હિન્દી સાહિત્ય

ગોસ્વામી, કિશોરીલાલ

ગોસ્વામી, કિશોરીલાલ (જ. 15 ફેબ્રુઆરી 1865, બનારસ;  અ. 29 મે 1933, બનારસ) : વારાણસીના હિંદીના સર્વતોમુખી પ્રતિભા ધરાવતા સર્જક. તેઓ ધાર્મિક વૃત્તિના અને નિમ્બાર્ક સંપ્રદાયના અનુયાયી હતા. હિંદુ ધર્મના હોવાનું તેમને અભિમાન હતું. તેમણે કાશીમાં શિક્ષણ લીધું હતું. તેમના માતામહ કૃષ્ણ ચૈતન્ય હિંદી સાહિત્યકાર ભારતેન્દુ હરિશ્ચંદ્રના ગુરુ હતા. તેથી ભારતેન્દુ…

વધુ વાંચો >

નગેન્દ્ર

નગેન્દ્ર (જ. 9 માર્ચ 1915, અતરૌલી, અલીગઢ, ઉ.પ્ર.; અ. 27 ઑક્ટોબર 1999, નવી દિલ્હી) : હિંદીના વિખ્યાત વિવેચક. અંગ્રેજી તથા હિંદીમાં એમ.એ.ની ઉપાધિઓ મેળવ્યા પછી તેમણે તેમના હિંદી શોધપ્રબંધ ‘દેવ ઔર ઉનકી કવિતા’ પર ડી. લિટ.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે સાહિત્યજીવનની શરૂઆત કવિતાથી કરી. 1937માં તેમનો પ્રથમ કવિતાસંગ્રહ ‘વનબાલા’ પ્રકાશિત…

વધુ વાંચો >

નદી કે દ્વીપ

નદી કે દ્વીપ (1951) : હિંદી સાહિત્યકાર અજ્ઞેયની બહુચર્ચિત નવલકથા. તેમાં મધ્યમવર્ગનાં પાત્રોની આસપાસ બનતી ઘટનાઓ દ્વારા સ્ત્રી-પુરુષના સંબંધોને માનસિક પ્રેમની ભૂમિકાએ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં માનવજીવનને સ્પર્શતા મહત્ત્વના પ્રશ્નો જેવા કે વિવાહ, સાધના, જીવનમાં પરિવારનું મહત્ત્વ, પરિવાર અને વ્યક્તિનું પારસ્પરિક મહત્ત્વ પ્રેમ, ઈર્ષા, મિત્રતા, સભ્યતા વગેરેની છણાવટ કરવામાં…

વધુ વાંચો >

સોબતી કૃષ્ણા (શ્રીમતી)

સોબતી, કૃષ્ણા (શ્રીમતી) (જ. 18 ફેબ્રુઆરી 1925, ગુજરાત  હાલ પાકિસ્તાનમાં) : હિંદીનાં નવલકથા-લેખિકા. દિલ્હી, સિમલા અને લાહોરમાં અભ્યાસ કર્યો. સ્વતંત્ર રીતે લેખનપ્રવૃત્તિ કરી. 2002માં તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઍડવાન્સ્ડ સ્ટડી, સિમલા ખાતે ફેલો તરીકે કાર્યરત રહ્યાં. તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : સંપાદક, એડલ્ટ એજ્યુકેશન, દિલ્હી વહીવટી તંત્ર; નિવાસી લેખિકા,…

વધુ વાંચો >

‘હરિઔધ’ અયોધ્યાસિંહ ઉપાધ્યાય

‘હરિઔધ’ અયોધ્યાસિંહ ઉપાધ્યાય (જ. 15 એપ્રિલ 1865; અ. 16 માર્ચ 1947) : ખડી બોલીમાં પહેલા પ્રબંધકાવ્યની રચના કરનાર હિન્દી કવિ. ‘હરિઔધ’ પહેલાં વ્રજભાષામાં કાવ્ય લખતા. સન 1880થી 1889 સુધી મોટે ભાગે એમણે વ્રજમાં કાવ્યસર્જન કર્યું. ‘કૃષ્ણશતક’, ‘પ્રેમામ્બુવારિધિ’, ‘પ્રેમામ્બુપ્રવાહ’, ‘રસિકરહસ્ય’ અને ‘ઋતુમુકુર’ તેમની પ્રારંભિક રચનાઓ છે. આ સમયે હિન્દીમાં ગદ્ય અને…

વધુ વાંચો >