શિલીન નં. શુક્લ

ચેન, સર અર્નસ્ટ બૉરિસ

ચેન, સર અર્નસ્ટ બૉરિસ (જ. 19, જૂન, 1906, બર્લિન, જર્મની; અ. 12 ઑગસ્ટ 1979, આયર્લૅન્ડ) : પેનિસિલિન અને વિવિધ ચેપી રોગોને મટાડવાની તેની ક્ષમતાના સંશોધન માટે 1945ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. તેમની સાથે સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ તથા હાવર્ડ વૉલ્ટર ફ્લૉરીને પણ તે જ વર્ષે આ પુરસ્કાર એનાયત થયો હતો. તે જન્મે…

વધુ વાંચો >

ચેપ અને ચેપી રોગો (રોગો, સંક્રામક) (infection and infectious diseases)

ચેપ અને ચેપી રોગો (રોગો, સંક્રામક) (infection and infectious diseases) : સૂક્ષ્મ જીવો દ્વારા થતો વિકાર, જે એક સજીવમાંથી બીજા સજીવમાં ફેલાવો (સંક્રમણ, transmission) કરે છે. એ રોગને ચેપી (સંક્રામક) રોગ કહે છે. તે રોગકારી વિષાણુઓ (viruses), જીવાણુઓ (bacteria), ફૂગ (fungus), પ્રજીવ (protozoa), બહુકોષી પરોપજીવો (multi-cellular parasites) અને પ્રાયૉન (prion)…

વધુ વાંચો >

ચેપવાહકો (vectors)

ચેપવાહકો (vectors) : ચેપ કરે એવા સૂક્ષ્મ જીવોનું વહન કરતા સજીવો. સૂક્ષ્મ જીવો(microbes)થી લાગતો ચેપ વિવિધ રીતે ફેલાય છે. ચેપ ફેલાવાની પ્રક્રિયાને ચેપવહન અથવા સંક્રમણ (transmission) કહે છે. ચેપગ્રસ્ત દર્દીના સ્પર્શ દ્વારા, થૂંકબિંદુ (droplets) દ્વારા તથા દૂષિત માટી અને ઇન્જેક્શનની સોય દ્વારા ચેપ સીધેસીધો ફેલાય છે. તેવી જ રીતે માતાના…

વધુ વાંચો >

છદ્મ-ઔષધો (placebo drugs)

છદ્મ-ઔષધો (placebo drugs) : શરીરની કોઈ પ્રક્રિયા પર અસર ન કરતું હોય તેવા ઔષધના રૂપે અપાયેલો અક્રિયક (inert) પદાર્થ. અંગ્રેજીમાં વપરાતો ‘placebo’ શબ્દનો મૂળ લૅટિન અર્થ ‘મને ગમશે’ (I shall please) થાય છે. સામાન્ય રીતે કોઈ દર્દીના માનસિક સંતોષ માટે તથા તેની સારવાર અંગેની ધારણા સંતોષવા માટે લૅક્ટોઝ, નિસ્યંદિત (distilled)…

વધુ વાંચો >

છલના (malingering)

છલના (malingering) : ફરજપૂર્વકનું કે અનિવાર્ય કાર્ય કરવાની જવાબદારીમાંથી છટકવા માટે કોઈ રોગ કે ઈજા થયેલ છે એવો દેખાવ કરીને છેતરપિંડી કરવી તે. ક્યારેક જો કોઈ રોગ કે ઈજા હોય તો તેની અસર વધુ પડતી થઈ રહી છે તેવી પણ છેતરપિંડી કરવામાં આવે છે. તેનું પ્રમાણ વ્યાપક છે. સૈનિકો કે…

વધુ વાંચો >

છાતીનો દુખાવો

છાતીનો દુખાવો : છાતીમાં દુખવું તે. છાતીમાં દુખાવાનાં વિવિધ કારણો છે. છાતીની દીવાલમાં આવેલી પાંસળીઓ, સ્નાયુઓ, કરોડના મણકા તથા છાતીની અંદર આવેલા અવયવો (હૃદય, ફેફસાં, અન્નનળી) અને તેમનાં આવરણોના વિકારો અને રોગોમાં છાતીમાં દુખાવો થાય છે. સારણી 1 : છાતીના દુખાવાનાં કેટલાંક મહત્વનાં કારણો અવયવ વિકાર વિશિષ્ટતા હૃદય હૃદ્પીડ (angina…

વધુ વાંચો >

છીંક (sneeze)

છીંક (sneeze) : નાકમાંના બાહ્યદ્રવ્ય, બાહ્યપદાર્થ કે પ્રવાહીને દૂર કરવા માટેની રક્ષણાત્મક ક્રિયા. તે ખાંસી(ઉધરસ)ની માફક એક ચેતા પરાવર્તી ક્રિયા (reflex action) છે. ખાંસી ગળા અને શ્વાસની નળીઓમાંના ક્ષોભન કરતા પદાર્થ કે પ્રવાહીને દૂર કરવા માટેની ક્રિયા છે, જ્યારે છીંક વડે નાકને સ્વચ્છ કરવાની ક્રિયા થાય છે. નાક અને તેના…

વધુ વાંચો >

છૂંદણાં (tatoo-marks) (આયુર્વિજ્ઞાન)

છૂંદણાં (tatoo-marks) (આયુર્વિજ્ઞાન) : લગભગ કાયમી રીતે રહે તેવું ચામડી પરનું લખાણ કે ચિત્રણ. તે સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ભારતમાં તેનું વધારે પડતું ચલણ સમાજના નીચલા વર્ગોમાં હોય છે. અદ્રાવ્ય રંગના કણોને ચામડીમાં છિદ્ર પાડીને ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે કાળાશપડતા ભૂરા રંગ માટે ઇન્ડિયન કે ચીની શાહીમાંનો કાર્બન,…

વધુ વાંચો >

જઠરનિરીક્ષા (gastroscopy)

જઠરનિરીક્ષા (gastroscopy) : જઠરમાં પ્રકાશવાહી તંતુઓવાળી નળી વડે નિરીક્ષણ કરીને નિદાન તથા ચિકિત્સા કરવી તે. આ પ્રક્રિયા કરવા માટે વિશેષ તાલીમ લીધેલી જરૂરી ગણાય છે. જઠર-આંતરડાંના માર્ગમાં અંદર નિરીક્ષણ કરવાની ક્રિયા સૌપ્રથમ 1880માં થઈ હતી. તે માટે વપરાતા સાધનને જઠર-અંત:દર્શક અથવા જઠરદર્શક (gastroscope) કહે છે. શરૂઆતમાં આ અંત:દર્શક કડક નળીના…

વધુ વાંચો >

જઠરશોથ (gastritis)

જઠરશોથ (gastritis) : જઠરનો શોથજન્ય (inflammatory) વિકાર થવો તે. જઠરની અંદરની દીવાલ(શ્લેષ્મકલા, mucosa)માં શોથને કારણે ટૂંકા સમયનો કે લાંબા ગાળાનો સોજો થાય તેને જઠરશોથ કહે છે. તેના વર્ગીકરણમાં મતમતાંતર છે. શસ્ત્રક્રિયા કે અંત:નિરીક્ષા (endoscopy) વડે કરાયેલા પેશીપરીક્ષણમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિના જઠરમાં શોથજન્ય વિકાર નથી એવું જણાય છે. સામાન્ય રીતે…

વધુ વાંચો >