વનસ્પતિશાસ્ત્ર

ફિશ ટેલ પામ

ફિશ ટેલ પામ : એકદળી વર્ગના એરિકેસી કુળનું એક તાડવૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Caryota urens L. (અં. Fish tail Palm, Indian  sago palm, wine palm, ગુ. શિવજટા) છે. તેનાં પર્ણો માછલીની પૂંછડીના આકારનાં થાય છે. તેથી તેને ‘ફિશ ટેલ પામ’ કહે છે. તેનાં પુષ્પોની સેરો ઝૂમખામાં એકાદ મીટર સુધી લટકતી…

વધુ વાંચો >

ફુદીનો

ફુદીનો : દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Mentha longifolia (Linn.) Nathh. Syn. M. silvestrs Linn. (સં. पूतनी, पुदीन; હિં. पोदीना; મ., બં. પુદીના; ગુ. ફુદીનો; ફા. નોઅના; અ. હવા., ફિ. ઓડ ટોલાવ; અં. horsemint) છે. તેની અન્ય જાતિઓ નીચે પ્રમાણે છે : M. aquatica Linn.…

વધુ વાંચો >

ફુલેવર

ફુલેવર : દ્વિદળી વર્ગના બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica oleracea Linn. var. bocrytis (હિં., બં. ફુલકપી; મ. ગુ. ફુલકોબી; અં. કૉલીફ્લાવર) છે. ફુલેવર કૉલવટર્સ નામના જંગલી કોબીની જાતિના વંશજમાંથી આવેલ છે. ફુલેવરનો ઉદભવ સાયપ્રસ અને ભૂમધ્ય સમુદ્રના કિનારાના પ્રદેશોમાં થયો હોવાનું મનાય છે. આકૃતિવિજ્ઞાન(morphology)ની ર્દષ્ટિએ શાક માટે…

વધુ વાંચો >

ફૂલભોંદરી (મોટો ભાંદ્રો) (ઘૂઘરો)

ફૂલભોંદરી (મોટો ભાંદ્રો) (ઘૂઘરો) : દ્વિદળી વર્ગના લિથ્રેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Legerstroemia speciosa (L) Pers, Syn. L. Flos-reginae Retz:, Munchausia speciosa L. Mant, (હિ., બં., પં. જારુલ; મ. તાઇ; અં. પ્રાઇડ ઑવ્ ઇંડિયા ક્વીન્સ ફ્લાવર, ક્વીન ક્રેપ મિરટલ) છે. તે ભારતમાં વધતેઓછે અંશે બધે જ થાય છે.…

વધુ વાંચો >

ફેગોનિયા (ધમાસો)

ફેગોનિયા (ધમાસો) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ઝાયગોફાઇલેસી કુળની એક પ્રજાતિ. તે નાની, ટટ્ટાર કે ભૂપ્રસારી, વધતે-ઓછે અંશે કાષ્ઠમય અને શાકીય કે ઉપક્ષુપ પ્રજાતિ છે. તેનું વિતરણ ભૂમધ્યપ્રદેશથી શરૂ થઈ ભારત, દક્ષિણ આફ્રિકા, કૅલિફૉર્નિયા અને ચિલીમાં થયેલું છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Fagonia erecta…

વધુ વાંચો >

ફોટોરેસ્પિરેશન

ફોટોરેસ્પિરેશન : જુઓ પ્રકાશશ્વસન

વધુ વાંચો >

ફોફળ

ફોફળ : જુઓ સોપારી

વધુ વાંચો >

ફૉસ્ફૉરીકરણ

ફૉસ્ફૉરીકરણ (phosphorylation) : ફૉસ્ફેટ સમૂહ ‘p’ ()ને એસ્ટર બંધન વડે કોઈ પણ સંયુક્ત પદાર્થ સાથે જોડવાની પ્રક્રિયા. મોટાભાગની પ્રક્રિયાઓ ATP (A – P~P~P)ના વિઘટન સાથે સંકળાયેલી હોય છે; દા.ત., ADP ફૉસ્ફૉરીકરણની પ્રક્રિયામાં કાર્યશક્તિનો ઉમેરો થતો હોવાથી, તેની સાથે સંકળાયેલા ઉત્સેચકોને ‘કાઇનેઝ’ તરીકે ઓળખવામાં આવે છે. ચયાપચયના એક પ્રકારમાં ઉત્સેચકોનું અન્યોન્ય…

વધુ વાંચો >

ફ્યુમેરિયેસી

ફ્યુમેરિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે 19 પ્રજાતિઓ અને લગભગ 425 જાતિઓ ધરાવે છે અને મૂળભૂત રીતે સમશીતોષ્ણ યુરેશિયામાં અને મોટેભાગે જૂની દુનિયાના દેશોમાં થાય છે. દક્ષિણ આફ્રિકામાં ચાર પ્રજાતિઓ થાય છે. Adlumia એકલપ્રરૂપ (monotypic) પ્રજાતિ છે. તે ત્રિપીંછાકાર સંયુક્ત પર્ણો ધરાવતી દ્વિવર્ષાયુ (biennial) વેલ છે. Dicentra (Bicuculla)…

વધુ વાંચો >

ફ્રાન્સિસિયા

ફ્રાન્સિસિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા સોલેનેસી કુળની એક શોભન પ્રજાતિ. તે ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપે જોવા મળે છે અને ઉષ્ણકટિબંધીય અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની સ્થાનિક (indigenous) વનસ્પતિ છે. ભારતીય ઉદ્યાનોમાં તેની સાત જેટલી જાતિઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. તેની એક જાણીતી જાતિનું નામ Franciscea bicolor syn. F. eximia…

વધુ વાંચો >