સંસ્કૃતિ (સામાન્ય)
અંધશ્રદ્ધા
અંધશ્રદ્ધા : તર્કસંગત ન હોય તેવી, વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા. આધિદૈવિક અદૃશ્ય બળો, જાદુ, મેલી વિદ્યા, શુકન-અપશુકન, બૂરી નજર, ભૂત વગેરે વિશેની શ્રદ્ધા. અંધશ્રદ્ધાને ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય. (1) દરેક ધાર્મિક વ્યવસ્થા અંધશ્રદ્ધાને વધારવાનું વલણ ધરાવે છે. દા.ત., એક ખ્રિસ્તી એવું માનતો…
વધુ વાંચો >આઇલ્સ
આઇલ્સ : પાશ્ચાત્ય સંસ્કૃતિનાં દેવળોમાં દેવળના વચ્ચેના ભાગની બાજુમાં દેવળની અંદર ફરવાની સમાંતર જગ્યાઓ. ઘણુંખરું આ જગ્યાઓ સ્તંભોની કતારથી વચ્ચેના ભાગથી અલગ પડતી અને મુખ્ય ખંડના પ્રમાણમાં તે નીચી રહેતી. તેનો બીજો મજલો પણ રાખવામાં આવતો, જેથી ભાવિકો ઉપરના ભાગમાં પણ જઈ શકે અને ધાર્મિક પ્રસંગોમાં વધુ ભાવિકો દેવળની અંદર…
વધુ વાંચો >આઝટેક તિથિપત્ર
આઝટેક તિથિપત્ર (calendar) : મેક્સિકોની આઝટેક પ્રજાએ તૈયાર કરેલું તિથિપત્ર. આ તિથિપત્રમાં બે પ્રકારનાં વર્ષો ગણવામાં આવતાં : ધાર્મિક વિધિઓ માટેનું અને વહીવટી કામકાજ માટેનું. પહેલું 2૦ દિવસના મહિના લેખે, 13 મહિનાનું 26૦ દિવસનું વર્ષ અને બીજું 2૦ દિવસના 18 મહિનાવાળું વહીવટી સૌર વર્ષ, જેમાં પાંચ દિવસ છૂટના રાખીને 365…
વધુ વાંચો >આદિમ પ્રતિરૂપ
આદિમ પ્રતિરૂપ (primitive archetype) : પરાપૂર્વથી ચાલ્યો આવતો કોઈ મૌલિક કે લાક્ષણિક કે આદર્શરૂપ નમૂનો અથવા આદિમ કાળે સૌપ્રથમ ઝિલાયેલી કોઈ મૂળ પ્રતિકૃતિ. આનો વિશેષ સંદર્ભ તો પાશ્ચાત્ય મનોવિજ્ઞાની યુંગના મનોવિશ્લેષણ સાથે સંકળાયેલો છે. માનવમનની લાક્ષણિકતા દર્શાવતાં તેમણે નોંધ્યું છે કે આ પ્રકારના પ્રતિરૂપની પ્રબળ છાપ, સમૂહગત અબોધ મન મારફત…
વધુ વાંચો >ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ (ICCR)
ઇન્ડિયન કાઉન્સિલ ફૉર કલ્ચરલ રિલેશન્સ (ICCR) : દુનિયાના દેશો સાથે સાંસ્કૃતિક સંબંધો અને વિનિમયને પોષતી અને પ્રોત્સાહિત કરતી ભારતની સંસ્થા. વડું મથક દિલ્હી. સંસ્થાનાં પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, કૉલકાતા, લખનૌ, ચંડીગઢ, ચેન્નાઈ, તિરુવનંતપુરમ્ અને બૅંગાલુરુમાં છે. વિદેશના લોકોમાં ભારતીય સંસ્કૃતિ વિશે પરિચય અને સમજ વધે તે ર્દષ્ટિએ પરિષદ વિવિધ પ્રકારનાં સાંસ્કૃતિક…
વધુ વાંચો >ઈવાન્જેલિકલ ચર્ચ
ઈવાન્જેલિકલ ચર્ચ : ખ્રિસ્તી ધર્મના પ્રૉટેસ્ટન્ટ પંથનો પેટાપ્રવાહ. ખ્રિસ્તી ધર્મમાં મુખ્યત્વે 3 ધર્મપ્રવાહો કે સંપ્રદાયો છે : કૅથલિક (જે પોપની અધ્યક્ષતા નીચે છે અને જેમાં પેટાસંપ્રદાયો નથી.), ઑર્થડૉક્સ અને પ્રૉટેસ્ટન્ટ (જે પોપના અધિકારને માનતા નથી.) છેલ્લા બે ધર્મપ્રવાહોમાં ઘણા પેટાસંપ્રદાયો છે. ઈવાન્જેલિકલ ચર્ચ પ્રૉટેસ્ટન્ટ પ્રવાહનો એક પેટાપ્રવાહ છે. અંગ્રેજી શબ્દ…
વધુ વાંચો >ઈસ્ટર
ઈસ્ટર : ખ્રિસ્તીઓ દ્વારા ભક્તિભાવથી ઊજવાતો ઈસુના પુનરુત્થાનનો તહેવાર. પુનરુત્થાનને લીધે એમનો જન્મ તથા જીવન માનવ માટે આદર્શરૂપ બન્યાં. અંગ્રેજી શબ્દ ઈસ્ટર, ‘ટ્યૂટૉનિક’ (Teutonic) લોકોના વસંતોત્સવ ‘એવોસ્ટર’ (Eoustur) પરથી આવેલો છે. ઈસ્ટરની તિથિ બદલાય છે. તોપણ માર્ચ 22 તથા એપ્રિલ 25 વચ્ચેના રવિવારે હોય છે. સંકુચિત અર્થમાં લઈએ તો ઈસ્ટર…
વધુ વાંચો >ઈસ્થર
ઈસ્થર : યહૂદી ધર્મમાં પવિત્ર લખાણો (sacred writings) તરીકે સ્વીકૃતિ પામેલા ગ્રંથોમાંનો એક. તે જૂના કરાર(Old Testament)નો ભાગ ગણાય છે. બાઇબલ દ્વારા માન્ય ગ્રંથોના ત્રીજા ખંડ(section)માં તે સ્વીકૃતિ પામેલો છે. યહૂદી પ્રજાનું સદંતર નિર્મૂલન કરવા માટે પર્શિયન સમ્રાટ અહાસેરસના આદેશથી તેના વજીર હમાન દ્વારા ઘડી કાઢવામાં આવેલ સુયોજિત કાવતરા તથા…
વધુ વાંચો >ઉર
ઉર : સુમેરનું પૂર્વકાલીન નગરરાજ્ય. તે ઇરાકમાં ફરાત નદીની દક્ષિણે દશ કિલોમિટર દૂર ખંડેર રૂપે આવેલું છે. બાઇબલમાં એને ઇબ્રાહીમનું મૂલસ્થાન ગણાવ્યું છે. ઉરમાં થયેલા ઉત્ખનનથી હજારો કબરો હાથ લાગી છે. આ કબરોમાંથી પ્રાપ્ત ચીજવસ્તુઓમાં સોનાની ચીજો મોટા પ્રમાણમાં મળી છે. આ ઉપરાંત કંગન, કુંડલ, હાર જેવા ધાતુના અલંકારો મળ્યા…
વધુ વાંચો >ઉશમલ
ઉશમલ : આઠ પ્રકારનાં મકાનજૂથોથી શોભતું માયા સંસ્કૃતિનું, હાલ મેક્સિકોના અખાતી વિસ્તારમાં મુકતાનમાં આવેલું અતિ સુંદર શહેર. માયા સંસ્કૃતિના પુનરુત્થાનકાળમાં 987માં બંધાયેલા ઉશમલનો ઇતિહાસ પરંપરા, લોકસાહિત્ય ને લખાણોમાં મળે છે. તારીખવાળા સોળ જેટલા દશમી સદીના ઉત્કીર્ણ-અલંકૃત સ્તંભો ઉશમલ આસપાસથી મળ્યા છે. અહીંનું વામનજીનું દોઢસો પગથિયાંવાળું મંદિર ધ્યાન ખેંચે તેવું છે.…
વધુ વાંચો >