હિન્દી સાહિત્ય

તિવારી, ઉદયનારાયણ

તિવારી, ઉદયનારાયણ (જ. 1903, પીપરપાંતી, જિ. બલિયા, ઉ.પ્ર.) : હિંદીના ભાષાશાસ્ત્રી. 1929માં તેમણે અર્થશાસ્ત્ર સાથે એમ.એ.ની ડિગ્રી લીધી. ભાષાવિજ્ઞાનક્ષેત્રે સંશોધનની દિશામાં જવાની પ્રેરણા તેમને વિદ્વાન ભાષાશાસ્ત્રી બાબુરામ સક્સેના પાસેથી મળી. પોતાના શોધ-ગ્રંથ ‘ભોજપુરી ભાષા ઔર સાહિત્ય’ની ભૂમિકામાં લેખકે નોંધ્યા પ્રમાણે માતૃભાષા પ્રત્યેનો પ્રેમ તેમને ભાષાવિજ્ઞાનની દિશામાં લઈ ગયો. અભ્યાસ દરમિયાન…

વધુ વાંચો >

તુલસીદાસ

તુલસીદાસ (જ. 1532, રાજાપુર, પ્રયાગ પાસે; અ. 1623, અસીઘાટ, વારાણસી, ઉ.પ્ર.) : હિંદીના યુગપ્રવર્તક સંતકવિ. હિંદી સાહિત્યના ભક્તિકાલની રામભક્તિ શાખાના તે પ્રતિનિધિ ગણાય છે. તેમના જન્મ તથા અવસાનના સમય વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ જ્યોતિષની ગણતરી મુજબ તેમનો જન્મ સંવત 1589 (ઈ. સ. 1532)માં થયો હતો એવો વિદ્વાનોનો મત…

વધુ વાંચો >

ત્યાગપત્ર

ત્યાગપત્ર (1937) : હિંદી નવલકથાકાર જૈનેન્દ્રની મનોવૈજ્ઞાનિક નવલકથા. તે તેમની ત્રીજી નવલકથા છે. અહીં લેખક નવલકથાની નાયિકા મૃણાલના આત્મસંઘર્ષ દ્વારા આત્મવ્યથાનું એક દર્શન સ્થાપે છે. માત્ર 86 પૃષ્ઠની નવલકથાની શરૂઆતમાં પ્રારંભિક અને અંતમાં પુનશ્ચ (તા.ક.) મૂકીને નવલકથામાં નિરૂપિત કથામાં સત્યઘટનાનો આભાસ ઊભો કર્યો છે. આ કથા એક નિવૃત્ત ન્યાયાધીશ સર…

વધુ વાંચો >

ત્રિપાઠી, સૂર્યકાન્ત

ત્રિપાઠી, સૂર્યકાન્ત : જુઓ, નિરાલા

વધુ વાંચો >

ત્રિલોચન

ત્રિલોચન (જ. 20 ઑગસ્ટ 1917, ચિવનીપત્તી, સુલતાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 9 ડિસેમ્બર 2007) : હિંદી ભાષાના કવિ. તેમના કાવ્યસંગ્રહ ‘તપ કે તય હુએ દિન’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે હિંદીમાં ‘સાહિત્યરત્ન’ની પદવી મેળવવા ઉપરાંત ફારસી, સંસ્કૃત અને અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો. તેમણે હિંદીનાં અનેક સામયિકો–દૈનિકોના સંપાદનમાં સહાય…

વધુ વાંચો >

દબીર, મિર્ઝા સલામતઅલી

દબીર, મિર્ઝા સલામતઅલી (જ. 1803, દિલ્હી; અ. 1875) : મરસિયાના કવિ. તેમણે ‘દબીર’ તખલ્લુસ અપનાવ્યું હતું. તેમના પિતા મિર્ઝા ગુલામહુસેન દિલ્હી છોડીને લખનૌ આવી રહ્યા તેથી દબીર પણ પિતાની સાથે બાળપણમાં જ લખનૌ આવ્યા. ત્યાં જ શિક્ષણ વગેરે મેળવ્યું. તે સમયે ઘરેઘર શેરોશાયરીનો રિવાજ હતો. કવિતા લખવી એક કલા હતી.…

વધુ વાંચો >

દરિયાદાસ

દરિયાદાસ (જ. 1734, ધરકંધાનગર, જિ. શાહબાદ, બિહાર; અ. 1780, ધરકંધા) : નિર્ગુણોપાસક હિંદી સંતકવિ. એમનો જન્મ પૃથુદેવસિંહ નામના  દરજીના કુટુંબમાં થયો હતો. નવમા વર્ષે તેમનાં લગ્ન થયાં, પરંતુ તેઓ વિરક્ત થઈ સાધુઓ, સંતો સાથે ફરવા લાગ્યા. દરિયાદાસ મુસલમાન હતા, એવો કેટલાક અભ્યાસીઓનો મત છે; છતાં દરિયાદાસના શિષ્યો તેમને હિંદુ માને…

વધુ વાંચો >

દરિયાસાહેબ

દરિયાસાહેબ (મારવાડી) (જ. 1676, જૈતારન, મારવાડ; અ. 1758) : રાજસ્થાનના નિર્ગુણોપાસક સંતકવિ. પીંજારા અથવા મુસલમાન કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. બિહારના દરિયાદાસના તેઓ સમકાલીન હોવાથી અલગ પાડવા તેમના નામ સાથે મારવાડી લખવામાં આવે છે. પિતાના અવસાન પછી તેઓ મોસાળના રૈન ગામે (મેડતા પરગણું) રહેવા ગયા. બિકાનેર રાજ્યના ખિયાંસર ગામના પ્રેમદયાળ…

વધુ વાંચો >

દિનકર

દિનકર (જ. 23 સપ્ટેમ્બર 1908, સિમરિયા મુંગેર જિલ્લો, બિહાર; અ. 24 એપ્રિલ 1974) : હિંદી ભાષાના અગ્રણી કવિ. મૂળ નામ રામધારી સિંહ. રાષ્ટ્રકવિનું બિરુદ પામેલા. ‘દિનકર’ તખલ્લુસ. ‘પદ્મભૂષણ’ (1959)ના સન્માન ઉપરાંત સાહિત્ય અકાદમી, દિલ્હી (1960) અને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર (1972)ના વિજેતા. ભાગલપુર યુનિવર્સિટીએ 1961માં ડિ.લિટ્ની માનદ ઉપાધિ આપેલી. ગરીબ ખેડૂત…

વધુ વાંચો >

દેવ

દેવ (જ. 1673 લગભગ, ઇટાવા, ઉત્તરપ્રદેશ; અ. 1767 લગભગ) : હિન્દી કવિ. મૂળનામ દેવદત્ત. હિંદીમાં મહાકવિ દેવના નામે ખ્યાત. બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા બિહારીલાલ દૂબે. જીવનકાળ દરમિયાન જુદા જુદા રાજા કે શ્રીમંતના આશ્રયે એકાધિક સ્થળે નિવાસ. લગભગ સોળ વર્ષની વયે ‘ભાવવિલાસ’ની રચના. કવિના આશ્રયદાતાઓમાં ઔરંગઝેબનો પુત્ર આજમશાહ, ભવાનીદત્ત વૈશ્ય, ફફૂંદના…

વધુ વાંચો >