કાફી રાગ : કાફી થાટમાંથી રચાયેલો મનાતો આશ્રયરાગ.

काफी दोनों राग थाट ग-गनि कोमल सब शुद्ध ।

प वादी संवादी षड्ज सप्त स्वरोंसे युक्त ।।

ગંધાર-નિષાદ કોમલ તથા અન્ય સ્વરો શુદ્ધ લેવામાં આવે છે. प વાદી અને सा સંવાદી છે. પરંતુ આધુનિક શાસ્ત્રાનુસાર રિષભ સ્વરને પણ સંવાદી સ્વર માનવામાં આવે છે. ગાવાનો સમય મધ્યરાત્રિ છે.

આરોહ  સા રે મ પધ નિ સા’ .       પં. વિષ્ણુનારાયણ

અવરોહ  સાં નિ ધ પ મ રે સા       ભાતખંડે સ્વરલિપિ

                                        પદ્ધતિ મુજબ

આરોહ  સા રે ગ્ મ પ ધ ની્  સા’.      પં. વિષ્ણુ દિગંબર

અવરોહ  સાં ની ધ પ મ ગ્ રે સા       પલુસ્કર લિપિ

પકડ  રે મ પ ડ ગ્ રે ।                        પદ્ધતિ મુજબ

વિશેષતા (1) બિલાવલ તથા કલ્યાણ રાગોની જેમ આ રાગ પણ પોતાના જ થાટનો આશ્રય-રાગ છે. રાગમાં સુંદરતા લાવવા માટે કોઈવાર આરોહમાં શુદ્ધ ગંધાર અને શુદ્ધ નિષાદનો પ્રયોગ કરવામાં આવે છે; દા.ત., મ પ ધ નીડસાં – નિ ધ પ મ રે તથા રે ગ મપ રે.

(2) આ રાગ ગંભીર પ્રકૃતિનો નહિ હોવાથી તેમાં છોટા ખ્યાલ અને ઠૂમરી ગાવાનો પ્રઘાત છે. અધિકાંશ ઠૂમરીઓની રચનામાં વ્રજની હોરીઓનાં વર્ણન જોવા મળે છે. માટે આવી હોરી-વર્ણનની ઠૂમરીઓ હોલી-ઉત્સવમાં એટલે ફાલ્ગુન મહિનામાં વધારે ગવાય છે. ટપ્પા ગાયનશૈલી પણ આ રાગમાં ગાવામાં આવે છે.

(3) આમાં રે પ તથા ની સંગતિ વારંવાર જોવા મળે છે.

(4) ન્યાસ સ્વર – સા, રે, પ મળતો રાગ – સિંદૂર.

(5) આરોહી આલાપીમાં નો ઉપયોગ ઓછો – લગભગ નહિ. ની પ ગ્ રે વિશેષ સ્વરસંગતિ.

મંદાકિની અરવિંદ શેવડે