શિક્ષણ

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grants Commission)

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grants Commission) : ભારતનાં વિશ્વવિદ્યાલયોને અનુદાન આપનાર અને ઉચ્ચ શિક્ષણનાં ધોરણોનાં જતન, સંવર્ધન માટેની કેન્દ્રીય સંસ્થા. દેશના ઉચ્ચ શિક્ષણને એક સ્વતંત્ર, લોકશાહી વ્યવસ્થા ધરાવતા રાષ્ટ્રની આકાંક્ષાઓને પોષે એવું બનાવવાની સૌપ્રથમ મહેચ્છા વ્યક્ત કરી યુનિવર્સિટી શિક્ષણ પંચે (194849). એના અધ્યક્ષ હતા દેશના એક ધુરંધર વિચારક અને મેધાવી…

વધુ વાંચો >

વેબ્સ્ટર, નૉઆહ્

વેબ્સ્ટર, નૉઆહ્ (જ. 16 ઑક્ટોબર 1758, વેસ્ટ હાર્ટફૉર્ડ, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 28 મે 1843, ન્યૂ હેવન, કનેક્ટિકટ) : અમેરિકન કોશકાર. 16 વર્ષની ઉંમરે યૅલ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો; પરંતુ સ્વાતંત્ર્ય-યુદ્ધમાં ભાગ લેવા માટે થોડો સમય લશ્કરમાં સેવા આપી. 1778માં સ્નાતકની ઉપાધિ મેળવી. શાળામાં શિક્ષક બન્યા બાદ કારકુનની નોકરી પણ કરી. કાયદાશાસ્ત્રનો…

વધુ વાંચો >

વૈધિક શિક્ષણ (formal education)

વૈધિક શિક્ષણ (formal education) : નિશ્ચિત ઉદ્દેશોને લક્ષમાં રાખીને વિધિવત્ રીતે અપાતું શિક્ષણ. આ પ્રકારનું શિક્ષણ માળખાગત હોય છે. તેમાં પ્રાથમિકથી માંડી યુનિવર્સિટી સુધીના શિક્ષણનો સમાવેશ થાય છે. આ શિક્ષણમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, તાસપદ્ધતિ, પરીક્ષાપદ્ધતિ વગેરે બધું નક્કી કરેલું હોય છે. વિદ્યાર્થીઓએ અને શાળા-કૉલેજે તેને વળગી રહેવું પડે છે. ભારતની પ્રાથમિક…

વધુ વાંચો >

વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો

વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો (જ. 5 એપ્રિલ 1856, ફ્રેંકલિન કાઉન્ટી, વર્જિનિયા; અ. 14 નવેમ્બર 1915) : અમેરિકાના શિક્ષણકાર અને શ્યામ પ્રજાના પ્રભાવશાળી નેતા. તેઓ વર્જિનિયા રાજ્યના હાલ્સફૉર્ડ ખાતે ગુલામ તરીકે જન્મ્યા હતા. બાળક તરીકે તેઓ 9 મહિના કોલસાની ખાણમાં કામ કરી 3 મહિના શાળાએ જતા. હેમ્પટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી 1875માં તેઓ…

વધુ વાંચો >

વ્યવસાયી શિક્ષણ

વ્યવસાયી શિક્ષણ : વ્યક્તિને કોઈક વ્યવસાય માટેની તાલીમ આપતું શિક્ષણ. આ શિક્ષણ કોઈક વ્યવસાય સંબંધિત તાલીમ આપે છે; જેથી વ્યક્તિ એ વ્યવસાય દ્વારા પોતાનો જીવનનિર્વાહ કરી શકે. વ્યવસાયી શિક્ષણ દ્વારા એવાં જ્ઞાન, કુશળતાનો વિકાસ કરી શકાય છે, જેથી બાળક ભવિષ્યમાં ઉત્પાદક કાર્યમાં વધુ સારી રીતે કામ કરી શકે. વ્યાપક અર્થમાં…

વધુ વાંચો >

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance)

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance) : વ્યક્તિને પોતાનો વ્યવસાય (રોજગાર, નોકરી, વ્યાપારધંધો કે સ્વરોજગાર) પસંદ કરવામાં મદદ આપવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં (1) વિવિધ વ્યવસાય-ક્ષેત્રો, વ્યવસાયો અને તેની જરૂરિયાતો વિશે માહિતી મેળવવી; (2) માર્ગદર્શન માંગનાર વ્યક્તિની મુલાકાત લેવી; (3) તેની શરીરક્ષમતા, બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિ અને વ્યક્તિત્વ માપવાં અને (4) તેના પ્રાપ્તાંકોનો અર્થ…

વધુ વાંચો >

વ્હિટની ઈલી (Whitney Eli)

વ્હિટની ઈલી (Whitney Eli) (જ. 8 ડિસેમ્બર 1765, વેસ્ટબરો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જાન્યુઆરી 1825) : અમેરિકન સંશોધક. યેલમાં અભ્યાસ કર્યા બાદ તેઓ જ્યૉર્જિયામાં શિક્ષક તરીકે જોડાયા. જનરલ ગ્રીનની વિધવા નાથાનેલ ગ્રીને તેમની સંશોધક વૃત્તિને આધાર આપ્યો. ગ્રીનના કપાસનાં મોટાં ખેતરો હતાં, જેમાંથી મળતા રૂમાંથી કપાસિયાં અલગ કરવા માટે તેમણે…

વધુ વાંચો >

વ્હિયર, કે. સી.

વ્હિયર, કે. સી. (જ. 1907 ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયન શિક્ષણકાર અને રાજ્યશાસ્ત્રી. આખું નામ વ્હિયર કેનેથ ક્લિન્ટન. તેમણે તેમનો અભ્યાસ સ્કૉચ કૉલેજ, મેલબોર્ન તથા ઑક્સફર્ડ જેવી પ્રખ્યાત શિક્ષણસંસ્થાઓમાં કરેલો. કારકિર્દીના પ્રારંભે 1934થી 1939 દરમિયાન ઑક્સફર્ડના ક્રાઇસ્ટ ચર્ચમાં સાંસ્થાનિક ઇતિહાસના વ્યાખ્યાતા તરીકે સેવા આપી. 1939થી 1944 સુધી કોલંબિયા યુનિવર્સિટી, ઑક્સફર્ડમાં ફેલો તરીકે…

વધુ વાંચો >

શહાણી, દયારામ ગિદુમલ

શહાણી, દયારામ ગિદુમલ (જ. 30 જૂન 1857, હૈદરાબાદ, સિંધ; અ. 7 ડિસેમ્બર 1927, મુંબઈ) : ન્યાયાધીશ, સમાજસુધારક, લેખક અને કેળવણીકાર. તેમના પિતા જમીનદાર તથા સિંધના મીર શાસકના અધિકારી હતા. હૈદરાબાદમાં મૅટ્રિક પસાર કર્યા બાદ મુંબઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી બી.એ. થયા. તે પછી એલએલ.બી. થયા. જિલ્લા ન્યાયાધીશ  સિંધના જ્યુડિશિયલ કમિશનર…

વધુ વાંચો >

શંકર ભટ, કડેન્ગોદલુ

શંકર ભટ, કડેન્ગોદલુ (જ. 1904; અ. 1968) : કન્નડ કવિ, પત્રકાર અને શિક્ષણકાર. તેમણે મદ્રાસ(ચેન્નાઈ યુનિવર્સિટી)માંથી ‘વિદ્વાન’ની ડિગ્રી પ્રાપ્ત કરી. મધ્યમવર્ગના ખેડૂત પરિવારમાં જન્મ. મૅંગલોરમાં અભ્યાસ દરમિયાન ગાંધીજીનું આહ્વાન મળતાં અભ્યાસ અધવચ છોડી દઈને કર્નાડ સદાશિવ રાવ જેવા દેશભક્તની નેતાગીરીથી પ્રેરાઈને તેઓ સ્વાતંત્ર્યસૈનિકોની ટુકડીમાં જોડાઈ ગયા. તેઓ મૅંગલોરથી પ્રગટ થતું…

વધુ વાંચો >