સમાજશાસ્ત્ર
ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયન નૅશન્સ (ASEAN)
ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયન નૅશન્સ (ASEAN) : દક્ષિણ પૂર્વ એશિયાના પાંચ દેશોએ પરસ્પર સહકાર દ્વારા આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક વિકાસ સાધવા 1967માં ઊભું કરેલું આંતરરાષ્ટ્રીય સંગઠન. તે પૂર્વે 1961માં ત્રણ દેશો – મલેશિયા, ફિલિપાઇન્સ અને થાઇલૅન્ડ દ્વારા ઍસોસિયેશન ઑવ્ સાઉથ ઈસ્ટ એશિયા (ASA) નામનું જે સંગઠન ઊભું કર્યું હતું…
વધુ વાંચો >ઍંજલ્સ, ફ્રેડરિક
ઍંજલ્સ, ફ્રેડરિક (જ. 28 નવેમ્બર 1820, બાર્મેન, પ્રુશિયા; અ. 5 ઑગસ્ટ 1895, લંડન) : જર્મન સમાજવાદી ચિંતક, કાર્લ માર્કસનો નિકટનો સાથી તથા ક્રાંતિકારી માર્કસવાદી વિચારસરણીના ઘડતરમાં પાયાનું યોગદાન આપનાર સુવિખ્યાત દાર્શનિક. ઇંગ્લૅન્ડના ઔદ્યોગિક નગર માન્ચેસ્ટર ખાતે પિતાનું કારખાનું હોવાથી ફ્રેડરિકનું મોટાભાગનું જીવન ઇંગ્લૅન્ડમાં પસાર થયું હતું. 1844માં પૅરિસ ખાતે માકર્સ…
વધુ વાંચો >ઓવેન, રૉબર્ટ
ઓવેન, રૉબર્ટ (જ. 14 મે 1771, યુ. કે.; અ. 17 નવેમ્બર 1858, યુ. કે.) : ઇંગ્લૅન્ડના સમાજવાદી ઉદ્યોગપતિ અને આદર્શપ્રેમી પ્રયોગલક્ષી ચિંતક. 10 વર્ષની ઉંમરે વણકર તરીકે તાલીમ લીધી. 19 વર્ષની ઉંમરે મૅંચેસ્ટરની એક મોટી મિલમાં સુપરિન્ટેન્ડન્ટ નિમાયા. ટૂંક સમયમાં તેમણે પોતાની કાર્યદક્ષતાથી મિલને દેશની પ્રથમ પંક્તિની મિલ બનાવી. તેના…
વધુ વાંચો >ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો
ઔદ્યોગિક સંચાલનમાં શ્રમિકોનો ફાળો : ઉચિત પ્રતિનિધિત્વ દ્વારા ઔદ્યોગિક તંત્રની નિર્ણયપ્રક્રિયાના પ્રત્યેક સ્તરના વ્યવસ્થાપનમાં શ્રમિકોની ભાગીદારી. આ ભાગીદારીનું સ્વરૂપ અને તેનો વ્યાપ પ્રત્યેક દેશની સામાજિક-આર્થિક વિચારસરણી, નીતિ અને ધ્યેય ઉપર અવલંબે છે. વ્યવસ્થાપનની ર્દષ્ટિએ જોઈએ તો તેનો અર્થ નિર્ણય પહેલાંનો સંયુક્ત પરામર્શ એમ થઈ શકે. શ્રમિકોની ર્દષ્ટિએ તે સામુદાયિક નિર્ણય…
વધુ વાંચો >ઔદ્યોગિક સંબંધો
ઔદ્યોગિક સંબંધો આધુનિક ઔદ્યોગિક સમાજમાં ઉત્પાદન એકમો પર માલિકી ધરાવતા વર્ગ તથા શ્રમજીવી વર્ગ વચ્ચેના આર્થિક સંબંધોમાંથી ઉદભવતા વ્યવહારો અને રીતિનીતિની હારમાળા. 1760-1830 દરમિયાન ઔદ્યોગિક ક્ષેત્રે પાયાના ફેરફારો થયા તે ‘ઔદ્યોગિક ક્રાંતિ’ નામથી ઓળખાય છે. તેને પરિણામે એક નવી ઉત્પાદનપદ્ધતિનું સર્જન થયું અને તેની સાથે અવિભાજ્ય રીતે સંકળાયેલા, એકબીજાને પૂરક…
વધુ વાંચો >કરિશ્મા
કરિશ્મા : કુદરતી બક્ષિસરૂપે વ્યક્તિને મળેલી અસાધારણ કે વિશિષ્ટ શક્તિ. ‘કરિશ્મા’ શબ્દ મૂળ લૅટિન છે. તેનો ઉલ્લેખ ન્યૂ ટેસ્ટામેન્ટમાં મળે છે. ‘કરિશ’નો અર્થ અનુગ્રહ કે કૃપા થાય છે અને ધર્મ કે ઈશ્વર સંબંધી વિચારણામાં એનો ઉપયોગ થયેલો છે. દૈવીકૃપા રૂપે પ્રાપ્ત થયેલ ગુણને કારણે વ્યક્તિમાં દિવ્યતાનું આરોપણ થતું હોય છે.…
વધુ વાંચો >કર્વે ઇરાવતી દિનકર
કર્વે, ઇરાવતી દિનકર (જ. 15 ડિસેમ્બર 1905, બ્રહ્મદેશ; અ. 11 ઑગસ્ટ 1970, પુણે) : સુવિખ્યાત માનવશાસ્ત્રજ્ઞ, સમાજશાસ્ત્રજ્ઞ તથા લેખિકા. પિતા બ્રહ્મદેશમાં ઇજનેરના પદ પર સરકારી નોકરીમાં હતા. 1920માં મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1926માં પુણે ખાતેની ફર્ગ્યુસન કૉલેજમાંથી દર્શનશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી પ્રાપ્ત કરી. તે પછી સુપ્રસિદ્ધ સમાજશાસ્ત્રી…
વધુ વાંચો >