શિલીન નં. શુક્લ

હિસ્ટામિન અને પ્રતિહિસ્ટામિન ઔષધો (histamine and anti-histaminic drugs)

હિસ્ટામિન અને પ્રતિહિસ્ટામિન ઔષધો (histamine and anti-histaminic drugs) : વિષમોર્જા(allergy)ની પ્રક્રિયામાં મહત્વની સક્રિયતા ધરાવતું જૈવિક રાસાયણિક દ્રવ્ય. તે પેશીએમાઇન (પેશી એટલે કે tissue = histo) છે. તે વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળે છે. સન 1907માં તેને વિન્ડોસ અને વોગે સંશ્લેષિત (synthesised) કર્યો હતો અને સન 1910માં અર્ગટમાંથી બૅર્જર અને ડેલે…

વધુ વાંચો >

હીમોગ્લોબિન

હીમોગ્લોબિન : લોહીના રક્તકોષોમાંનો ઑક્સિજન વહન કરનારો પ્રોટીનનો અણુ. તેને રક્તવર્ણક (haemoglobin) કહે છે અને જ્યારે તે ઑક્સિજનયુક્ત હોય ત્યારે રક્તકોષો તથા લોહીને લાલ રંગ આપે છે. શ્વસનક્રિયા વખતે ફેફસાંમાં આવેલા ઑક્સિજન(પ્રાણવાયુ)ને પેશી સુધી લઈ જવામાં તે ઉપયોગી છે. તે રક્તકોષો (red cells) અથવા રક્તરુધિરકોષ(red blood cell, RBC)માં હોય છે.…

વધુ વાંચો >

હૃદય-રુધિરવાહિની તંત્ર (રચના અને કાર્ય) (cardiovascular system)

હૃદય-રુધિરવાહિની તંત્ર (રચના અને કાર્ય) (cardiovascular system) હૃદય, લોહીની નસો વગેરે રુધિરાભિસરણ કરાવતા અવયવોના સમૂહનું તંત્ર. તેના મુખ્ય અવયવો છે હૃદય, ધમનીઓ (arteries), શિરાઓ (veins), કેશવાહિનીઓ (capillaries) અને લસિકાવાહિનીઓ (lymphatics), હૃદય પ્રણોદક(pump)નું કાર્ય કરે છે અને તે લોહીને ધમનીમાં ધકેલે છે. આકૃતિ 1 : હૃદયની સંરચના (અ, આ, ઇ) :…

વધુ વાંચો >

હૃદ્-અંત:કલાશોથ ચેપજન્ય (infective endocarditis)

હૃદ્-અંત:કલાશોથ, ચેપજન્ય (infective endocarditis) : હૃદયના કૃત્રિમ કે કુદરતી એકમાર્ગી કપાટો (valves), હૃદયના ખંડો અને ધોરી ધમનીની અંદરની સપાટી પરના આચ્છાદન (lining) કે કોઈ જન્મજાત વિકૃતિમાં સૂક્ષ્મજીવ (microbe) દ્વારા ચેપ લાગવાથી થતો રોગ. મોટે ભાગે તે જીવાણુ(bacteria)થી થાય છે; પરંતુ ક્યારેક તે રિકેટ્શિયા, ક્લેમાયડિયા કે ફૂગથી પણ થાય છે. સામાન્ય…

વધુ વાંચો >

હૃદ્તાલભંગ (cardiac arrhythmia)

હૃદ્તાલભંગ (cardiac arrhythmia) : હૃદયના ધબકારા(સ્પંદનો, beats)ની અનિયમિતતા થવી તે. તેને હૃદ્-અતાલતા પણ કહે છે. હૃદયના કર્ણકમાં આવેલી વિવર-કર્ણક પિંડિકા (sino atrial node, SA node) હૃદયનાં સંકોચનોને નિયમિત સ્વરૂપે પ્રેરે છે. માટે તેને નૈસર્ગિક ગતિપ્રેરક (natural pacemaker) કહે છે. હૃદયના ધબકારાની ગતિને હૃદ્તાલ અથવા હૃદગતિતાલ (cardiac rhythm) કહે છે. તે…

વધુ વાંચો >

હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs)

હૃદ્-ધબકાર અને મર્મર (heart-sounds and murmurs) : હૃદયના એકમાર્ગી કપાટો(valves)ના બંધ થવાથી, ક્યારેક ખૂલવાથી તથા હૃદયની દીવાલ કે તેના ખંડમાં ભરાતા લોહીમાં ઉદભવતી ધ્રુજારીને કારણે સામાન્ય અને વિષમ સ્થિતિમાં વિવિધ પ્રકારના ધ્વનિરવ ઉદભવે તે. તે હૃદરોગના નિદાનમાં ઉપયોગી છે. તેમને સંશ્રવણક (stethoscope) નામના સ્પર્શપટલ (diaphragm) અને નળીઓવાળા ઉપકરણ વડે સાંભળી…

વધુ વાંચો >

હૃદ્-ધમની (મુકુટધમની) ઉપમાર્ગી નિરોપ શસ્ત્રક્રિયા (coronary artery bypass graft surgery CABG surgery)

હૃદ્-ધમની (મુકુટધમની) ઉપમાર્ગી નિરોપ શસ્ત્રક્રિયા (coronary artery bypass graft surgery, CABG surgery) : હૃદયને લોહી પહોંચાડતી મુકુટધમની સાંકડી થઈ હોય ત્યારે તે સાંકડા ભાગને બાજુ પર રાખીને દર્દીની પોતાની બીજી નસના નિરોપણ વડે હૃદયનું રુધિરાભિસરણ સામાન્ય સ્થિતિમાં લાવવાની શસ્ત્રક્રિયા. તેની મદદથી હૃદ્-વેદના (હૃદ્-પીડ, angina pectoris) અથવા હૃદયની તકલીફને કારણે થતા…

વધુ વાંચો >

હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease)

હૃદ્-ધમની રોગ અથવા મુકુટધમની રોગ (coronary artery disease) : હૃદયને લોહી પહોંચાડતી ધમનીઓમાં અંતર્રોધ (અટકાવ) ઉદભવવાથી થતો રોગ. પશ્ચિમી દેશોમાં તે સૌથી વધુ જોવા મળતો રોગ છે. નાની ઉંમરે થતા કાલપૂર્વ મૃત્યુ(premature death)નું તે પ્રમુખ કારણ છે. સન 2020માં વિશ્વભરમાં તે પ્રમુખ મૃત્યુકારક રોગ બનશે એવું મનાય છે. ધમનીની દીવાલ…

વધુ વાંચો >

હૃદ્-ધમની (મુકુટધમની) રોગના ભયઘટકો

હૃદ્-ધમની (મુકુટધમની) રોગના ભયઘટકો : હૃદયરોગનો હુમલો અને તેને કારણે મૃત્યુ થવાનું જોખમ કરે તેવાં કારણરૂપ પરિબળો. વ્યાપક સંશોધનને અંતે કેટલાંક પરિબળોને શોધી શકાયાં છે. જો હૃદયરોગનો હુમલો થવા માટે નિશ્ચિત સ્વરૂપે ઓળખાયેલા હોય તો તેમને મહત્તમ ભયઘટકો (major risk factors) કહે છે અને જો તે પૂર્ણપણે નિશ્ચિત ન હોય…

વધુ વાંચો >

હૃદ્-નલિકાનિવેશ (cardiac catheterisation)

હૃદ્-નલિકાનિવેશ (cardiac catheterisation) : હૃદયના ખંડોમાં પોલી નળી નાંખીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પોલી નળીને નિવેશિકા (catheter) કહે છે અને તે પ્રક્રિયાને નલિકાનિવેશ (catheterisation) કહે છે. નિદાન કરવા માટે એક્સ-રેની દોરવણી હેઠળ હૃદયના દરેક ખંડમાં પ્રવેશાવાયેલી નિવેશિકા વડે દબાણ નોંધી શકાય છે. ત્યાંથી લોહીનો નમૂનો લઈ શકાય છે…

વધુ વાંચો >