શિક્ષણ

શાન, હરનામ સિંઘ

શાન, હરનામ સિંઘ [જ. 15 સપ્ટેમ્બર, 192૩, ધમિયલ, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી પંડિત. તેમણે અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ., ‘મુન્શી ફઝિલ’; ‘ગ્યાની’ તથા ડી.લિટ.ની પદવીઓ મેળવેલી. તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના મુખ્ય પ્રૉજેક્ટ ઇન્વેસ્ટિગેટર; પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તથા ગુરુ નાનક ચૅરના અધ્યક્ષ અને પંજાબી તથા શીખ સ્ટડિઝના વડા; આકાશવાણી, નવી દિલ્હીના…

વધુ વાંચો >

શારદાગ્રામ

શારદાગ્રામ : ગાંધીપ્રેરણાથી સ્થપાયેલું એક વિદ્યાકેન્દ્ર. શ્રી મનસુખરામ જોબનપુત્રાએ ગાંધીજીની પ્રેરણાથી તા. 9-4-1921ના રોજ કરાંચીમાં એક જાહેર બાગમાં શેતરંજી ઉપર શારદામંદિરની સ્થાપના કરી હતી. કેવળ ધ્યેયનિષ્ઠ સંકલ્પશક્તિથી આવા અભાવની સ્થિતિમાંથી તેમણે એ સંસ્થાને ખ્યાતિપ્રાપ્ત વિદ્યાકેન્દ્ર બનાવ્યું હતું. શારદામંદિરમાં શિક્ષણની સાથે ચારિત્ર્યઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એ જ રીતે…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, અમદાવાદ (જી. બી. પટેલ કૉલેજ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશન, હાથીજણ) : ગુજરાતની એક નોંધપાત્ર વ્યાયામશિક્ષણ શાળા. ભારતની આઝાદી માટે ગુજરાતમાં જનજાગૃતિ પેદા કરનારા પુરાણીબંધુઓ છોટુભાઈ અને અંબુભાઈએ અમદાવાદમાં ચાલતી વ્યાયામશાળાઓના કાર્યકર્તાઓને ખાડિયા જૂની પોલીસ ચોકી પાસે એકત્ર કર્યા. ત્યાં જ મકાન ભાડે રાખીને સમસ્ત અમદાવાદ શહેરમાં ચાલતી વ્યાયામ-પ્રવૃત્તિઓને…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ

શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ (હવે [શ્રી સ્વામિનારાયણ શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય, ભિલાડ]) : દક્ષિણ ગુજરાતની વ્યાયામશિક્ષણની શાળા. સંસ્થાની શરૂઆત 1 જુલાઈ, 1964ના રોજ સૂરત જિલ્લા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા સૂરત શહેરમાં કરવામાં આવી. આ સંસ્થા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. હિતેન્દ્રભાઈ દેસાઈના આશીર્વાદથી શરૂ થઈ. 30 ભાઈઓ અને 20 બહેનો ધરાવતી…

વધુ વાંચો >

શાહ, આશારામ દલીચંદ

શાહ, આશારામ દલીચંદ (જ. 8 ફેબ્રુઆરી 1842, રાજકોટ; અ. 26 માર્ચ 1921, અમદાવાદ) : મોરબી, લાઠી, માળિયા રાજ્યોના કારભારી અને મોરબી હાઈસ્કૂલના હેડમાસ્તર. જ્ઞાતિએ શ્રીમાળી વાણિયા. તેમના પિતા દલીચંદ રાજકોટમાં કાપડની દુકાન ચલાવતા, અને સારી કમાણી થતી. આ કુટુંબ સ્વામીનારાયણ ધર્મ પાળતું. કેટલાંક વર્ષો બાદ તેઓ અમદાવાદ આવીને વસ્યા. આશારામે…

વધુ વાંચો >

શાહ, મધુરીબહેન

શાહ, મધુરીબહેન (જ. 13 ડિસેમ્બર 1919, રાણપુર, સૌરાષ્ટ્ર; અ. 29 જૂન 1989) : કેળવણીકાર અને શિક્ષણના વહીવટદાર. જૈન ગર્ભશ્રીમંત કુટુંબમાં જન્મ. પિતા છોટાલાલ કોઠારી અને માતા સમતાબહેન કોઠારી. શાળાના ઔપચારિક શિક્ષણ પૂર્વે મધુરીબહેનને એક પારસી શિક્ષિકા પાસેથી ઘરમાં જ અનૌપચારિક શિક્ષણ મળેલું. શાલેય શિક્ષણ મુંબઈની ઍલેક્ઝાન્ડ્રા ઇંગ્લિશ સ્કૂલમાં લીધું. વિદ્યાર્થિની…

વધુ વાંચો >

શાળા – એક શિક્ષકવાળી

શાળા – એક શિક્ષકવાળી : એવી શાળા જેમાં એક શિક્ષકને એક કરતાં વધારે ધોરણો એક જ ખંડમાં એકસાથે ભણાવવાં પડતાં હોય. ભારત નાનાં ગામડાંઓનો બનેલો દેશ છે. દરેક ગામમાં પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવી તે બંધારણીય ફરજ છે. 1થી 7 ધોરણની સાત (7) શિક્ષકવાળી અને ઓછામાં ઓછી સાત ખંડોવાળી શાળા એ…

વધુ વાંચો >

શાંતિનિકેતન

શાંતિનિકેતન  : ગુરુદેવ રવીન્દ્રનાથના નામનો પર્યાય બની ગયેલી શિક્ષણસંસ્થા. આ સંસ્થા કોલકાતાથી પશ્ચિમે લગભગ દોઢસો કિલોમીટર દૂર વેરાન ગણાતા વીરભૂમ જિલ્લામાં આવેલી છે. ખરેખર તો શાંતિનિકેતન નામના આ આશ્રમની સ્થાપના રવીન્દ્રનાથના પિતા મહર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુરે ઈ. સ. 1863માં કરી હતી, જ્યારે રવીન્દ્ર ત્રણેક વર્ષના હતા. આ આશ્રમ એ વખતે ચોર-લૂંટારુઓના…

વધુ વાંચો >

શિક્ષણ

શિક્ષણ વ્યક્તિમાં રહેલી શક્તિઓને ઉપસાવતી અને કેળવતી પ્રક્રિયા. આ શૈક્ષણિક પ્રક્રિયાના ત્રણ  પ્રકારો પાડવામાં આવ્યા છે : (1) સહજ શિક્ષણ કે અનૌપચારિક શિક્ષણ (informal education), (2) શાલેય શિક્ષણ કે ઔપચારિક શિક્ષણ (formal education) અને (3) બિનશાલેય શિક્ષણ કે  બિનઔપચારિક શિક્ષણ (nonformal education). વ્યક્તિના શિક્ષણની જે પ્રક્રિયા તેના જન્મથી મૃત્યુપર્યંત અભાનપણે…

વધુ વાંચો >

શુક્લ, નંદુભાઈ દામોદર

શુક્લ, નંદુભાઈ દામોદર (જ. 18 માર્ચ 1903, શહેરા, જિ. પંચમહાલ; અ. 22 મે 1990, અમદાવાદ) : ઉત્તમ શિક્ષક અને કેળવણીકાર, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકના વિજેતા. તેઓ વીસમી સદીના જાગ્રત, બહુશ્રુત, વિદ્યા અને વિદ્યાર્થીનિષ્ઠ શિક્ષક-આચાર્ય હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ શહેરા (1910-1911), વેજલપુર (1914-1916), દાહોદ (1917) અને ગોધરા(1917)માં તથા સન 1918થી માધ્યમિક…

વધુ વાંચો >