સમાજશાસ્ત્ર

આફ્રિકી આદિવાસીઓ

આફ્રિકી આદિવાસીઓ : જુઓ,   ‘આદિવાસી સમાજ’

વધુ વાંચો >

આમટે, બાબા

આમટે, બાબા (જ. 26 ડિસેમ્બર 1914; અ. 9 ફેબ્રુઆરી 2008, આનંદવન, વરોરા, જિલ્લો ચંદ્રપુર, મહારાષ્ટ્ર) : ભારતના પ્રતિભાસંપન્ન સમાજસેવક, ચિંતક, કવિ. રક્તપિત્તના રોગીઓ, અપંગો અને આદિવાસીઓ સ્વમાનથી જીવી શકે એ માટે તેમણે અથાગ પરિશ્રમથી સ્થાપેલી સંસ્થાઓ જગતભરમાં વિખ્યાત છે. બાળપણથી જ તેઓ કંઈક કરી છૂટવા માટે સતત અજંપો અનુભવતા હતા.…

વધુ વાંચો >

આયંગર, સુષમા

આયંગર, સુષમા (જ. 9 જૂન 1963 વડોદરા) : કચ્છની મહિલાઓના વિકાસ અને સશક્તીકરણ માટે સમર્પિત સમાજસેવિકા. વડોદરા યુનિવર્સિટીમાંથી અનુસ્નાતક થઈ અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીમાંથી એમ.એસ.ની પદવી મેળવી. કારકિર્દીના આરંભે કયું ક્ષેત્ર હાથ ધરવું તેની વિમાસણમાં હતાં ત્યારે મહિલાસેવાની તીવ્ર આંતરિક ઇચ્છાશક્તિથી પ્રેરાઈ સામાજિક ક્ષેત્રે કામની શરૂઆત કરી. આ માટે તેમણે હસ્તકૌશલ્યમાં…

વધુ વાંચો >

આયુર્મર્યાદા

આયુર્મર્યાદા : સામાન્ય પરિસ્થિતિમાં વિભિન્ન દેશકાળનાં માનવ-જૂથોનો સરેરાશ માનવી કેટલાં વર્ષનું જીવન જીવી શકશે તે દર્શાવતો સમયાવધિ. તેને સરેરાશ આયુષ્ય કે અપેક્ષિત જીવનમર્યાદા (expectancy of life) પણ કહી શકાય. આયુર્મર્યાદા અંગેની સર્વપ્રથમ સારણી ઇંગ્લૅન્ડમાં 1853 માં પ્રકાશિત કરવામાં આવી હતી. ભારતમાં વસ્તીગણતરી થયા પછી તેને અંગેની વિગતો સાથે ભારતના નાગરિકોના…

વધુ વાંચો >

આંતરરાજ્ય માર્ગપરિવહન

આંતરરાજ્ય માર્ગપરિવહન : ભૂમિમાર્ગે યાત્રીઓ તથા માલસામાનની સુગમ ઝડપી અને સુરક્ષિત હેરફેર માટેની વ્યવસ્થા. ભારતમાં માર્ગપરિવહન વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે 1939માં મોટરવાહનધારો ઘડવામાં આવ્યો હતો. આ ધારાનો ગર્ભિત હેતુ માર્ગપરિવહનના ભોગે રેલપરિવહનને ઉત્તેજન આપવાનો હતો. પરિણામે ભારતનાં રેલમથકોને સાંકળી લેતી, સામાન્ય રીતે ટૂંકા અંતરની મોટરપરિવહન-સેવાઓના વિકાસને પ્રોત્સાહન આપવામાં આવતું. દેશ…

વધુ વાંચો >

ઇન્ટરનેશનલ કમિટી ઑવ્ ધ રેડ ક્રૉસ

ઇન્ટરનેશનલ કમિટી ઑવ્ ધ રેડ ક્રૉસ : યુદ્ધમાં ઈજા પામેલા સૈનિકોની સારવાર માટે પ્રારંભાયેલી અને પાછળથી સમસ્ત માનવજાતિની વેદનાના નિવારણને વરેલી આંતરરાષ્ટ્રીય માનવતાવાદી સંસ્થા. સ્વિટ્ઝર્લૅન્ડના માનવતાવાદી જ્યા હેન્રી દુનાંના એક પુસ્તકના પરિણામે આ સેવાસંસ્થાનો ઉદભવ થયો. જૂન, 1859ના સોલફરિનોના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકો માટે જ્યા હેન્રી દુનાંએ તાકીદની સહાય-સેવાનું આયોજન કર્યું…

વધુ વાંચો >

ઉદ્યોગીકરણ

ઉદ્યોગીકરણ દેશમાં થતા ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયા. ઉદ્યોગોના ક્ષેત્રે રોકાયેલા કામદારોની સંખ્યા અને તેમના પ્રમાણમાં વધારો થતો રહે તથા દેશમાં થતી ચીજવસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં ઔદ્યોગિક ઉત્પાદનનો ફાળો વધતો રહે તેને દેશનું ઉદ્યોગીકરણ કહેવામાં આવે છે. દુનિયાના બધા જ વિકસિત દેશોમાં ખેતીની તુલનામાં ઉદ્યોગોના ક્ષેત્રે વધુ પ્રમાણમાં કામદારો રોકાયેલા હોય…

વધુ વાંચો >

ઉપવાસ

ઉપવાસ ઉપવાસ (હિંદુ ધર્મમાં) ઉપવાસ (उप + वस्) એટલે સમીપે રહેવું. ઇન્દ્રિય નિગ્રહપૂર્વક મનને ઇષ્ટદેવમાં પરોવવું એ તેનો ફલિતાર્થ છે. વૈદિક તેમજ સ્માર્ત કર્મકાંડમાં મુખ્ય કર્મવિધિ જે દિવસે કરવાનો હોય તેના આગલા દિવસે યજમાને તે કર્મમાં ઉપયુક્ત સાધનસંભાર અગ્નિશાળામાં એકઠાં કરી, દીક્ષા ગ્રહણ કરી, અનૃત વ્યવહાર તજી, સત્યાચરણપૂર્વક રાત્રે અગ્નિશાળામાં…

વધુ વાંચો >

ઍડમ્સ, જેન

ઍડમ્સ, જેન (જ. 6 સપ્ટેમ્બર 1860, સિડરવિલ, ઇલિનોય; અ. 21 મે 1935, શિકાગો) : 1931નું શાન્તિનું નોબેલ પારિતોષિક (નિકોલસ બટલરની સાથે) મેળવનાર અમેરિકી સમાજસુધારક, સામાજિક કાર્યકર તથા શાંતિનાં ચાહક. ગરીબો, મજૂરો અને હબસીઓના પ્રશ્નો હાથમાં લઈને તેમણે હલ હાઉસ નામની સંસ્થાની શિકાગોમાં સ્થાપના કરી હતી. સમાજસુધારણાના કાર્ય દ્વારા બાળકો માટેની…

વધુ વાંચો >

એથ્નૉમેથૉડૉલૉજી

એથ્નૉમેથૉડૉલૉજી (ethnomethodology) : સમાજવ્યવસ્થાને સમજવાની એક પદ્ધતિ. જ્ઞાનના સમાજશાસ્ત્રનું પ્રચલન કરવામાં કાર્લ મેન્હેઇમનું નામ નોંધપાત્ર છે. જ્ઞાનના સમાજશાસ્ત્રના વિકાસની સાથે સાથે સમાજવ્યવસ્થાને સમજવાની બે શાખાઓ અસ્તિત્વમાં આવી. ઘટનાવિજ્ઞાનની પદ્ધતિ (phenomenology) અને લોકાચાર પદ્ધતિ. સમાજશાસ્ત્રીય સિદ્ધાન્ત અને પદ્ધતિશાસ્ત્રના પરંપરાગત અભિગમથી જુદી પડતી આ બે પદ્ધતિઓ વિશેષ રૂપે વસ્તુલક્ષિતા, અંગત અનુભવ અને…

વધુ વાંચો >