સંસ્કૃતિ (સામાન્ય)
શૃંગેરી
શૃંગેરી : બૅંગાલુરુ-પૂના રેલવે માર્ગ પર બિરૂદ સ્ટેશનથી 120 કિમી. દૂર આવેલ ભારતનું પ્રસિદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર. આદિ શંકરાચાર્યે સ્થાપેલા ચાર મઠો પૈકીનો દક્ષિણનો મઠ શૃંગેરીમાં સ્થાપેલો છે. તુંગભદ્રા નદીને કિનારે આ નાનું નગર વસેલું છે. નદી પર પાકા ઘાટ બનેલા છે. ઘાટની ઉપર જ શંકરાચાર્યનો મઠ આવેલો છે. મઠના પરિસરમાં…
વધુ વાંચો >સત્યભામા
સત્યભામા : શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓ પૈકીની બીજી પટરાણી જે યાદવ રાજા સત્રાજિતની કન્યા હતી. સત્રાજિતને સૂર્ય પાસેથી સ્યમંતક મણિ પ્રાપ્ત થયો હતો, જે ચોરાઈ જતાં સત્રાજિતે ચોરીનો જૂઠો આરોપ શ્રીકૃષ્ણને માથે નાખ્યો પરંતુ જ્યારે ખબર પડી કે શ્રીકૃષ્ણ નિર્દોષ છે તો એણે શ્રીકૃષ્ણની ક્ષમા માગી અને પોતાની કન્યા સત્યભામાના લગ્ન…
વધુ વાંચો >સત્યવતી
સત્યવતી : વેદવ્યાસનાં માતા જેના પાછળથી રાજા શાંતનુ સાથે લગ્ન થયાં. એમને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો જન્મ્યા. સત્યવતીના જન્મ અંગેની કથા એવી છે કે, એની માતા અદ્રિકા, જે અપ્સરા હતી તે બ્રહ્માજીના શાપને કારણે માછલી બની ગઈ હતી. માછીમારોએ એ માછલીનું પેટ ચીર્યું તો એમાંથી સત્યવતી નીકળી. તેના…
વધુ વાંચો >સદગુરુ જગ્ગી વાસુદેવ
સદગુરુ જગ્ગી વાસુદેવ (જ. 3 સપ્ટેમ્બર 1957 મહિસુર, કર્ણાટક) : ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક અને પ્રમુખ. પિતાનું નામ ડૉ. વાસુદેવ અને માતાનું નામ સુશીલા વાસુદેવ. બાળપણથી જ જગ્ગી અત્યંત સાહસિક હતા. ઘરની નજીક આવેલા જંગલમાં બાળક જગ્ગી વારંવાર જતા. બાળક તરીકે જગ્ગીને પ્રકૃતિ સાથે અનોખો લગાવ હતો. અવારનવાર એવું થતું કે…
વધુ વાંચો >સપ્તદ્વીપ
સપ્તદ્વીપ : પુરાણોમાં વર્ણવેલા સાત દ્વીપ : જંબૂદ્વીપ, કુશદ્વીપ, પ્લક્ષદ્વીપ, શાલ્મલિદ્વીપ, ક્રૌંચદ્વીપ, શાકદ્વીપ અને પુષ્કરદ્વીપ. શાલ્મલિદ્વીપને ક્યાંક શાલભક્તિ પણ કહેવામાં આવેલ છે. જંબૂદ્વીપમાં ભારત આવે છે. સનાતનીઓ કર્મકાંડમાં સંકલ્પ લેતી વખતે આ દ્વીપનો નિર્દેશ કરે છે. જંબૂદ્વીપને આઠ લાખ માઈલ લાંબો અને એટલો જ પહોળો કહેવામાં આવ્યો છે. આ દ્વીપ…
વધુ વાંચો >સંજય
સંજય : મહાભારત અનુસાર ધૃતરાષ્ટ્રનો સારથિ અને પરામર્શદાતા. તે સૂત જાતિમાં ઉત્પન્ન થયો હતો. તે વેદવ્યાસનો કૃપાપાત્ર અને શ્રીકૃષ્ણનો ભક્ત હતો. દુર્યોધનના અત્યાચારોનો એ વિરોધ કરતો રહ્યો. એણે યુધિષ્ઠિર અને ધૃતરાષ્ટ્રને યુદ્ધ રોકવાની સલાહ આપી હતી. પાંડવો ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય મળવાથી શાંતિને માટે સમ્મત હતા પરંતુ કૌરવો માન્યા નહિ. તેણે ધૃતરાષ્ટ્રને…
વધુ વાંચો >સંસ્કૃતિ
સંસ્કૃતિ : માનવીને જંગલી અવસ્થામાંથી સભ્ય અવસ્થાએ લઈ જનાર પ્રક્રિયાઓ ને પરિબળો. સંસ્કૃતિ માનવસમાજની પેદાશ છે. મનુષ્યની બધા પ્રકારની ક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. સમાજના એકમ તરીકે પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે મનુષ્ય જે કાંઈ બૌદ્ધિક કે ભૌતિક ખેડાણ કરે છે તેનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. વિખ્યાત સમાજશાસ્ત્રી…
વધુ વાંચો >સાંદીપનિ
સાંદીપનિ : શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ અને કશ્યપ કુલના વિદ્વાન બ્રાહ્મણ. તેઓ ઉજ્જયિની કે અવંતિના નિવાસી હતા. ઉપનયન સંસ્કાર થયા પછી શ્રીષ્કૃણ અને બલરામે એમના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. સાંદીપનિએ બહુ જ ટૂંકા સમયમાં એ બંનેને વેદ, ઉપનિષદ, ધર્નુવેદ, રાજનીતિ, ચિત્રકલા, ગણિત, ગજશિક્ષા, અશ્વશિક્ષાદિનું ગહન અધ્યયન કરાવ્યું. ધનુર્વેદના તો…
વધુ વાંચો >સિંહાચલમ્
સિંહાચલમ્ : દક્ષિણ ભારતમાં વૉલ્ટેયર નગરની નિકટ આવેલું યાત્રાધામ. આ સ્થાન અહીંના વરાહમંદિર અને લક્ષ્મી-નૃસિંહ સ્વામીના મંદિરને કારણે ખૂબ પ્રસિદ્ધ છે. વરાહ મંદિરની મૂર્તિ વરાહની મૂર્તિ જેવી દેખાય છે પરંતુ લોકો એને નૃસિંહ મૂર્તિ કહે છે. એવી માન્યતા છે કે હિરણ્યકશિપુએ પોતાના પુત્ર પ્રહલાદને સમુદ્રમાં ડુબાડીને તેના પર આ પર્વત…
વધુ વાંચો >સુગ્રીવ
સુગ્રીવ : કિષ્કિંધાનો એક વાનર રાજા અને રાજા વાલીનો નાનો ભાઈ. એક વાર માયાવી રાક્ષસ સાથે લાંબા સમય સુધી એક ગુફામાં વાલીએ યુદ્ધ કર્યું. ઘણો વખત વીતી ગયો છતાં વાલી ગુફામાંથી બહાર ન આવ્યો અને ગુફામાંથી બહાર લોહી વહી આવેલું જોઈને સુગ્રીવે વાલીનો વધ થઈ ગયો છે એમ માની પોતે…
વધુ વાંચો >