ઇંગ્લિશ બૉન્ડ

January, 2002

ઇંગ્લિશ બૉન્ડ : ઈંટના બાંધકામમાં દીવાલની રચનાની એક પદ્ધતિ. તેમાં દીવાલના થરોમાં એક ઉપર એક એમ ઈંટની પાટી(stretch)ની અને તોડા(header)ની ગોઠવણી કરવામાં આવે છે, જેથી બાજુમાંથી જોતાં ઉપર પ્રમાણેની રચના દેખાય. આ જાતની ગોઠવણીમાં ઈંટો ગોઠવવાની સુવિધા હોય છે. પરંતુ દરેક થરમાં સાંધાઓનું પ્રમાણ અલગ હોય છે. ફક્ત તોડાવાળા થરમાં પાટીવાળા થર કરતાં બમણા સાંધા આવે છે. આને લીધે જો ઈંટોની બનાવટ સરખી ન હોય તો દીવાલની બાજુઓ અણસરખી સપાટીની થાય છે. આ ઉપરાંત ઈંટના બાંધકામની બીજી પદ્ધતિ છે ફ્લેમિશ. તેના બે પ્રકાર છે – સિંગલ અને ડબલ.

રવીન્દ્ર વસાવડા