પાદ : બાંધકામના માપનો એકમ. પાદના સ્થાપત્ય તથા બાંધકામના સંદર્ભમાં બે અર્થ થાય છે : (1) પાયો અને (2) પગલું કે પગ. પગલું એ અર્થ માપના સંદર્ભમાં વિશેષ ઉચિત છે. પગલાં પ્રમાણે માપ લેવાની પ્રથા ઘણી જ પ્રચલિત છે અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ વપરાય છે. અંગ્રેજીમાં ‘ફૂટ’ શબ્દ આના પરથી જ પ્રચલિત થયો છે.

રવીન્દ્ર વસાવડા