વૈદ્ય બળદેવપ્રસાદ પનારા
વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા
વૈદ્ય, પંડિત હરિપ્રપન્નજી શર્મા : ભારતીય રસ-ઔષધીય શાખાના વિદ્વાન લેખક. બિહાર રાજ્યના ‘આરા’ ગામના નિવાસી પંડિત હરિપ્રપન્નજી શર્માજીએ સને 1927થી 1930ના સમયગાળા દરમિયાન આયુર્વેદમાં ‘રસશાસ્ત્ર’ (ઔષધ-પ્રકાર-ભેદ) વિષયના ‘રસયોગ સાગર’ નામના એક ઉત્તમ ગ્રંથની બે ભાગમાં રચના કરી છે. આ ગ્રંથનું પ્રકાશન મુંબઈના નિર્ણયસાગર પ્રેસે કરેલું. રસશાસ્ત્રના ઔષધિયોગોનો આ ગ્રંથમાં દરિયા…
વધુ વાંચો >વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા
વૈદ્ય પ્રભાશંકર ગઢડાવાળા (જ. 1883, ગઢડા, સૌરાષ્ટ્ર; અ. 16 ડિસેમ્બર 1956) : પ્રખ્યાત વૈદ્ય. સૌરાષ્ટ્રનાં નાનકડા ‘સ્વામીના ગઢડા’ ગામના પેઢી દર પેઢી જેમને ત્યાં વૈદું ઊતરી આવતું, તેવા વિપ્ર પરિવારના વૈદ્ય નાનભટ્ટ ગઢડાવાળાને ત્યાં પ્રભાશંકરનો જન્મ થયેલો. સમર્થ વૈદ્ય નાનભટ્ટના લાડલા પુત્ર પ્રભાશંકર 18 વર્ષની વય સુધી સાવ અભણ હતા.…
વધુ વાંચો >વૈદ્ય બાપાલાલ ગ. શાહ
વૈદ્ય બાપાલાલ ગ. શાહ (જ. 17 જાન્યુઆરી 1896, સણસોલી, પંચમહાલ, ગુજરાત; અ. 10 ડિસેમ્બર 1993) : ગુજરાતના જાણીતા આયુર્વેદજ્ઞ અને વૈદ્ય. ગુજરાતમાં આયુર્વેદક્ષેત્રની ઉત્તમ વિભૂતિઓમાં તેમનું સ્થાન છે. તેમનું કાર્યક્ષેત્ર સૂરત હતું. તેમના પિતાનું નામ ગરબડદાસ. જ્ઞાતિ દશા ખડાયતા વણિક. પ્રાથમિક શાળાંત પાસ કરી 12 વર્ષની ઉંમરે આગળનો અભ્યાસ વડોદરામાં…
વધુ વાંચો >શિરીષ (સરસડો) વનસ્પતિ
શિરીષ (સરસડો) વનસ્પતિ : આયુર્વેદમાં નિર્દિષ્ટ ઔષધીય વનસ્પતિ. તેનાં વિવિધ ભાષાઓમાં નામો આ પ્રમાણે છે : સં. शिरीष, शुकतरु, मृदुपुष्प; हिं. शिरस, शिरीषा, सिरस; મ. શિરસી, શિરસ; બં. शिरीष; ક. शिरीषमारा, बागेमारा; તે. शिरीषमु, ગિરિષમુ; તા. બાગેમારં; મલા. નેન્નેની; ફા. દરખ્તેજ કરિયા, दरखोज कारिया; અ. सुलतानुल् असजार; અં. Parrot tree;…
વધુ વાંચો >શિરોરોગ (આયુર્વેદ)
શિરોરોગ (આયુર્વેદ) : મસ્તકના રોગો. આ રોગમાં મસ્તકમાં અનેક સ્થળે અનેક જાતની પીડા-વેદના (pain) થાય છે. તે તેનું સામાન્ય લક્ષણ છે. શિરોરોગ થવાનાં કારણો : આયુર્વેદના મતે શિરોરોગ ઉત્પન્ન થવામાં અનેક કારણો ભાગ ભજવે છે : ધુમાડો, તાપ, તુષાર (ઝાકળ, હિમ), વધુ પડતી જળક્રીડા (સ્નાન, તરણ), અતિનિદ્રા, અતિજાગરણ, ઊંચા સ્થાનેથી…
વધુ વાંચો >શિલાજિત્યાદિવટી
શિલાજિત્યાદિવટી : આયુર્વેદિક ઔષધિ. નિર્માણવિધિ : શુદ્ધ શિલાજિત 50 ગ્રામ; અભ્રક ભસ્મ, લોહ ભસ્મ, સુવર્ણમાક્ષિક ભસ્મ અને બંગ ભસ્મ 10-10 ગ્રામ, અંબર 3 ગ્રામ લઈને આ બધાંને ખરલમાં એકત્ર કરી, તેને ત્રિજાત(તજ, તમાલપત્ર અને એલચી)ના ક્વાથ અથવા વડની જટાના સ્વરસમાં ઘૂંટી, તેની ભાવના આપી, 3 દિવસ ખરલ કરી, બે બે…
વધુ વાંચો >શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા
શિવામ્બુ (સ્વમૂત્ર) ચિકિત્સા : વર્તમાન વિશ્વમાં પ્રચલિત 333 ઉપરાંત ચિકિત્સાપદ્ધતિઓમાંની એક. શિવામ્બુ અથવા સ્વમૂત્ર કે urine therapy પણ એક ચિકિત્સાપદ્ધતિ છે. ‘શિવામ્બુ’ શબ્દમાં ‘શિવ’ એટલે કલ્યાણકારી અને ‘અમ્બુ’ એટલે જળ. માનવીના પોતાના શરીરનું કલ્યાણકારી મૂત્રરૂપી જળ એટલે ‘શિવામ્બુ’. ‘સ્વમૂત્ર’, ‘માનવમૂત્ર’, ‘વૉટર ઑવ્ લાઇફ’, ‘જીવનજળ’ વગેરે તેનાં પર્યાયવાચી નામો છે. પોતાના…
વધુ વાંચો >શિંગોડાં (ફળ)
શિંગોડાં (ફળ) : આયુર્વેદ અનુસાર ઉપયોગી ફળ. તેનાં વિવિધ ભાષાઓમાં નામ આ પ્રમાણે છે : સં. शृंगाहक, जलफल; હિં सिघाड़ा; મ. શિંગાડા; ક. शिंगाडे; ફા. सुरंजान; અં. Water chest nut; બં. ચ્દત્ર્હ્યઝ્; તે. ચ્દજ્રઇંદ્ધઈંક્કન્ઇંદ્ર; લે. Trapa Bispinosa, Trapa natans Linn.; અં. Caltrops. શિંગોડાં તળાવમાં થતાં ફળ છે. પાણીમાં તેના લાંબા…
વધુ વાંચો >શીતપિત્ત (શીળસ; urticaria)
શીતપિત્ત (શીળસ; urticaria) : શીતપિત્તના પ્રકોપથી થતો એક રોગ. રોગસ્વરૂપ : જેમાં શરીરનો કફ અને વાયુદોષ ઠંડી હવાના સ્પર્શ કે પ્રકોપક કારણોથી પ્રકુપિત થઈ દેહના પિત્તદોષ સાથે મળી જઈને, શરીરની બહારની ત્વચા તથા અંદર રક્તાદિ ધાતુઓમાં પ્રસરી જઈ, ત્વચા ઉપર અનેક સ્થળે મધમાખીનાં દંશથી થતાં ઢીમણાં જેવાં અનેક ઉપસેલાં, રતાશ…
વધુ વાંચો >શીવણ (સિવણ, સેવન, ગંભારી, શ્રીપર્ણી)
શીવણ (સિવણ, સેવન, ગંભારી, શ્રીપર્ણી) : એક રસાયન-ઔષધિ. ગુજરાતમાં ગિરનારની ખીણો, દત્તાત્રેયની ટેકરી અને તળેટી પાસે, તથા પંચમહાલ-રાજપીપળાનાં જંગલોમાં શીવણ કે સેવનનાં 40થી 60 ફૂટ ઊંચાં મોટાં વૃક્ષો થાય છે. તેનાં થડ અને ડાળી સફેદ રંગનાં હોય છે. તેનાં પાન પીપળાનાં પાન જેવાં જ પણ તેથી મોટાં, ખંડિત કિનારી વગરનાં,…
વધુ વાંચો >