શિલીન નં. શુક્લ
હાર્ટવેલ લેલૅન્ડ એચ. (Hartwell Leland H.)
હાર્ટવેલ, લેલૅન્ડ એચ. (Hartwell, Leland H.) (જ. 30 ઑક્ટોબર 1939, લૉસ ઍન્જેલિસ, યુ.એસ.) : સન 2001ના તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના ત્રીજા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમની સાથે સહવિજેતા હતા આર. ટિમોથી હંટ તથા પોલ એન. નર્સ. તેમને કોષચક્ર(cell cycle)ના મહત્વના નિયામકો (regulators) શોધી કાઢવા માટે સન્માન અપાયું હતું. કોષની સંખ્યાવૃદ્ધિ…
વધુ વાંચો >હાર્વે, વિલિયમ (William Harwey)
હાર્વે, વિલિયમ (William Harwey) (જ. 1 એપ્રિલ 1578, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1657) : માનવશરીરના લોહીના ગુણધર્મો તથા તેનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તે શોધી કાઢનાર અંગ્રેજ તબીબ. હૃદય લોહીને ધકેલે છે તેવું પણ તેમણે દર્શાવ્યું હતું. તેમના પિતા વેપારી હતા. 16 વર્ષની વયે તેમને તબીબી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ…
વધુ વાંચો >હાસ્યવાયુ (laughing gas) (આયુર્વિજ્ઞાન)
હાસ્યવાયુ (laughing gas) (આયુર્વિજ્ઞાન) : શ્વાસમાં લેવાથી સ્વર્ગસુખાભાસ (euphoria) જેવી લાગણી થઈ આવે અને તેથી વ્યક્તિ ખૂબ હસવા માંડે તેવી સ્થિતિ સર્જતો વાયુ. તેનું રાસાયણિક નામ નાઇટ્રસ ઑક્સાઇડ છે અને તેનું બંધારણ N2O છે. સામાન્ય તાપમાને તે રંગવિહીન, નિર્જ્વલનશીલ (non-inflammable), ગમે તેવી મીઠી સુગંધ અને સ્વાદવાળો વાયુ છે. તે શસ્ત્રક્રિયા…
વધુ વાંચો >હાંફણી (hyperventilation)
હાંફણી (hyperventilation) : માનસિક કારણોસર (મનોજન્ય, psychogenic) શ્વાસ ચડવો તે. તેને શાસ્ત્રીય પરિભાષામાં અતિશ્વસન (hyperventilation) કહે છે. તેમાં હૃદય, ફેફસાં વગેરેનો કોઈ રોગ હોતો નથી. જો હૃદય કે શ્વાસનળીઓના રોગ (દા. ત., દમ) સાથે હાંફણી થાય તો તેનું નિદાન કરવું મુશ્કેલ બને છે. શ્વાસોચ્છવાસની ક્રિયા વખતે તકલીફ પડે કે અગવડ…
વધુ વાંચો >હિચિંગ્સ જ્યૉર્જ એચ. (Hitchings George H.)
હિચિંગ્સ, જ્યૉર્જ એચ. (Hitchings, George H.) (જ. 1905, હોક્વિઍમ, વૉશિંગ્ટન, યુ.એસ.; અ. 1998) : સર જેમ્સ બ્લેક (યુ.કે.) તથા ગર્ટ્રુડ એલિયન (યુ.એસ.) સાથે ત્રીજા ભાગના દેહધર્મવિદ્યાના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને આ સન્માન ઔષધો વડે કરાતી સારવાર અંગેના મહત્વના સિદ્ધાંતો શોધી કાઢવા માટે અપાયું હતું. તેમના બંને દાદાઓ જહાજ-ઘડવૈયાઓ હતા અને…
વધુ વાંચો >હિપેરિન અને પ્રતિહિપેરિન ઔષધો
હિપેરિન અને પ્રતિહિપેરિન ઔષધો : લોહીને નસમાં ગંઠાઈ જતું અટકાવતું ઝડપી ઔષધ. મૅક્લિને તેને 1916માં, જ્યારે તેઓ એક તબીબી વિદ્યાર્થી હતા ત્યારે શોધ્યું. તે શરીરના દંડકકોષો(mast cells)માં કણિકાઓ રૂપે કુદરતી સ્વરૂપે ઉપલબ્ધ રસાયણ છે. યકૃત(liver)માં દંડકકોષો ઘણા હોય છે અને તેથી તેને યકૃતીન (heparin) એવું નામ મળ્યું છે. તે ફેફસાંમાં…
વધુ વાંચો >હિપોક્રૅટસ (આયુર્વિજ્ઞાન)
હિપોક્રૅટસ (આયુર્વિજ્ઞાન) (જ. ઈ. પૂ. 460, કોસ, ગ્રીસ; અ. ઈ. પૂ. 370, લૅરિસા, ગ્રીસ) : આયુર્વિજ્ઞાનના ઇતિહાસમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવનાર પ્રાચીન ગ્રીક તબીબ. તેમની પિતૃવંશાવલિ પ્રમાણે તેઓ ઍસ્ક્લોપિયસના વંશજ હતા અને માતૃપક્ષે તેમના પૂર્વજ હેરેક્લિસ હતા. તેઓ પેરિક્લિસના યુગના તબીબ હતા. તેમને ‘આયુર્વિજ્ઞાનીય ચિકિત્સા(medicine)ના પિતા’ માનવામાં આવે છે. આયુર્વિજ્ઞાનના…
વધુ વાંચો >હિપોક્રૅટસની પ્રતિજ્ઞા
હિપોક્રૅટસની પ્રતિજ્ઞા : આધુનિક ચિકિત્સાવિદ્યા(આયુર્વિજ્ઞાન)ના વ્યાવસાયિકોએ નૈતિકતા અંગે લેવાની પ્રતિજ્ઞા. ઈ. પૂ.ના 4થા સૈકામાં આયુર્વિજ્ઞાનના પિતા ગણાતા હિપોક્રૅટસે તે લખી છે એવું મનાય છે. તેનો તેમના અક્ષરદેહ(corpus)માં સમાવેશ કરાયેલો છે. લુડ્વિગે આ પ્રતિજ્ઞાનું લખાણ પાયથાગોરસના સિદ્ધાંતમત(theory)માં માનનારાઓએ કર્યું છે એવું દર્શાવ્યું છે, પણ બહુમત તેને સ્વીકારતો નથી. હાલ તેનું ઐતિહાસિક…
વધુ વાંચો >હિલ આર્કિબાલ્ડ વિવિયન (Hill Archibald Vivian)
હિલ, આર્કિબાલ્ડ વિવિયન (Hill, Archibald Vivian) (જ. 26 સપ્ટેમ્બર 1886, બ્રિસ્ટોલ, યુ.કે.; અ. 3 જૂન 1977) : સન 1922ના વર્ષનું તબીબી વિદ્યા અને દેહધર્મવિદ્યાના અર્ધા ભાગના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમના સહવિજેતા હતા ઑટો મેયેરહૉફ. તેમને સ્નાયુઓ દ્વારા ઉષ્ણતા (ગરમી) ઉત્પન્ન કરવા અંગેની ક્રિયાઓ શોધવા માટે આ સન્માન પ્રાપ્ત થયું હતું.…
વધુ વાંચો >હિસ્ટામિન અને પ્રતિહિસ્ટામિન ઔષધો (histamine and anti-histaminic drugs)
હિસ્ટામિન અને પ્રતિહિસ્ટામિન ઔષધો (histamine and anti-histaminic drugs) : વિષમોર્જા(allergy)ની પ્રક્રિયામાં મહત્વની સક્રિયતા ધરાવતું જૈવિક રાસાયણિક દ્રવ્ય. તે પેશીએમાઇન (પેશી એટલે કે tissue = histo) છે. તે વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળે છે. સન 1907માં તેને વિન્ડોસ અને વોગે સંશ્લેષિત (synthesised) કર્યો હતો અને સન 1910માં અર્ગટમાંથી બૅર્જર અને ડેલે…
વધુ વાંચો >