સ્થાપત્યકલા

મૂર, ચાર્લ્સ વિલાર્ડ

મૂર, ચાર્લ્સ વિલાર્ડ (જ. 31 ઑક્ટોબર 1925, બેન્ટન હાર્બર, મિશિગન; અ. 16 ડિસેમ્બર 1993 ઑસ્ટિન, ટેક્સાસ)  : અમેરિકાના સ્થપતિ, શિક્ષક અને લેખક. 1960 પછીના દાયકામાં સ્થાપત્યની આંતરરાષ્ટ્રીય શૈલી પરત્વે ઉદભવેલી પ્રતિક્રિયાના તેઓ અગ્રેસર સ્થપતિ હતા. તેમણે રચેલી સુખ-સગવડભરી અને સુંદર દેખાવની ઇમારતો વ્યવસાયી વર્ગમાં તેમજ સામાન્ય પ્રજાવર્ગમાં પ્રભાવક બની રહી.…

વધુ વાંચો >

મૅકિન્ટૉશ, ચાર્લ્સ રેની

મૅકિન્ટૉશ, ચાર્લ્સ રેની (જ. 7 જૂન 1868, ગ્લાસગો, પ. સ્કૉટલૅન્ડ, યુ.કે.; અ. 10 ડિસેમ્બર 1928, લંડન, યુ.કે.) : જાણીતા સ્થપતિ, ડિઝાઇનકાર અને ચિત્રકાર. પ્રારંભમાં તેઓ ગ્લાસગો સ્કૂલ ઑવ્ આર્ટ ખાતે સાંજના વર્ગોમાં જોડાયા હતા. 1889માં હનીમૅન ઍન્ડ કૅપલ નામની વિખ્યાત પેઢીમાં જોડાયા. 1900માં તેમણે માર્ગારેટ મૅકિનટૉશ સાથે લગ્ન કર્યાં અને…

વધુ વાંચો >

મેદીનેટ હેબુ ખાતેનું પ્રાઇમીવલ હિલ મંદિર

મેદીનેટ હેબુ ખાતેનું પ્રાઇમીવલ હિલ મંદિર : ઇજિપ્તની સ્થાપત્યકલાનું એક નમૂનેદાર મંદિર. તેના નિર્માણનો પ્રારંભ રાણી હેટ સેપ્સરે ઈ. સ. પૂ. 1470ના અરસામાં કરેલો. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે થીબ્ઝ ખાતે આવેલાં કરનાક અને લેક્સરનાં મંદિરોની હરોળનું આ મંદિર અસલ નગરની ઉત્તરે નદીને પશ્ચિમ કાંઠે મહત્વના દેવાલય-ગભારા (sanctuary) રૂપે આવેલું છે.…

વધુ વાંચો >

મૅનરિઝમ (Mannerism)

મૅનરિઝમ (Mannerism) : સ્થાપત્ય, આધુનિક સ્થાપત્યમાં પ્રયોજાતો આ શબ્દનો પ્રયોગ સ્થાપત્યમાં સૌપ્રથમ 1920માં થયો હતો. સ્થાપત્યક્ષેત્રે પ્રવર્તેલી ‘હાઇ રેનેસાં’ તથા ‘બરૉક’ શૈલી વચ્ચેના સમય(એટલે કે આશરે 1530થી આશરે 1590)ગાળાના રેનેસાં દરમિયાન પ્રવર્તેલ ઇટાલીના સ્થાપત્યની ઓળખ માટે તે વપરાય છે. આ ગાળા દરમિયાન પ્રશિષ્ટ ડિઝાઇનના સિદ્ધાંતોમાં ઘણી છૂટછાટ લેવાઈ અને ક્યાંક…

વધુ વાંચો >

મેબૅક, બર્નાર્ડ

મેબૅક, બર્નાર્ડ (જ. 7 ફેબ્રુઆરી 1862, ન્યૂયૉર્ક સિટી; અ. 3 ઑક્ટોબર 1957, બર્કલી, કૅલિફૉર્નિયા, અમેરિકા) : અમેરિકાના અગ્રણી પર્યાવરણ-વિજ્ઞાની અને સ્થપતિ. બહુશ્રુત અને મૌલિક વ્યક્તિત્વ ધરાવનાર આ સ્થપતિ બુદ્ધિપૂર્વકની ડિઝાઇનવાળાં તથા હસ્તકૌશલ્ય ધરાવતાં લાકડાનાં ઘરોની બાંધણી બદલ ખૂબ નામના પામ્યા. આ ઘરોનું નિર્માણ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં સાનફ્રાન્સિસ્કો ‘બે એરિયા’માં…

વધુ વાંચો >

મૉડ્યૂલ (module)

મૉડ્યૂલ (module) : મકાન કે તેના ભાગોના પ્રમાણના નિયમન માટેનું માપ-એકમ. આ શબ્દ મૂળમાં લૅટિન ‘મૉડસ’ એટલે કે માપ ઉપરથી ‘મૉડ્યુલસ’ને આધારે ઊતરી આવ્યો છે. પ્રશિષ્ટ સ્થાપત્યમાં આ શબ્દ વિદ્રુવિયસે તેમના ‘દ આર્કિટેક્ચુરા’માં સ્થાપત્યના નિયમો પ્રયોજવા માટે વાપર્યો હતો; તેમણે પ્રયોજેલું માપ-એકમ આ પ્રમાણે હતું : સ્તંભના મુખ્ય ભાગના તળિયાનો…

વધુ વાંચો >

મોઢેરા

મોઢેરા (સ્થાપત્ય અને શિલ્પકલા) : મહેસાણા જિલ્લાના ચાણસ્મા તાલુકાનું એક ઐતિહાસિક નગર અને સોલંકીકાલીન શિલ્પ-સ્થાપત્યશૈલીનું અનુપમ કેન્દ્ર. પ્રાચીન ગ્રંથોમાં તેનો ‘મોહેરક’, ‘મોઢેરક’, ‘મોહડવાસક’, ‘મોઢેરપુર’ જેવાં નામોથી ઉલ્લેખ થયો છે. મૂળમાં અહીં મોઢ બ્રાહ્મણોનો વસવાટ થયો ત્યારે તે ‘ભગવદગ્રામ’ નામે ઓળખાતું હતું. ધીમે ધીમે તેનો વિકાસ થતાં તે ‘મોહેરક’, ‘મોઢેરક’ વગેરે…

વધુ વાંચો >

મોતી મસ્જિદ

મોતી મસ્જિદ : દિલ્હીના લાલ કિલ્લામાં ઔરંગઝેબે બંધાવેલી શાહી મસ્જિદ. સાધારણ રીતે પોતાની પૂર્વેના બાદશાહોએ અસંખ્ય બાંધકામો કરાવ્યાં હોવાથી ઔરંગઝેબ કોઈ પણ નવાં બાંધકામો કરવાનો વિરોધી હતો અને તેને નિરર્થક ખર્ચરૂપ ગણતો; પરંતુ સત્તા પર આવ્યા પછી કામની વ્યસ્તતા અને અંગત સલામતીના સંદર્ભમાં સવારસાંજ નમાજ પઢવા દૂર જવાને બદલે શાહી…

વધુ વાંચો >

મૉરિસ, વિલિયમ

મૉરિસ, વિલિયમ (જ. 24 માર્ચ 1834, લંડન નજીક વૉલ્ધૅમ્સ્ટો; અ. 3 ઑક્ટોબર 1896, લંડન નજીક હૅમરસ્મિથ) : વિક્ટોરિયન રુચિમાં ક્રાંતિ આણનાર તથા આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સ મૂવમેન્ટના પ્રણેતા, બ્રિટિશ ડિઝાઇનર, કસબી (craftsman) અને કવિ. તેઓ સમાજવાદી વિચારસરણીના તરફદાર હતા. ઇંગ્લૅન્ડના એપિન્ગ (Epping) જંગલની દક્ષિણી ધારે વસેલા એક સંપન્ન કુટુંબમાં તેઓ જન્મેલા.…

વધુ વાંચો >

મૉર્ગન, જુલિયા

મૉર્ગન, જુલિયા (જ. 20 જાન્યુઆરી, 1872, સાનફ્રાન્સિસ્કો; કૅલિફૉર્નિયા, યુ.એસ., અ. 2 ફેબ્રુઆરી 1957) : અમેરિકાનાં મહિલા-સ્થપતિ. કૅલિફૉર્નિયામાં સ્થાપત્યનો વ્યવસાય (practice) કરવાનું લાઇસન્સ મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેઓ બર્નાર્ડ મેબેકનાં વિદ્યાર્થિની હતાં. વળી પૅરિસ ખાતેની ઇકૉલ-દ-બો આર્ટ્સમાં સ્થાપત્યના અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર પણ તેઓ સર્વપ્રથમ મહિલા હતાં. 1904માં તેમણે પોતાનો…

વધુ વાંચો >