સંગીતકલા
કાપ, યુજિન
કાપ, યુજિન (જ. 26 મે 1908, એસ્ટૉનિયા; અ. 29 ઑક્ટોબર 1996, એસ્ટૉનિયા) : એસ્ટૉનિયન સંગીતકાર અને સ્વરનિયોજક. એસ્ટૉનિયન સંગીતકાર કુટુંબમાં જન્મ. દાદા ઑર્ગનવાદક, કન્ડક્ટર અને સંગીતશિક્ષક હતા. પિતાએ સેન્ટ પીટર્સબર્ગ કૉન્ઝર્વેટરીમાં રિમ્સ્કી-કોર્સાકૉવ હેઠળ સ્વરનિયોજનની તાલીમ લીધી હતી. યુજિન કાપ એસ્ટૉનિયાની તાલીન કૉન્ઝર્વેટરીમાં 1922માં સંગીત અને સ્વરનિયોજનની તાલીમ લેવા વિદ્યાર્થી તરીકે…
વધુ વાંચો >કાફી રાગ
કાફી રાગ : કાફી થાટમાંથી રચાયેલો મનાતો આશ્રયરાગ. काफी दोनों राग थाट ग-गनि कोमल सब शुद्ध । प वादी संवादी षड्ज सप्त स्वरोंसे युक्त ।। ગંધાર-નિષાદ કોમલ તથા અન્ય સ્વરો શુદ્ધ લેવામાં આવે છે. प વાદી અને सा સંવાદી છે. પરંતુ આધુનિક શાસ્ત્રાનુસાર રિષભ સ્વરને પણ સંવાદી સ્વર માનવામાં આવે…
વધુ વાંચો >કાબરા, દામોદરલાલ
કાબરા, દામોદરલાલ (જ. 17 માર્ચ 1926, જોધપુર; અ. 4 ઑગસ્ટ 1979, અમદાવાદ) : પ્રસિદ્ધ ભારતીય સરોદવાદક. ભારતીય સંગીતના મહીયર ઘરાનાના ઉસ્તાદ અલી અકબરખાનના ગંડાબંધ પટ્ટશિષ્ય. જન્મ સંગીતપ્રેમી પરિવારમાં. પિતાશ્રી ગોવર્ધનલાલ કાબરાને તેમના સમયના સંગીતજ્ઞો-પંડિતો અને ઉસ્તાદો સાથે સારો સંબંધ હોઈ શાસ્ત્રીય સંગીતના ઘનિષ્ઠ સંસ્કાર દામોદરલાલને તેમના બાળપણથી જ મળ્યા. આગળ…
વધુ વાંચો >કાબરા, બ્રિજભૂષણલાલ
કાબરા, બ્રિજભૂષણલાલ (જ. 25 જૂન 1937, જોધપુર; અ. 12 એપ્રિલ 2018, અમદાવાદ) : ભારતના જાણીતા ગિટારવાદક. સંગીતરસિક પિતા ગોવર્ધનલાલ કાબરાના પુત્ર બ્રિજભૂષણલાલ કાબરાને સંગીત તરફની અભિરુચિ ઘરના વાતાવરણમાંથી મળી. વાદ્ય તરીકે તેમણે એક પરદેશી વાદ્ય ગિટારને પસંદ કર્યું. આ વાદ્યની રચના સ્વરો – ઘોષ, પ્રતિઘોષ આ સઘળું પશ્ચિમી સંગીતને અનુરૂપ…
વધુ વાંચો >કાબાલેવ્સ્કી, દ્મિત્રી
કાબાલેવ્સ્કી, દ્મિત્રી (જ. 30 ડિસેમ્બર 1904, સેન્ટ પીટર્સબર્ગ, રશિયા; અ. 14 ફેબ્રુઆરી 1987, મોસ્કો, રશિયા) : વિશ્વપ્રસિદ્ધ આધુનિક રશિયન સંગીતકાર અને સ્વરનિયોજક. 1925માં મૉસ્કો કૉન્ઝર્વેટરીમાં કાબાલેવ્સ્કી પિયાનોવાદન અને સ્વરનિયોજનનો અભ્યાસ કરવા વિદ્યાર્થી તરીકે દાખલ થયા. સંગીતકાર એન. મ્યાસ્કૉવ્સ્કી અહીં તેમના શિક્ષક હતા. કાબાલેવ્સ્કીએ વિદ્યાર્થીકાળથી જ રશિયન લોકસંગીતનો પ્રભાવ ઝીલવો શરૂ…
વધુ વાંચો >કારંથ, બી. વી.
કારંથ, બી. વી. (જ. 19 સપ્ટેમ્બર 1929, ઉડિપી, કર્ણાટક; અ. 1 સપ્ટોમ્બર 2002 બેંગાલુરુ, કર્ણાટક) : સુપ્રસિદ્ધ ભારતીય નટ, દિગ્દર્શક અને સંગીતજ્ઞ. પૂરૂં નામ બાબુકોડી વેંક્ટરામન કારંથ. નાનપણથી જ નાટકની લગની લાગી હતી એટલે સાવ નાની વયે ઘેરથી ભાગી જઈને બૅંગલોરની ગુબ્બી વિરન્ના નાટક કંપની નામની વિખ્યાત નાટકમંડળીમાં જોડાઈ ગયા.…
વધુ વાંચો >કારાજન, હર્બર્ટ ફૉન
કારાજન, હર્બર્ટ ફૉન (Karajan, Herbert Von) (જ. 5 એપ્રિલ 1908, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 1998, ન્યૂયૉર્ક, અમેરિકા) : વીસમી સદીના શ્રેષ્ઠ સંગીતકારોમાંના એક, ઑર્કેસ્ટ્રા અને ઑપેરા-કન્ડક્ટર. તરુણાવસ્થામાં જ સંગીતની રુચિ તેમણે દાખવેલી. પિતાએ તેમને સાલ્ઝબર્ગની વિખ્યાત સંગીતશાળા મૉત્સાર્ટિયમ(Mozarteum)માં સંગીતના અભ્યાસાર્થે દાખલ કર્યા. ઑર્કેસ્ટ્રા અને ઑપેરાના સંચાલનના વિષય સાથે સંગીતના સ્નાતક થઈ…
વધુ વાંચો >કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી
કારાયેવ, કારા અબુલ્ફાઝ ઑગ્લી (Karayev, Kara Abulfaz Ogly) (જ. 5 ફેબ્રુઆરી 1918, બાકુ, આઝરબૈજાન; અ. 13 મે 1982, મોસ્કો) : પ્રસિદ્ધ આઝરબૈજાની સંગીતકાર અને સ્વરનિયોજક. ઓગણીસ વરસની ઉંમરે કારાયેવ બાકુ કૉન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે દાખલ થયા. મહાન રશિયન કવિ ઍલેકઝાન્ડર પુશ્કિનની સોમી જન્મજયંતી નિમિત્તે એકલ પિયાનો (solo piano) માટેની કૃતિ…
વધુ વાંચો >કારિસિમી, જિયાકોમો
કારિસિમી, જિયાકોમો (Carissimi, Giacomo) (જ. 18 એપ્રિલ 1605, રોમ, ઇટાલી; અ. 12 જાન્યુઆરી 1674, રોમ) : સત્તરમી સદીના ઇટાલીનો મહત્ત્વનો સંગીતકાર અને સ્વરનિયોજક; ઑરેટોરિયો સંગીત-સ્વરૂપનો જન્મદાતા. ત્રીસ વરસની ઉંમરે તે રોમ ખાતેની જર્મન કૉલેજ ઑવ્ જેસ્યૂઇટ્સના ચૅપલ સાન ઍપૉલિનેરેનો સંગીત-દિગ્દર્શક બન્યો. મૃત્યુપર્યંત તે આ જ પદ ઉપર રહ્યો. ખાસી કમાણી…
વધુ વાંચો >કારેનો, મારિયા ટેરિસા
કારેનો, મારિયા ટેરિસા (Carreño, Maria Teresa) (જ. 22 ડિસેમ્બર 1853, કારાકાસ, વેનેઝુએલા; અ. 12 જૂન 1917, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : વિશ્વવિખ્યાત વેનેઝુએલાન પિયાનોવાદક. વેનેઝુએલામાં રાજનેતા પિતા મેન્યુઅલ ઍન્તૉનિયો કારેનોએ મારિયાને પિયાનોવાદનના પ્રારંભિક પાઠ આપ્યા. વેનેઝુએલામાં રાજકીય ક્રાંતિ થતાં કારેનો પરિવારે ભાગીને 1862માં યુ.એસ.માં રાજ્યાશ્રય લીધો અને ન્યૂયૉર્ક નગરમાં સ્થિર થયો.…
વધુ વાંચો >