સાહિત્યપ્રકાર
સનેડો
સનેડો : સાખીયુક્ત રમૂજી નાટ્યાત્મક કથાગીતનો, પૂર્વ પરંપરામાં નવું પોષણ પામીને વિકસેલો અને લોકપ્રિય બનેલો એક પ્રકાર. વિશેષત: ઉત્તર ગુજરાતમાં અસ્તિત્વ ધરાવતા, લોકરંજક તત્ત્વો, વિશિષ્ટ કથાવસ્તુ અને લોકઢાળ ધરાવતા આ આધુનિક પ્રકારનાં મૂળ પ્રાચીન-મધ્યકાલીન રમૂજી નાટ્યાત્મક ગીતોની પરંપરામાં છે. ‘સનેડો’ની વ્યુત્પત્તિ સંસ્કૃત શબ્દ ‘સ્નેહ’ને ‘ડો’ પ્રત્યય લગાડીને થઈ છે. ‘સ્નેહ’નું…
વધુ વાંચો >સમાંતર ફારસો
સમાંતર ફારસો : પ્રહસન, કૉમેડી, ફાર્સ વગેરે નામે ઓળખાતા હાસ્યપ્રધાન અથવા હળવાશ પ્રેરતા નાટ્યપ્રકારોમાં તો વિનોદતત્ત્વ જ પ્રધાન રૂપે પ્રવર્તે છે; પરંતુ અન્ય વીર-શૃંગારાદિ રસોના પ્રાધાન્યવાળાં ગંભીર નાટકોમાં પણ વિનોદપ્રેરક અંશોનું નિરૂપણ થતું હોય છે. તેવો પ્રયોગ ભાવકની નાટ્યગતનિરૂપણના પરિણામે અતિગંભીર, તીવ્ર વિષાદમય અથવા તંગ થઈ જતી મન:સ્થિતિને હળવી કરવા…
વધુ વાંચો >સરજૂ-ગાન
સરજૂ–ગાન : સૌરાષ્ટ્રના વૈશ્યસુતાર, સોરઠિયા રબારી અને ભોપા રબારીઓમાં ગાવામાં આવતાં શક્તિસ્તોત્રો માંહેનો એક પ્રકાર. આ જાતિ-જ્ઞાતિમાં નવરાત્રિના સમયે તથા શેલણ/છેલણ, કળશ અને પૂજ જેવી બાધાની વિધિઓના સમયે શક્તિસ્તોત્રનો વિશિષ્ટ પ્રકાર ઊંચા અને આંદોલિત સ્વરે ગવાય છે અને તે ગાનરચનાના પ્રત્યેક શબ્દના પ્રત્યેક અક્ષરની વચ્ચે હા-હે-હો જેવા બીજમંત્રરૂપ અક્ષરો ઉમેરીને…
વધુ વાંચો >સંબોધનકાવ્ય
સંબોધનકાવ્ય : (જુઓ ઓડ.) ગુજરાતી સાહિત્યમાં ‘ઓડ’ની સંજ્ઞા આપી શકાય એવાં ‘ઉદ્બોધન’કાવ્ય. તેનો પ્રયોગ છેક દલપત-નર્મદથી માંડીને રાજેન્દ્ર શાહ ને તે પછીના કવિઓએ કરેલો છે. બલવંતરાય ક. ઠાકોરે ‘લિરિક’ મહાનિબંધમાં ઓડનો ઉલ્લેખ ‘ભાવનિક’ કે ‘વિભાવિકા’ તરીકે પણ કરી શકાય એમ જણાવ્યું છે. ‘ઓડ’ એટલે ‘સંબોધનકાવ્ય’. આ પ્રકારનું કાવ્ય દીર્ઘ, ભારઝલ્લું…
વધુ વાંચો >સંવાદ
સંવાદ : સામાન્ય અર્થમાં બે કે બેથી વધુ વ્યક્તિ વચ્ચે, ખાસ કરીને નાટક કે નવલકથા આદિમાં થતી વાતચીત. સાહિત્યના એક સ્વરૂપ તરીકે તેમાં જુદા જુદા તાત્ત્વિક કે બૌદ્ધિક મતમતાંતરોનું કાળજીપૂર્વક નિરૂપણ કરાતું હોય છે. સિસિલાના તાલબદ્ધ કે લયને અનુસરનારા ગદ્યમાં લખાયેલ, મશ્કરીથી ભરપૂર સંવાદો ‘માઇમ’ સૌથી જૂના છે. સિરાક્યૂસના સોફ્રોને…
વધુ વાંચો >સાખી
સાખી : દોહા કે અન્ય માત્રિક છંદનાં બે ચરણ ધરાવતો, ભજનના આરંભમાં કે કથાત્મક દીર્ઘ વા મધ્યમ કદની સમૂહગેય રચનામાં વિલંબિત લયમાં ગવાતો ઢાળ. ‘સાખી’ શબ્દના મૂળમાં સંસ્કૃત ‘સાક્ષી’ શબ્દ છે. જ્યારે કોઈ વાતને સત્ય અને શ્રદ્ધેય ઠરાવવાની થાય ત્યારે તેમાં મુખ્ય બે પક્ષમાંથી એકેયના પક્ષમાં ન ગણાય એવા તટસ્થ…
વધુ વાંચો >સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા
સારસંક્ષેપ અને સારસંક્ષેપસેવા : મૂળ લખાણનો સારભૂત સંક્ષેપ અને તેને લગતી સેવા. સારસંક્ષેપ એટલે મૂળ લખાણનું સંક્ષિપ્ત અને સઘન સ્વરૂપ. સાર મૂળ કથાવસ્તુના નિચોડરૂપ હોય છે. પંદરમી સદીમાં વૈજ્ઞાનિકો તેમનાં સંશોધનોનાં પરિણામોનું સારસંક્ષેપન કરીને અન્યને આપતા હતા. તેના ઉપરથી સંપૂર્ણ પાઠ જેઓ માગે તેઓને મોકલતા હતા. અહીં મૂળ ધ્યેય માહિતી-વિનિમયનું…
વધુ વાંચો >સાહિત્ય
સાહિત્ય : વાઙ્મયનો એક પ્રકાર. વાક્ એટલે ચોક્કસ પ્રકારના અર્થવાળી શબ્દરચના. વાક્ની બનેલી રચના તે વાઙ્મય. વાઙ્મયના સાહિત્ય અને શાસ્ત્ર બે પ્રકાર છે. દંડી અને રાજશેખર તેને (1) વક્રોક્તિનું બનેલું કલ્પનોત્થ લલિત સાહિત્ય અને (2) વાસ્તવિક સૃષ્ટિનું યથાતથ નિરૂપણ કરતું લલિતેતર સાહિત્ય – બે પ્રકાર આપે છે. આમ શાસ્ત્રમાં સ્વભાવોક્તિનું…
વધુ વાંચો >સાહિત્ય (પાશ્ર્ચાત્ય દૃષ્ટિએ)
સાહિત્ય (પાશ્ર્ચાત્ય દૃષ્ટિએ) : આનંદ અને બોધ અર્થે કલ્પના, ઊર્મિ અને ચિંતનના પ્રવર્તન દ્વારા માનવે સાધેલી વાઙ્મય અભિવ્યક્તિ. સાહિત્યકલાનો સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીતની સાથે લલિતકલા તરીકે સમાવેશ કરેલો છે. લુહારની, સુથારની, રાચરચીલું બનાવનારની, ઘર રંગનારની અને એવી બીજા કલાકારીગરીની કલાનો લલિતેતર વર્ગમાં સમાવેશ થાય છે. પહેલા વર્ગની કલાઓ ભાવકને આનંદ…
વધુ વાંચો >સાહિત્ય-વિવેચન
સાહિત્ય–વિવેચન સાહિત્યકૃતિ અંગેના વિચારણીય પ્રતિભાવથી લઈને સાહિત્યના સિદ્ધાંતોની વિચારણા સુધીનાં અનેક ઘટકો અને સ્તરોને સમાવતો વિચારવ્યાપાર. આ પ્રત્યેક ઘટક વિશેની સ્વતંત્ર, તેમજ એ ઘટકોને પરસ્પર સાંકળતી વિચારણાઓની એક સુદીર્ઘ અને સતત વિકસતી રહેલી પરંપરા બંધાયેલી છે. એટલે કે વિવેચન એક શાસ્ત્ર છે. જોકે આત્મલક્ષી આસ્વાદન અને વસ્તુલક્ષી તત્ત્વગ્રહણ – એવા…
વધુ વાંચો >