સિંધી સાહિત્ય

મલકાણી, મંઘારામ ઉધારામ

મલકાણી, મંઘારામ ઉધારામ (જ. 24 ડિસેમ્બર 1896, હૈદરાબાદ, સિંધ; અ. 1 ડિસેમ્બર 1980, મુંબઈ) : સિંધી સાહિત્યકાર. તેમના પિતા ઉધારામ જમીનદાર હતા. બચપણથી જ મંઘારામને સાહિત્ય, રંગમંચ અને રમતગમત પ્રત્યે રુચિ હતી. બી.એ. થઈને કરાંચીની ડી. જે. સિંઘ કૉલેજમાં અધ્યાપન. 1924થી 1930 સુધી અંગ્રેજી સાહિત્યની ચુનંદી કૃતિઓના સિંધીમાં અનુવાદ કરવાની…

વધુ વાંચો >

માઉ

માઉ (1979) : સિંધી વાર્તાકાર અને નવલકથાકાર મોહન કલ્પના-લિખિત નવલકથા. વિભાજન-વિભીષિકા, કોમવાદની જ્વાળા, વિશૃંખલિત સિંધી સમાજની કષ્ટદાયક પરિસ્થિતિ તથા પુનર્વસવાટ માટેના વિડંબનાયુક્ત સંઘર્ષની આ નવલકથા ‘માઉ’(માતા)ની નાયિકા કલ્યાણી તથા તેનો પુત્ર હશમત – એ બંને યાદગાર પાત્રો બની રહ્યાં છે. સિંધમાં યુવાન હશમતને નિયાઝી નામક મુસ્લિમ યુવતી સાથે પ્રણયસંબંધો પાંગર્યા…

વધુ વાંચો >

માલ્હી, ગોવિંદ

માલ્હી, ગોવિંદ (જ. 5 ઑગસ્ટ 1921, ઠારૂશાહ, જિલ્લો નવાબશાહ, સિંધ) : સિંધી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર. મૂળ અટક ખટ્ટર. ‘માલ્હી’ તેમનું તખલ્લુસ છે. કરાંચીની ડી. જે. સિંધ કૉલેજમાંથી કલાના સ્નાતક. 1944માં એલએલ.બી. થયા. સિંધની તત્કાલીન સામાજિક અને રાજકીય પરિસ્થિતિ તથા રાષ્ટ્રીય ચેતનાના અનુસંધાનમાં એક જાગ્રત યુવકના નાતે તેઓ વિવિધ પ્રવૃત્તિઓની સાથે…

વધુ વાંચો >

મિર્ઝા, ક્લીચબેગ

મિર્ઝા, ક્લીચબેગ (જ. 7 ઑક્ટોબર 1853, ટંડા, સિંધ; અ. 3 જુલાઈ 1929, હૈદરાબાદ, પાકિસ્તાન) : અર્વાચીન સિંધી સાહિત્યના પ્રારંભિક તબક્કાના અગ્રણી લેખક. મૂળે જ્યૉર્જિયાના ખ્રિસ્તી વંશના. તુર્કોએ જ્યૉર્જિયા કબજે કરીને ખ્રિસ્તી લોકોને કેદી બનાવી તહેરાન મોકલ્યા તેમાંના સિડની નામના ખ્રિસ્તી બાળકને અન્ય સોગાતોની સાથે તહેરાનમાંથી સિંધના મીર શાસકો પાસે ભેટ…

વધુ વાંચો >

મીરચંદાણી, તારા

મીરચંદાણી, તારા (જ. 6 જુલાઈ 1930, હૈદરાબાદ, સિંધ, હાલ પાકિસ્તાન) : સિંધી નવલકથાકાર, વાર્તાકાર તથા નાટ્યકાર. તેમને ‘હઠયોગી’ નામક નવલકથા માટે 1993ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. માત્ર 17 વર્ષની નાની વયે લેખનકાર્યનો પ્રારંભ કર્યો. તેમનો લખવા-વાંચવાનો સાહિત્યિક શોખ પ્રોફેસર એમ. યુ. મલકાણીના સહવાસથી કેળવાયો–પોષાયો. તેમની પ્રથમ…

વધુ વાંચો >

મુંહિજી હયાતીઅ જા સોના રોપા વર્ક

મુંહિજી હયાતીઅ જા સોના રોપા વર્ક (1981) : સિંધી લેખિકા પોપટી હીરાનંદાણી(જ. 1924)ની આત્મકથા. આ કૃતિને 1982નો ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો. ટૂંકી વાર્તા, નવલકથા અને નિબંધક્ષેત્રે પોતાનું ઉલ્લેખનીય યોગદાન આપનારાં આ લેખિકાની આત્મકથામાં કુલ 14 પ્રકરણો છે. લેખિકાએ પોતાના બાળપણથી પ્રૌઢાવસ્થા સુધીની જીવનયાત્રાની મહત્વપૂર્ણ ઘટનાઓનું સંપૂર્ણ સચ્ચાઈથી…

વધુ વાંચો >

મેરો સિજ

મેરો સિજ (1984) : સિંધી ગઝલસંગ્રહ. અમદાવાદના વતની, કવિ અર્જન હાસિદ(જ. 1930)ની ગણના સિંધીના આધુનિક કવિઓમાં ઉત્તમ કક્ષાના ગઝલકારોમાં થાય છે. એમણે સિંધી સાહિત્યની પ્રગતિવાદી પરંપરાના સમયથી કાવ્યો લખવાની શરૂઆત કરી હતી. ત્યારથી એમનું કાવ્યસર્જન અવિરામ ચાલુ રહ્યું છે. એમને ‘મેરો સિજ’ ગઝલસંગ્રહ માટે વર્ષ 1985નું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક…

વધુ વાંચો >

મોટવાની, હરિ

મોટવાની, હરિ [જ. 30 નવૅમ્બર 1929, લારકાનો (હવે પાકિસ્તાનમાં)] : સિંધી સાહિત્યકાર. તેમની નવલકથા ‘આઝો’ને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1995ના વર્ષનો ઍવૉર્ડ અપાયો હતો. છેલ્લાં 35 વર્ષથી તેમણે સિંધીના પ્રખ્યાત સામયિક ‘કૂંજ’નું સંપાદન કર્યું છે. 1975માં ટૂંકી વાર્તાનો તેમનો પ્રથમ સંગ્રહ ‘હિક લકીર’ પ્રગટ થયો; તેમની ટૂંકી વાર્તાના 4 સંગ્રહો, 4…

વધુ વાંચો >

મોતીપ્રકાશ

મોતીપ્રકાશ (જ. 1931, દડો, સિંધ) : સિંધી સાહિત્યકાર. તેમની ‘સે સભ સંધ્યમ સાહ સે’ નામની કૃતિને 1988ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે દુબાઈ(યુ.એ.ઈ.)ની ‘ઇન્ડિયન હાઈસ્કૂલ’માં આચાર્ય તરીકે સેવા આપી હતી. ત્યાં એમણે 1977થી 2002 સુધી આચાર્યનો હોદ્દો નિભાવ્યો. નિવૃત્ત થઈને આદિપુર આવીને સિંધી અકાદમીની સ્થાપના કરી. તેમણે…

વધુ વાંચો >

મોરવાણી, ઢોલણ ‘રાહી’

મોરવાણી, ઢોલણ ‘રાહી’ (જ. 6 જુલાઈ 1949, અજમેર, રાજસ્થાન) : સિંધી કવિ. તેમને તેમની કૃતિ ‘અંધેરો રોશન થિયે’ માટે 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે સિંધી ભાષા અને સાહિત્યમાં એમ.એ. તથા મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ ઉચ્ચતર માધ્યમિક શાળામાં અધ્યાપક રહેલા. તેઓ અંગ્રેજી અને…

વધુ વાંચો >