સિવિલ ઇજનેરી

નગર-વાહનવ્યવહાર (urban traffic)

નગર-વાહનવ્યવહાર (urban traffic) : નગરના માર્ગો તથા તેના પરના વાહનવ્યવહારનું આયોજન, નિર્માણ, વ્યવસ્થાપન તથા નિયંત્રણ. મોટરકાર, બસ, સ્કૂટર આદિ યાંત્રિક વાહનોના વિકાસ સાથે નગરોના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું. મધ્યમાં મૂળ નગર અને ફરતાં પરાં તથા સોસાયટીઓ એ પ્રકારની રચના વ્યાપક બની. સરળ માર્ગો નગરની રક્તવાહિનીઓ જેવા મહત્ત્વના બન્યા. તે વિના…

વધુ વાંચો >

નિર્માણયંત્રો (construction machinery)

નિર્માણયંત્રો (construction machinery) : રસ્તા, મકાન, પુલ, બંધ, નહેર, નાળાં વગેરેના બાંધકામ માટે વપરાતાં યંત્રો. સમયની સાથે નિર્માણકાર્ય વધતું જાય છે. તે સમયસર પૂરું કરવા માટે કામની ઝડપ વધારવા તેમજ કામની ગુણવત્તા વધારવા જુદાં જુદાં નિર્માણયંત્રો અનિવાર્ય થઈ પડ્યાં છે. વપરાશને લીધે વિકાસ થતો જાય છે અને નિર્માણ માટેની વિશિષ્ટ…

વધુ વાંચો >

નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation)

નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation) : બાંધકામ(નિર્માણ)નાં વિવિધ કાર્યો માટે જરૂરી વ્યવસ્થાતંત્ર. નિર્માણકાર્યોમાં વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરી જરૂરિયાત પ્રમાણેનાં બાંધકામ તૈયાર કરવાનાં થાય. આ પ્રકારનાં કાર્યોમાં ખર્ચ, ગુણવત્તા અને સમય-બદ્ધતા મહત્વની બાબતો છે. સાથોસાથ જે આ કાર્યનું સંચાલન કરી વ્યાવસાયિક જવાબદારી લે તેને માટે આર્થિક લાભ પણ મહત્વનો છે તેથી નિર્માણકાર્ય માટે…

વધુ વાંચો >

નિર્માણસામગ્રી (construction materials)

નિર્માણસામગ્રી (construction materials) : મકાન, નદીનાળાં, પુલ, રસ્તા, બંધ વગેરે અનેક પ્રકારનાં નિર્માણકામો(બાંધકામો)માં વપરાતો માલ-સામાન. નિર્માણકામની ગુણવત્તાનો આધાર મહદ્અંશે તેમાં વપરાતા માલ-સામાન પર છે. નિર્માણસામગ્રીનો ચીવટભર્યો ઉપયોગ થાય તે નિર્માણકાર્યમાં જરૂરી છે. બાંધકામનું આયુષ્ય લાંબું રહે, મરામતની જરૂર ઓછી પડે, સારો દેખાવ મળે વગેરે બાબતો લક્ષમાં રાખીને નિર્માણસામાનની પસંદગી થાય…

વધુ વાંચો >

પટેલ, મોહનભાઈ ડાહ્યાલાલ

પટેલ, મોહનભાઈ ડાહ્યાલાલ (જ. 22 ફેબ્રુઆરી 1924; અ. 1995) : સિવિલ એન્જિનિયર, ઉચ્ચ સ્તરના વહીવટકર્તા. જન્મ એક સામાન્ય ખેડૂત કુટુંબમાં. પિતા ડાહ્યાભાઈનું દૃઢનિશ્ચયીપણું અને ખેડૂતોને છાજે તેવી કરકસર તથા તેમનાં માતાનો પ્રેમ મોહનભાઈની પ્રત્યેક પ્રવૃત્તિમાં પ્રતિબિંબિત થયેલાં જોવા મળતાં. મોહનભાઈમાં તેજસ્વિતા, નિયમિતતા અને નિષ્ઠા જોવા મળતાં. તેમણે પ્રાથમિક અને માધ્યમિક…

વધુ વાંચો >

પરિપ્રેક્ષ્ય-આલેખન (perspective-drawing)

પરિપ્રેક્ષ્ય–આલેખન (perspective-drawing) : વસ્તુના યથાર્થદર્શન માટેનું આલેખન. પરિપ્રેક્ષ્ય આલેખનમાં એક ચોક્કસ દૃષ્ટિબિંદુથી વસ્તુ વાસ્તવમાં જેવી દેખાય તેવી એક સમતલ સપાટી ઉપર દોરવામાં આવે છે. એ આયોજનના તબક્કે ઊપસતી વસ્તુની તસવીર છે. વાસ્તવિક તસવીર માટે વસ્તુની હયાતી હોવી જરૂરી છે, જ્યારે પરિપ્રેક્ષ્ય-આલેખન એ હયાતી વિના અનુપ્રક્ષેપ (plan) તથા ઉત્-વિક્ષેપ-આલેખન(elevation)ની મદદથી કરવામાં…

વધુ વાંચો >

પરિવહન

પરિવહન માનવી તેમ જ માલસામાનને લાવવા – લઈ જવા (યાતાયાત) માટે વપરાતાં સાધનો અને સગવડોને લગતી બાબત. આદિકાળથી માનવીની ભૌતિક સુખસુવિધામાં, માનવીની તેમજ તેને ઉપયોગી માલસામાનની પરિવહનગત સાનુકૂળતાએ ઘણો મોટો ભાગ ભજવ્યો છે. આ કારણે પરિવહનનાં સાધનોમાં સતત વિકાસ થતો રહ્યો છે. પરિવહન માટે પ્રાચીન કાળમાં પશુઓનો ઉપયોગ થતો. ત્યારથી…

વધુ વાંચો >

પંડ્યા (ડૉ.) અનંત હીરાલાલ

પંડ્યા, (ડૉ.) અનંત હીરાલાલ (જ. 11 જુલાઈ 1909, ભાવનગર; અ. 1 જૂન 1951, કોલકાત્તા) : ગુજરાતના ઉત્તમ કોટીના ઇજનેર, શિક્ષણકાર. પિતાએ અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ કરેલો અને તેઓ કૃષિ-ઇજનેર હતા. બાલ્યાવસ્થામાં તેઓ મહાત્મા ગાંધી, રવીન્દ્રનાથ ટાગોર અને સરદાર પૃથ્વીસિંહ(ક્રાંતિકાર)ને મળ્યા હતા. સર્જનાત્મકતા, સ્વતંત્ર વિચારો અને રાષ્ટ્રીય ભાવનાના ગુણોને લીધે તેઓ નાનપણથી…

વધુ વાંચો >

પાઇપલાઇન

પાઇપલાઇન : બંધ પોલી લાંબી વાહિકા(conduit)ઓનું તંત્ર જે મોટાભાગે પ્રવાહી કે વાયુમય પદાર્થોનું ખૂબ મોટા જથ્થામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવા માટે વાપરવામાં આવે છે. મોટાભાગે પાઇપલાઇન જમીનમાં 1થી 2 મીટર ઊંડે નાખવામાં આવે છે; આમ છતાં સંજોગો મુજબ તે રણમાં જમીનની ઉપર જમીનને અડીને; નદી, તળાવ કે દરિયાના…

વધુ વાંચો >

પાદ

પાદ : બાંધકામના માપનો એકમ. પાદના સ્થાપત્ય તથા બાંધકામના સંદર્ભમાં બે અર્થ થાય છે : (1) પાયો અને (2) પગલું કે પગ. પગલું એ અર્થ માપના સંદર્ભમાં વિશેષ ઉચિત છે. પગલાં પ્રમાણે માપ લેવાની પ્રથા ઘણી જ પ્રચલિત છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ વપરાય છે. અંગ્રેજીમાં ‘ફૂટ’ શબ્દ આના પરથી…

વધુ વાંચો >