સિવિલ ઇજનેરી

કૉંક્રીટ (Concrete)

કૉંક્રીટ (Concrete) સિમેન્ટ, કપચી (મોટા કંકર, coarse aggrecgate અથવા gravel), રેતી (નાના કંકર, fine aggreate) અને પાણીનું મિશ્રણ કરવાથી મળતો બાંધકામ માટે ઉપયોગી પદાર્થ. તેને સાદો (plain) કૉંક્રીટ કહે છે. ‘કાક્રીટ’ શબ્દ લૅટિન શબ્દ ‘concretus’ (= to grow together) પરથી ઉદભવ્યો છે. કૉંક્રીટમાં પ્રત્યેક ઘટકનું વિશિષ્ટ મહત્વ હોય છે. સખત…

વધુ વાંચો >

ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન.

ખોસલા, એ. (અયોધ્યાનાથ) એન. (જ. 18 ડિસેમ્બર 1892, જલંધર, પંજાબ; અ. 29 મે 1984) : ભારતના ઉચ્ચ કોટિના સિવિલ એન્જિનિયર. સિંચાઈ ઇજનેરીના તેઓ પ્રખર તજ્જ્ઞ હતા. તેમણે ખોસલા થિયરી તરીકે ઓળખાતા સિંચાઈ ઇજનેરીના સિદ્ધાંત માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવેલી. મહાવિદ્યાલયનો શરૂઆતનો અભ્યાસ તેમણે લાહોરના ડી.એ.વી. મહાવિદ્યાલયમાં તથા ઇજનેરી વિદ્યાનો ઉચ્ચ અભ્યાસ…

વધુ વાંચો >

જળવિતરણ

જળવિતરણ : જળસ્રોતોનું વિતરણ તથા રાસાયણિક ઉપચારને આવરી લેતી સિવિલ ઇજનેરીની એક શાખા. સામાન્ય રીતે મ્યુનિસિપલ વારિગૃહો અંગે આ શબ્દ પ્રયોજાય છે; પરંતુ ઉદ્યોગ માટે, સિંચાઈ માટે તથા અન્ય જરૂરિયાતોને પણ આ શબ્દપ્રયોગ આવરી લે છે. જળસંચારણ તથા વિતરણ (transmission & distribution) : જુદા જુદા સ્રોતો દ્વારા મેળવેલા પાણીનું જનસમુદાય…

વધુ વાંચો >

ડ્યુપ્યુટ, એ. જે.

ડ્યુપ્યુટ, એ. જે. (જ. 18 મે 1804, ફોસૅનો, પિડમૉન્ટ; અ. 5 સપ્ટેમ્બર 1866, પૅરિસ) : ફ્રેન્ચ સિવિલ ઇજનેર. અર્થશાસ્ત્રીય ર્દષ્ટિકોણથી જાહેર બાંધકામના ક્ષેત્રનું ખર્ચ-લાભ-વિશ્લેષણ (cost-benefit analysis) કરવાની પહેલ કરનાર. ફ્રાન્સના જાહેર બાંધકામ વિભાગમાં અધિકારી તરીકે ફરજ બજાવતાં આ ઇજનેરને તેની વ્યાવસાયિક જવાબદારીઓ દરમિયાન જાહેર બાંધકામ પર થતા ખર્ચ અને તેના…

વધુ વાંચો >

ડ્રૅગન બીમ

ડ્રૅગન બીમ : છાપરાના માળખાની રચનામાં વપરાતો લાકડાનો ટુકડો, જે વૉલ પ્લેટ વડે બનતા ખૂણાના બે ભાગ પાડે. ડ્રૅગન બીમનો એક છેડો ડ્રૅગન ટાઇ પર ટેકવાય છે અને બીજો છેડો ખૂણાના શફટરના છેડા સાથે જોડાય છે. ડ્રૅગન બીમ તથા ડ્રૅગન ટાઇની રચનાથી વૉલ પ્લેટના ખૂણા ખૂલી જતા નથી અને છાપરાનું…

વધુ વાંચો >

ઢળતી સપાટી

ઢળતી સપાટી (inclined plane) : ક્ષૈતિજ તલને સમાંતર ન હોય તેવી સપાટી. સમુદ્રજલતલને સ્પર્શરેખીય હોય તે તલને  ક્ષૈતિજ તલ કહેવાય. કોઈ પણ સપાટી ઢળતી છે કે કેમ તે અન્ય સપાટીના સંદર્ભમાં નક્કી કરાય છે. સંદર્ભ સપાટી તરીકે ક્ષૈતિક તળ લેવાય છે. પુલના બંને છેડાના રસ્તાઓ, સીડીઓ, છાપરાંઓ વગેરે ઢળતી સપાટીનાં…

વધુ વાંચો >

થિયોડોલાઇટ

થિયોડોલાઇટ : ક્ષૈતિજ ખૂણાઓ તેમજ ઊર્ધ્વ ખૂણાઓ માપવા માટેનું સર્વેક્ષણ-ઉપકરણ. માલારેખણ સર્વેક્ષણમાં ક્ષૈતિજ ખૂણાઓ માપવા પડે છે. કોઈ પણ રેખાને લંબાવનાર માટે તેમજ એક જ રેખા ઉપર વિવિધ બિન્દુઓ નક્કી કરવા માટે પણ આ ઉપકરણનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત જમીનનો ઢોળાવ તેમજ રસ્તાના વળાંક નક્કી કરવા માટે આ ઉપકરણનો…

વધુ વાંચો >

દૂરસંવેદન

દૂરસંવેદન (remote sensing) : દૂરના પદાર્થ(object)નું સ્પર્શ કર્યા વગર સંવેદન. દૂરના પદાર્થ અંગેની માહિતી મેળવવાના સાધનને સંવેદક કહેવાય છે. ઉદાહરણ તરીકે કૅમેરા. આંખ, કાન, ચામડી અને નાક આપણા શરીરનાં સંવેદકો છે. તેમની મદદથી અનુક્રમે જોઈ, સાંભળી, તાપમાનનો અનુભવ અને ગંધ પારખી શકાય છે. આંખ દૂરના પદાર્થમાંથી નીકળતાં વિદ્યુતચંબકીય કિરણોને ગ્રહણ…

વધુ વાંચો >

ધાનક, ગોવિંદરાયજી

ધાનક, ગોવિંદરાયજી (જ. 7 માર્ચ 1909, મેંદરડા, જિ. જૂનાગઢ; અ. 14 એપ્રિલ 1965, ન્યૂ દિલ્હી) : ગુજરાતના એક સમર્થ ઇજનેર. શૈક્ષણિક કારકિર્દી શરૂઆતથી જ ઉજ્જ્વલ. બૃહદ મુંબઈ રાજ્યમાં ઇજનેરી સેવામાં સીધા ભરતી થયેલ. સરકારી ઇજનેરી મહાવિદ્યાલય પુણેમાં બી.ઈ.(સિવિલ)ના અંતિમ વર્ષમાં પરીક્ષાની તૈયારી કરતા હતા ત્યારે જ થોડાક પસંદગી પામેલા વિશિષ્ટ…

વધુ વાંચો >

ધારક દીવાલ

ધારક દીવાલ : બોજ વહન કરતી દીવાલ. માલસામાન, યંત્રસામગ્રી, છાપરું કે સ્લૅબ, બીમ, લાદી તેમજ અન્ય નિર્જીવ કે જીવંત બોજને પોતાના ઉપર ધારણ કરીને મકાનના પાયા દ્વારા તેને જમીન ઉપર પહોંચાડવાનું કાર્ય  ધારક દીવાલ કરે છે. જે દીવાલને પોતાના વજન સિવાયનો અન્ય મહત્વનો બોજ ધારણ કરવાનો નથી હોતો તેવી દીવાલને…

વધુ વાંચો >