હિન્દી સાહિત્ય
જોષી, અરુણ
જોષી, અરુણ (જ. 1939, બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 1993) : અંગ્રેજીમાં લખતા હિંદીના ખ્યાતનામ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘ધ લાસ્ટ લૅબરિન્થ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં ચંડીગઢની સરકારી કૉલેજમાંથી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટમાં ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયા. 1959માં…
વધુ વાંચો >જોષી, નેમ નારાયણ
જોષી, નેમ નારાયણ (જ. 30 જુલાઈ 1925, ડોડિયાના, જિ. નાગૌર, રાજસ્થાન) : રાજસ્થાની અને હિંદી ભાષાના, વિદ્વાન લેખક. તેમને તેમનાં સંસ્મરણ ‘ઓળૂં રી અખિયાતાં’ (1994) માટે 1996ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી 1949માં હિંદીમાં એમ.એ. તથા 1970માં એમએલ સુખડિયા યુનિ.માંથી પીએચ.ડીની પદવી પ્રાપ્ત કરી…
વધુ વાંચો >જોષી, મનોહર શ્યામ
જોષી, મનોહર શ્યામ (જ. 9 ઑગસ્ટ 1933, અજમેર, રાજસ્થાન અ. 30 માર્ચ 2006 દિલ્હી.) : હિંદી નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ક્યાપ’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ ‘સાપ્તાહિક હિંદુસ્તાન’ નામના હિંદી સામયિકના સંપાદક, ‘મૉર્નિંગ…
વધુ વાંચો >જોષી, મહાવીરપ્રસાદ
જોષી, મહાવીરપ્રસાદ (જ. 1914, ડુંડલોડ, જિ. ઝુનઝુનુ, રાજસ્થાન) : ખ્યાતનામ હિંદી કવિ. બાળપણ શેખાવારીમાં. તેમને તેમના મહાકાવ્ય ‘દ્વારકા’, જે તેમના કાવ્યત્રયીનો ત્રીજો ભાગ છે તે બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે સંસ્કૃત તથા કેન્દ્રીય દર્શનનો અભ્યાસ કર્યો અને કાવ્ય-તીર્થ, સાહિત્યાચાર્ય તથા આયુર્વેદાચાર્યની પદવીઓ પ્રાપ્ત કરી.…
વધુ વાંચો >જોષી, રસિક બિહારી
જોષી, રસિક બિહારી (જ. 12 ફેબ્રુઆરી, 1927, નાગપુર, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના સંસ્કૃત તથા હિંદીના વિદ્વાન અભ્યાસી, લેખક અને કવિ. તેમના ‘શ્રી રાધા પંચશતી’ (1993) નામના કાવ્યસંગ્રહને 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. સંસ્કૃતના ખ્યાતનામ વિદ્વાનોના પરિવારમાં તેમનો જન્મ થયો હોવાથી અભ્યાસનિષ્ઠાના સંસ્કાર તેમને શૈશવથી સાંપડ્યા હતા. ‘નવ્ય વ્યાકરણ’…
વધુ વાંચો >જ્ઞાનેન્દ્રપતિ
જ્ઞાનેન્દ્રપતિ (જ. 1950, પથરગામા, જિ. ગોડ્ડા, ઝારખંડ) : હિંદી કવિ. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી અને ભોજપુરી ભાષાઓની જાણકારી ધરાવે છે. તેઓ 10 વર્ષ સુધી બિહાર સરકારના રાજ્યપત્રિત અધિકારી તરીકે કાર્યરત રહ્યા. ‘સંશયાત્મા’ કાવ્યસંગ્રહ બદલ તેમને 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.…
વધુ વાંચો >ટંડન, પુરુષોત્તમદાસ
ટંડન, પુરુષોત્તમદાસ (જ. 1 ઑગસ્ટ 1882, અલ્લાહાબાદ; અ. 1 જુલાઈ 1961) : રાષ્ટ્રીય કૉંગ્રેસના એક અગ્રણી નેતા, સ્વાતંત્ર્યસેનાની અને રાષ્ટ્રભાષા હિંદીના પ્રખર હિમાયતી. જન્મ મધ્યમ વર્ગના ખત્રી કુટુંબમાં. પિતાનું નામ શાલિગ્રામ. પ્રાથમિક શિક્ષણ ઘેર લીધા બાદ માધ્યમિક શિક્ષણ અલ્લાહાબાદમાં. 1897માં તેમણે હાઈસ્કૂલની છેલ્લી પરીક્ષા આપી. મ્યૂર સેન્ટ્રલ મહાવિદ્યાલયમાંથી 1904માં ગ્રૅજ્યુએટ…
વધુ વાંચો >ડબરાલ મંગલેશ
ડબરાલ મંગલેશ (જ. 16 મે 1948, કાફલપાની, જિ. ટિહરી ગઢવાલ, ઉત્તરાંચલ) : હિંદી લેખક અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હમ જો દેખતે હૈં’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે પત્રકારત્વને તેમની આજીવિકાનું સાધન બનાવ્યું. ‘પહાડ પર લાલ ટેન’, ‘ઘર કા રાસ્તા’, ‘હમ જો દેખતે હૈં’, ‘આવાજ…
વધુ વાંચો >ડંગવાલ, વીરેન
ડંગવાલ, વીરેન [જ. 5 ઑગસ્ટ, 1947, ટેહરી-ગઢવાલ(હવે ઉત્તરાંચલ)નું કીર્તિનગર] : હિંદી કવિ અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દુષ્ચક્ર મેં સ્રષ્ટા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ. અને ડી.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેઓ અંગ્રેજીની જાણકારી ધરાવે છે. 1971માં બરેલી કૉલેજમાં અધ્યાપક હતા. 1968–69થી તેમનાં…
વધુ વાંચો >તારસપ્તક
તારસપ્તક (1943) : અજ્ઞેય-સંપાદિત સાત અગ્રણી હિન્દી કવિઓની કવિતાનું સંકલન. આ પ્રકાશનને હિંદી કવિતાના ઇતિહાસમાં આધુનિકતાબોધના પ્રથમ પ્રસ્ફુટન રૂપે ગણવામાં આવે છે. તેમાં ગજાનન માધવ મુક્તિબોધ, નેમિચંદ, ભારતભૂષણ અગ્રવાલ, પ્રભાકર માચવે, ગિરિજાકુમાર માથુર, રામવિલાસ શર્મા અને અજ્ઞેય પોતે – એમ સાત કવિઓનાં ચૂંટેલાં કાવ્યો છે. દરેક કવિના વક્તવ્ય બાદ તેમનાં…
વધુ વાંચો >