સ્થાપત્યકલા

સાન્સોવિનો જેકોપૉ

સાન્સોવિનો, જેકોપૉ (જ. 2 જુલાઈ 1486, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 27 માર્ચ 1570, વેનિસ, ઇટાલી) : ઇટાલિયન રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. મૂળ નામ જેકોપૉ તાતી. જેકોપૉ સાન્સોવિનો 1502માં વેનિસમાં શિલ્પી આન્દ્રેઆ સાન્સોવિનોનું તેમણે શિષ્યત્વ સ્વીકારી શિલ્પકલા શીખવી શરૂ કરી. ગુરુ પ્રત્યેના આદર-ભક્તિને પ્રતાપે તેમણે તેમની મૂળ અટક ત્યાગીને ગુરુની સાન્સોવિનો અટક ધારણ…

વધુ વાંચો >

સારંગપુરની મસ્જિદ

સારંગપુરની મસ્જિદ : ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાના સમયની (1459-1511) સ્થાપત્યકીય કૃતિ. અમદાવાદમાં સારંગપુર ચકલામાં આ મસ્જિદ આવેલી છે. મલિક સારંગ મહમૂદ બેગડાનો રાજપૂત અમીર હતો. મહમૂદ બેગડાની અસર નીચે આવીને તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો એમ ‘મિરાત-એ-સિકંદરી’માં જણાવ્યું છે. તે જ્યારે સુલતાન મુઝફ્ફર બીજાના સમયમાં અમદાવાદનો સૂબો હતો…

વધુ વાંચો >

સારીનેન ઇરો

સારીનેન ઇરો (જ. 1910; અ. 1961) : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રસિદ્ધ સ્થપતિ. એલિયેલ સારીનેનના પુત્ર. પિતાની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગમન; પરંતુ અભ્યાસનો કેટલોક સમય (1929-30) પૅરિસમાં વિતાવ્યો. 1931-34 દરમિયાન યાલેમાં, 1935-36માં ફિનલૅન્ડમાં અને 1936થી પિતાની ક્રેનબુક એકૅડેમી ઑવ્ આર્ટમાં ચાર્લ્સ ઈ આમસની સાથે તેઓ અધ્યાપન કરતા હતા. સ્થાપત્ય અને ફર્નિચરની ડિઝાઇનના…

વધુ વાંચો >

સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને

સાં કાર્લો આલે ક્વાટ્રો ફોન્તાને (S. Carlo alle Quattro Fontaneનું ચર્ચ) : રોમમાં આવેલું બરોક-સ્થાપત્ય-શૈલીનું પ્રસિદ્ધ ચર્ચ. તેનો સ્થપતિ ફ્રાન્સેસ્કો બોર્રોમિનિ હતો. રોમન બરોક-સ્થાપત્યનો આ એક ઉત્તમ નમૂનો છે. આ અંડાકાર (oval shaped) ઇમારતની ઉપરનો ઘુંમટ પણ અંડાકાર છે. તેની બહારની સપાટી સીધી નથી પણ ચડતા-ઊતરતા ઘાટની (undulating) છે. સાં…

વધુ વાંચો >

સાંચીનો સ્તૂપ

સાંચીનો સ્તૂપ : આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ બૌદ્ધ સ્થાપત્ય. મધ્યપ્રદેશમાં વિદિશા અર્થાત્ વર્તમાન ભીલસાથી સાડાપાંચ માઈલ દૂર સાંચીનું સ્થળ આવેલું છે. આ સ્થળે મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાપત્યના અવશેષો આવેલા છે, જે ‘ભીલસા ટૉપ્સ’ના નામે ઓળખાય છે. અહીં આવેલા ત્રણ સ્તૂપો પૈકી સૌથી મોટો સ્તૂપ જગપ્રસિદ્ધ છે. સાંચીનો અસલ સ્તૂપ ઈંટેરી હતો અને…

વધુ વાંચો >

સાંજિનિવેઇવ

સાંજિનિવેઇવ : ફ્રેન્ચ સ્થપતિ હેનરી લાબ્રોસાં નિર્મિત ગ્રંથાલયની ઇમારત. આના બાંધકામ માટે 1838માં હેનરી લાબ્રોસાંની સ્થપતિ તરીકે નિમણૂક કરવામાં આવી. જાન્યુઆરી, 1840માં લાબ્રોસાંની યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો. તેનો આખરી નકશો (પ્લાન) તો જુલાઈ, 1844માં સ્વીકૃત થયો હતો. તે અગાઉ તેનો પાયો નંખાઈ ચૂક્યો હતો. 1850માં તેનું બાંધકામ પૂરું થયું હતું.…

વધુ વાંચો >

સાં મારિયા ડેલ ફિઓર (ફ્લૉરેન્સ કેથીડ્રલ)

સાં મારિયા ડેલ ફિઓર (ફ્લૉરેન્સ કેથીડ્રલ) : ફ્લૉરેન્સનું પ્રસિદ્ધ કેથીડ્રલ. આ કેથીડ્રલ તેના ઘુંમટના માટે જાણીતું છે. આનો આખરી પ્લાન ફ્રાન્સેસ્કો ટૅલેન્ટીએ 1360માં તૈયાર કર્યો હતો. ચૌદમી સદીના અંતમાં આર્નોલ્ફો અને જિયોવાન્ની દ લેપો ધીનીએ તેનું વિસ્તરણ કર્યું. મધ્ય મંડપ (Nave) અને પાર્શ્વ માર્ગની છતની ઉપર લગભગ 13 મીટરનો વર્તુળાકાર…

વધુ વાંચો >

સાં વિટાલ રૅવેન્ના

સાં વિટાલ, રૅવેન્ના : પૂર્વ-ક્રિશ્ચિયન અને બાયઝૅન્ટાઇન કલાનું ચર્ચ. પૂર્વ-ક્રિશ્ચિયન અને બાયઝૅન્ટાઇન કલા વચ્ચે ભાગ્યે જ સ્પષ્ટ ભેદરેખા પાડી શકાય તેમ છે. આ કલાના પ્રથમ સુવર્ણયુગનું સમૃદ્ધ સ્થાપત્ય કૉન્સ્ટૅન્ટિનોપલમાં નહિ, પણ ઇટાલીની ભૂમિમાં રૅવેન્ના ખાતે આવેલું સાં વિટાલ ચર્ચ છે. આ નગર વાસ્તવમાં આડ્રિઆટિક કાંઠા પરનું નૌકામથક હતું. 402માં પશ્ચિમના…

વધુ વાંચો >

સિલો ડિયેગો દે

સિલો, ડિયેગો દે (જ. આશરે 1495, બુર્ગોસ, સ્પેન; અ. 22 ઑક્ટોબર 1563, ગ્રેનેડા, સ્પેન) : સ્પૅનિશ રેનેસાંસ-શિલ્પી અને સ્થપતિ. પિતા ગિલ દે સિલો સ્પેનના મહાન શિલ્પી હતા. પિતા પાસે શિલ્પકલાનો અભ્યાસ કરી ડિયેગો દે સિલોએ ફ્લૉરેન્સ જઈ વધુ અભ્યાસ આદર્યો. એમની શૈલી એમની કર્મભૂમિ બુર્ગોસને કારણે ‘બુર્ગોસ-પ્લેટેરસ્ક’ નામે જાણીતી થઈ.…

વધુ વાંચો >

સીન નદી (Seine)

સીન નદી (Seine) : ફ્રાન્સમાં આવેલી નદી. સીન અને તેની શાખા-નદીઓ ફ્રાન્સનો વેપારી જળમાર્ગ રચે છે. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 0° 26´ પૂ. રે.. તે ડી જૉનથી વાયવ્યમાં 29 કિમી. અંતરે આવેલા સ્થળેથી નીકળે છે. ત્યાંથી વાંકાચૂકા માર્ગે વહી, 764 કિમી.નું અંતર પસાર કરીને છેવટે લ…

વધુ વાંચો >