ફિશ ટેલ પામ

February, 1999

ફિશ ટેલ પામ : એકદળી વર્ગના એરિકેસી કુળનું એક તાડવૃક્ષ. તેનું વૈજ્ઞાનિક નામ Caryota urens L. (અં. Fish tail Palm, Indian  sago palm, wine palm, ગુ. શિવજટા) છે.

ફિશ ટેલ પામ

તેનાં પર્ણો માછલીની પૂંછડીના આકારનાં થાય છે. તેથી તેને ‘ફિશ ટેલ પામ’ કહે છે. તેનાં પુષ્પોની સેરો ઝૂમખામાં એકાદ મીટર સુધી લટકતી હોવાથી તેને ‘શિવજટા’ પણ કહે છે.

મ. ઝ. શાહ