનેલો દા મેસિના(Antonello da Messina)નાં ચિત્રો જોયાં એની દૂરગામી અસર તેમના સર્જન પર…

વધુ વાંચો >

સોલિમેના ફ્રાન્ચેસ્કો (Solimena Francesco)

સોલિમેના, ફ્રાન્ચેસ્કો (Solimena, Francesco) (જ. 1657, ઇટાલી; અ. 1747, ઇટાલી) : ઇટાલિયન બરોક ચિત્રકાર. પિતા ઍન્જેલો સોલેમિના (1629–1716) પાસે તે ચિત્રકલાની તાલીમ પામ્યા. એ પછી ચિત્રકાર ફ્રાન્ચેસ્કો દિ મારિયા પાસે તેમણે ચિત્રકલાની તાલીમ લીધી. નેપલ્સ ખાતે સાન્તા પાઓલો મેગ્યોરી(Santa Paolo Maggiore)માં 1689–90માં તેમણે ભીંતચિત્રો ચીતર્યાં. ત્યારથી એમની પ્રતિષ્ઠા થઈ. આ…

વધુ વાંચો >

સૉલ્તી જોર્જ (સર)

સૉલ્તી, જોર્જ (સર) (જ. 21 ઑક્ટોબર 1912, બુડાપેસ્ટ, હંગેરી; અ. 5 સપ્ટેમ્બર 1997) : હંગેરિયન વાદ્યવૃંદ-સંચાલક (conductor). ચૌદ વરસની ઉંમરે તેમણે બુડાપેસ્ટ ખાતે લિઝ્ટ (Liszt) એકૅડેમી ખાતે પ્રસિદ્ધ હંગેરિયન સંગીતકારો બેલા બાતૉર્ક અને ઝોલ્ટાન કૉડાલેની પાસે ચાર વરસ સુધી સંગીતનો અભ્યાસ કર્યો. અઢાર વરસની ઉંમરે તેઓ બુડાપેસ્ટ ઑપેરામાં એક વાદક…

વધુ વાંચો >

સોહેઇલ તસાડક

સોહેઇલ, તસાડક (જ. 1937 જલંધર, પંજાબ, ભારત) : આધુનિક પાકિસ્તાની ચિત્રકાર. અભિવ્યક્તિવાદી ચિત્રો માટે એ જાણીતા છે. તેમનું બાળપણ જલંધરમાં વીત્યું. 1947માં ભારતના ભાગલા દરમિયાન માણસો દ્વારા બીજા માણસો પર ગુજારવામાં આવતા અમાનવીય સિતમ જોઈને એ ડઘાઈ ગયા. 1947માં જ એમનું કુટુંબ જલંધરથી પાકિસ્તાની પંજાબ જઈને વસ્યું. સોહેઇલ કરાંચીની ઇસ્લામિયા…

વધુ વાંચો >

સ્કલી સેઆન (Scully Sean)

સ્કલી, સેઆન (Scully, Sean) (જ. 1945, ડબ્લિન, રિપબ્લિક ઑવ્ આયર્લૅન્ડ) : આધુનિક આયરિશ ચિત્રકાર. લંડન ખાતેની ક્રોઇડોન કૉલેજ ઑવ્ આર્ટમાં 1965થી 1968 સુધી કલાનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ન્યૂ કૅસલ યુનિવર્સિટીમાં 1968થી 1972 સુધી અને 1972થી 1974 સુધી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં વધુ કલા-અભ્યાસ કર્યો. સેઆન સ્કલી ત્યાર બાદ ન્યૂયૉર્ક નગરમાં…

વધુ વાંચો >

સ્કૅલ્કોટાસ નિકોસ (Skalkottas Nikos)

સ્કૅલ્કોટાસ, નિકોસ (Skalkottas, Nikos) (જ. 1904, ચાલ્કીસ, ગ્રીસ; અ. 1949, ઍથેન્સ, ગ્રીક) : આધુનિક ગ્રીક સંગીતનિયોજક અને વાયોલિનવાદક. આ પ્રતિભાશાળી સ્કૅલ્કોટાસને એક કલાપ્રેમીએ સંગીતનું ઉચ્ચ શિક્ષણ લેવા માટે સત્તર વરસની ઉંમરે 1921માં જર્મની મોકલ્યા. ત્યાં જેર્નાખ (Jarnach), વિલી હેસ, કુર્ટ વીલ અને શોઅન્બર્ગ પાસે તેમણે 1933 સુધી વાયોલિનવાદન તથા સંગીતનિયોજનની…

વધુ વાંચો >

સ્ક્રિયાબિન ઍલેક્ઝાન્ડર

સ્ક્રિયાબિન, ઍલેક્ઝાન્ડર (જ. 6 જાન્યુઆરી 1872, મૉસ્કો, રશિયા; અ. 27 એપ્રિલ 1915) : આધુનિક રશિયન સંગીતકાર અને સંગીતનિયોજક. રશિયાના એક ધનાઢ્ય પરિવારમાં તેમનો જન્મ થયો હતો. બાળપણમાં પિયાનોવાદક માતા પાસેથી તેઓ પિયાનોવાદન શીખવા પામ્યા. થોડા જ વખતમાં એક બાળ-પિયાનોવાદક તરીકે તેમનું મૉસ્કોમાં નામ થયું. 1886માં ચૌદ વરસની ઉંમરે તેઓ રશિયન…

વધુ વાંચો >

સ્ટબ્સ જૉર્જ (Stubbs George)

સ્ટબ્સ, જૉર્જ (Stubbs, George) (જ. 24 ઑગસ્ટ 1724, લિવરપૂલ, બ્રિટન; અ. 10 જુલાઈ 1806, લંડન, બ્રિટન) : પ્રાણીઓનાં આલેખનો માટે જાણીતા બ્રિટિશ ચિત્રકાર. પિતાનો ચામડા કમાવવાનો ધંધો હતો. માત્ર આરંભમાં કોઈ ચિત્રકાર પાસે થોડી તાલીમ લેવાના અપવાદ સિવાય જૉર્જ સ્ટબ્સે સ્વયંશિક્ષણ વડે જાતને તૈયાર કરી. પશુઓની શરીરરચનામાં તેમને પહેલેથી જ…

વધુ વાંચો >

સ્ટર્ન ઇર્મા (Stern Irma)

સ્ટર્ન, ઇર્મા (Stern, Irma) (જ. 1894, ટ્રાન્સવાલ, દક્ષિણ આફ્રિકા; અ. 1966, કેપટાઉન) : દક્ષિણ આફ્રિકન મહિલા-ચિત્રકાર. એમનું બાળપણ જર્મનીમાં વીત્યું. જર્મનીમાં બર્લિન અને વાઇમાર ખાતેની કળાશાળાઓમાં તેમણે કળાનો અભ્યાસ કર્યો. ઇર્મા સ્ટર્ન 1917માં જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર મૅક્સ પેખ્સ્ટીન સાથે તેમની મુલાકાત થઈ અને પરિણામે 1918થી 1920 સુધી તેમણે જર્મન અભિવ્યક્તિવાદી…

વધુ વાંચો >

સ્ટાઇગ્લીટ્ઝ આલ્ફ્રેડ

સ્ટાઇગ્લીટ્ઝ, આલ્ફ્રેડ (જ. 1 જાન્યુઆરી 1864, હોબોકેન, ન્યૂ જર્સી, અમેરિકા; અ. 13 જુલાઈ 1946, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : પ્રસિદ્ધ અમેરિકન ફોટોગ્રાફર તથા આધુનિક કલાના પ્રખર પ્રચારક અને પુરસ્કર્તા. ન્યૂયૉર્કના ઊનના એક વેપારીને ત્યાં સ્ટાઇગ્લીટ્ઝનો જન્મ થયેલો. સ્ટાઇગ્લીટ્ઝ સત્તર વરસના હતા ત્યારે 1881માં તેમનું કુટુંબ જર્મની જઈ સ્થિર થયું. ત્યાં સ્ટાઇગ્લીટ્ઝે…

વધુ વાંચો >