હિન્દી સાહિત્ય

ચંદ્રગુપ્ત

ચંદ્રગુપ્ત : હિંદી સાહિત્યકાર જયશંકર પ્રસાદ (1889 (?)–1937) દ્વારા સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય(ઈ. પૂ. 321–297)ના જીવનમાં બનેલી ઐતિહાસિક ઘટનાઓનો આધાર લઈને લખાયેલું જાણીતું નાટક. 4 અંકોના આ નાટકનું વિષયવસ્તુ ત્રણ મુખ્ય ઘટનાઓ પર આધારિત છે : (1) અલક્ષેન્દ્ર (ઍલિગઝાંડર – સિકંદર) દ્વારા ભારત પર આક્રમણ, (2) નંદકુળનું ઉન્મૂલન અને (3) અલક્ષેન્દ્રના…

વધુ વાંચો >

ચાંદકા મુંહ ટેઢા હૈ

ચાંદકા મુંહ ટેઢા હૈ : શ્રીકાન્ત વર્મા સંપાદિત હિંદી કાવ્યસંગ્રહ. તેમાં કવિ મુક્તિબોધની 28 રચનાઓ છે. આ કૃતિઓનો રચનાકાળ 1954થી 1964 સુધીનો સ્વીકારાયેલ છે; પરંતુ મોતીરામ વર્મા કવિની હસ્તપ્રતને આધારે તે સમય 1950થી 1963 સુધીનો માને છે. આ સમય દરમિયાન સામાજિક જીવનમૂલ્યોનાં પરિવર્તન ઉપરાંત કવિની અસંદિગ્ધ જીવનર્દષ્ટિનો સંકેત મળે છે.…

વધુ વાંચો >

ચિત્રલેખા (1934)

ચિત્રલેખા (1934) : હિંદીના પ્રસિદ્ધ નવલકથાકાર ભગવતીચરણ વર્માની વિચારપ્રધાન તથા સમસ્યામૂલક નવલકથા. લેખક તેને ચરિત્રપ્રધાન રચના કહે છે. આ નવલકથા મુખ્યત્વે ત્રણ ભાગોમાં વિભાજિત છે : (1) ઉપક્રમ, (2) મધ્યભાગ અને (3) ઉપસંહાર. પ્રથમ ભાગમાં વિષયવસ્તુની પ્રસ્તાવના રજૂ કરવામાં આવી છે અને તે દ્વારા નવલકથામાં ગૂંથેલા પ્રશ્નનું નિરૂપણ છે. મધ્યભાગમાં…

વધુ વાંચો >

ચૌહાણ, સુભદ્રાકુમારી

ચૌહાણ, સુભદ્રાકુમારી (જ. 1904, નિહાલપુર, અલ્લાહાબાદ પાસે, ઉત્તરપ્રદેશ, અ. 15 ફેબ્રુઆરી 1948, સિવની પાસે, મધ્યપ્રદેશ) : પ્રસિદ્ધ હિંદી કવયિત્રી અને મહિલા-સ્વાતંત્ર્યસૈનિક. તેમણે અલ્લાહાબાદની ક્રોસ્ટવેર ગર્લ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 6 વર્ષની વયે દોહા રચવા શરૂ કર્યા હતા. 15 વર્ષની વયે તેમનાં લગ્ન ખંડવા-નિવાસી અને જબલપુરના ઍડ્વોકેટ ઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ…

વધુ વાંચો >

જગૂડી, લીલાધર

જગૂડી, લીલાધર (જ. 1 જુલાઈ 1944, ઢાંગણ ગામ, ટેહરી, ગઢવાલ, ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના જાણીતા કવિ, પ્રાધ્યાપક અને સંપાદક. તેમને તેમના હિંદી કાવ્યસંગ્રહ ‘અનુભવ કે આકાશ મેં ચાંદ’ માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી છે. તેમણે 1961-62માં ગઢવાસ રેજિમેન્ટમાં સૈનિક તરીકે અને…

વધુ વાંચો >

જૂઠા સચ

જૂઠા સચ (ભાગ 1 : 1958; ભાગ 2 : 1960) : મહાકાવ્યના વિસ્તારવાળી હિંદી નવલકથા. લેખક યશપાલ(1903–1976)ની તે શ્રેષ્ઠ કૃતિ ગણાઈ છે. આ નવલકથાની વાર્તાનો સમય 1942થી 1957 સુધીનો છે. તેમાં ભારતની સ્વતંત્રતા માટેના આરંભથી દેશના હિંદુસ્તાન અને પાકિસ્તાન એવા બે ભાગલા સુધીની ઘટનાઓનું આલેખન છે. તેમાં ફસાયેલું માનવજીવન કથાવસ્તુના…

વધુ વાંચો >

જૈનેન્દ્રકુમાર

જૈનેન્દ્રકુમાર (જ. 1905, કોડિયાગંજ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1988) : અનુપ્રેમચંદ યુગના અગ્રગણ્ય હિંદી નવલકથાકાર. મૂળ નામ આનંદીલાલ. જૈન કુટુંબમાં જન્મ. હસ્તિનાપુરમાં શિક્ષણનો પ્રારંભ. 1919માં પંજાબમાંથી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી, પછી વધુ અભ્યાસ માટે બનારસ યુનિવર્સિટીમાં દાખલ થયા. ગાંધીજીએ શરૂ કરેલ અસહકારની ચળવળમાં જોડાવા એક જ વર્ષમાં કૉલેજ છોડી. 1923માં…

વધુ વાંચો >

જોશી ઇલાચંદ્ર

જોશી ઇલાચંદ્ર (જ. 13 ડિસેમ્બર, 1902, અલમૌડા; અ. 1982)  : હિન્દી કથાસાહિત્યમાં પ્રેમચંદ યુગ પછીના નવલકથા ક્ષેત્રે તેજસ્વી લેખક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણપરિવારમાં થયો હતો. તેમણે હાઈસ્કૂલ સુધી વિધિસર શિક્ષણ મેળવ્યું; પરંતુ સ્વપ્રયત્ને તેઓ હિંદી, સંસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓમાં પ્રવીણ બન્યા; એટલું જ નહીં, પણ તે…

વધુ વાંચો >

જોશી, રાજેશ

જોશી, રાજેશ (જ. 1946, નરસિંહગઢ, મધ્યપ્રદેશ) : હિંદી કવિ, અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દો પંક્તિયોં કે બીચ’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે જંતુવિજ્ઞાનમાં એમ.એસસી. અને સમાજશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. રેખાચિત્રો બનાવવાં તે તેમની રુચિનો વિષય છે. 1972થી તેમણે લેખનકાર્ય શરૂ કર્યું અને…

વધુ વાંચો >

જોષી, અરુણ

જોષી, અરુણ (જ. 1939, બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 1993) : અંગ્રેજીમાં લખતા હિંદીના ખ્યાતનામ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની અંગ્રેજી નવલકથા ‘ધ લાસ્ટ લૅબરિન્થ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 1956માં ચંડીગઢની સરકારી કૉલેજમાંથી ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કર્યા પછી તેઓ ઇન્ડસ્ટ્રિયલ મૅનેજમેન્ટમાં ઉચ્ચ અભ્યાસાર્થે અમેરિકા ગયા. 1959માં…

વધુ વાંચો >