રસાયણશાસ્ત્ર
રંગકો
રંગકો પોતે તીવ્રપણે રંગીન હોય અને અન્ય પદાર્થોને ઓછા-વત્તા અંશે કાયમી રંગવા માટે વપરાતા હોય તેવા સંકીર્ણ કાર્બનિક સંયોજનોના સમૂહનો એક સભ્ય. કેટલાંક કાર્બનિક રસાયણોના પાણીમાંના દ્રાવણને સાધારણ ગરમ કરી તેમાં સુતરાઉ કાપડ કે રેસાને ડુબાડી રાખવાથી તે રંગીન બનતા હોય છે. સાબુ વડે ધોવાથી આ રંગ દૂર થતો નથી…
વધુ વાંચો >રાઉલ્ટનો નિયમ (Raoult’s law)
રાઉલ્ટનો નિયમ (Raoult’s law) : પ્રવાહીના નિયત વજનમાં એક દ્રાવ્ય પદાર્થ ઓગાળવામાં આવે ત્યારે પ્રવાહીના બાષ્પદબાણમાં થતા ફેરફારોને દ્રાવ્ય પદાર્થના જથ્થા સાથે સાંકળી લેતો નિયમ. એ એક જાણીતી હકીકત છે કે શુદ્ધ દ્રાવક કરતાં (દ્રાવ્ય પદાર્થ ધરાવતું) દ્રાવણ ઊંચા તાપમાને ઊકળે છે. બીજી રીતે કહીએ તો બાષ્પશીલ (volatile) દ્રાવકમાં દ્રાવ્ય…
વધુ વાંચો >રામ્સે, વિલિયમ (સર)
રામ્સે, વિલિયમ (સર) (જ. 2 ઑક્ટોબર 1852, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 23 જુલાઈ 1916, હાઇ વાઇકોમ્બે, બકિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ. ઇજનેરના પુત્ર. તેમને ધર્મશાસ્ત્રી (theologist) બનાવવાના હોવાથી તેમને પ્રણાલિકાગત અભ્યાસ કરવો પડેલો. પણ તેમની એકમાત્ર ઇચ્છા રસાયણશાસ્ત્રમાં કારકિર્દી બનાવવાની હોવાથી ગ્લાસગો યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી. 1869-71 દરમિયાન તેમણે હાઇડલબર્ગ…
વધુ વાંચો >રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર
રાવ, ચિંતામણિ નાગેશ રામચંદ્ર (જ. 30 જૂન 1934, બૅંગાલુરુ, કર્ણાટક) : આણ્વિક વર્ણપટ અને ઘનાવસ્થા રસાયણના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રસાયણભૌતિકવિજ્ઞાની. પ્રાથમિક શિક્ષણ વતનમાં લીધું. માઇસૉર યુનિવર્સિટીમાંથી 1951માં બી.એસસી., બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી 1953માં એમ.એસસી., પરડ્યૂ યુનિવર્સિટી(યુ.એસ.)માંથી 1957માં પીએચ.ડી., માઇસૉર યુનિવર્સિટીમાંથી 1957માં ડી.એસ.સી. થયા. 1953-54 દરમિયાન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી(ખડગપુર)માં સંશોધક વિદ્યાર્થી…
વધુ વાંચો >રાસાયણિક અવક્ષેપન (chemical precipitation)
રાસાયણિક અવક્ષેપન (chemical precipitation) : દ્રાવણમાં રહેલા એક પદાર્થને અદ્રાવ્ય રૂપમાં ફેરવીને અલગ પાડી શકાય તેવા ઘન પદાર્થ રૂપે મેળવવાની વિધિ અથવા ઘટના. ઘણી વાર અવક્ષેપનની વિધિનો ઉપયોગ જલીય દ્રાવણોમાંથી ધાતુ-આયનોને દૂર કરવા માટે થાય છે; દા. ત., સિલ્વર નાઇટ્રેટ જેવા દ્રાવ્ય ક્ષારના દ્રાવણમાં રહેલા સિલ્વર આયનો(Ag+)ને દ્રાવણમાં ક્લોરાઇડ આયનો…
વધુ વાંચો >રાસાયણિક ઉત્ક્રાંતિ
રાસાયણિક ઉત્ક્રાંતિ : સાદાં રાસાયણિક તત્ત્વોમાંથી પ્રોટીન, ન્યૂક્લીઇક (nucleic) ઍસિડ, પૉલિસૅકેરાઇડ જેવા જીવનાવદૃશ્યક સંકીર્ણ કાર્બનિક અણુઓની ઉત્પત્તિ. જીવનની ઉત્ક્રાંતિ અંગેની જિજ્ઞાસા જૈવિક અણુઓના ઊગમ વિશે વિચાર કરવા પ્રેરે છે. ભૂસ્તરીય ઇતિહાસમાં કોઈ એવો પ્રાગ્-જૈવિક કાળ હોવો જોઈએ, જે દરમિયાન કાર્બનિક સંયોજનો બન્યાં હશે તથા તેઓ મનુષ્યની જૈવિક પ્રણાલીઓમાં મળતાં સંકીર્ણ…
વધુ વાંચો >રાસાયણિક તત્ત્વો
રાસાયણિક તત્ત્વો : સામાન્ય રાસાયણિક રીતો દ્વારા (વધુ સાદા ઘટકોમાં) જેનું વિભાજન કરી ન શકાય તેવા પદાર્થો. સઘળાં દ્રવ્યોમાં રાસાયણિક તત્ત્વો મૂળભૂત પદાર્થો તરીકે રહેલા છે. કોઈ એક તત્વના બધા જ પરમાણુઓના કેન્દ્રમાં એકસરખી સંખ્યામાં પ્રોટૉન હોય છે. આને તત્વનો પરમાણુ-આંક કહે છે. તત્ત્વોનું વર્ગીકરણ આવર્તક કોષ્ટકરૂપે કરવામાં આવે છે.…
વધુ વાંચો >રાસાયણિક પૃથક્કરણ
રાસાયણિક પૃથક્કરણ : રાસાયણિક સંયોજનનું તેના ઘટક-વર્ગ (નિકટ, proximate) અથવા અંતિમ ભાગોમાં અલગન; તેમાં રહેલા તત્ત્વોનું કે તેમાંની અશુદ્ધિઓનું નિર્ધારણ. વિશ્લેષક પાસે જ્યારે અજ્ઞાત નમૂનો આવે ત્યારે પહેલી જરૂરિયાત તેમાં કયા કયા પદાર્થો હાજર છે તે નક્કી કરવાની છે. ઘણી વાર એમ પણ બને કે નમૂનામાં કઈ કઈ અશુદ્ધિઓ હાજર…
વધુ વાંચો >રાસાયણિક પ્રક્રિયા
રાસાયણિક પ્રક્રિયા : જેમાં એક અથવા વધુ તત્ત્વો કે સંયોજનો (પ્રક્રિયકો) ભાગ લઈ નવાં સંયોજનો (નીપજો) બનાવે તેવી પ્રવિધિ. આવો રાસાયણિક ફેરફાર અનેક રીતે થઈ શકે છે; દા. ત., બે પદાર્થો વચ્ચે સંયોજન (combination) દ્વારા, તેમની વચ્ચે પ્રતિસ્થાપન (replacement) કે એક સંયોજનના વિઘટન દ્વારા અથવા તેમના કોઈ રૂપાંતરણ (modification) દ્વારા…
વધુ વાંચો >રાસાયણિક પ્રવિધિઓનું પ્રતિરૂપણ (modelling of chemical processes)
રાસાયણિક પ્રવિધિઓનું પ્રતિરૂપણ (modelling of chemical processes) : અસ્તિત્વમાં હોય (અથવા જેની રચના કરવાની હોય) તેવી પ્રણાલીનાં મુખ્ય પાસાંઓનું એવું નિરૂપણ (યથાર્થ ચિત્રણ, representation) કે જે પ્રણાલીના ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપની માહિતી આપે. આ ચિત્રણ શક્ય તેટલું સાદું પણ અતિશય સાદું ન હોવું જોઈએ. રાસાયણિક પ્રક્રિયા ઇજનેરી (chemical reaction…
વધુ વાંચો >