રસાયણશાસ્ત્ર
મોલાલિટી
મોલાલિટી (Molality) : એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની મોલસંખ્યા. મોલારિટી ઉપર તાપમાનની અસર થતી હોવાથી દ્રાવણના કેટલાક ગુણધર્મો જેવા કે હિમાંકબિંદુ(ઠારબિંદુ)નું અવનમન, ઉત્કલનબિંદુનું ઉન્નયન, બાષ્પદબાણમાં થતો ઘટાડો, અભિસરણ-દબાણમાં થતો ફેરફાર વગેરેના પરિમાપન માટે સાંદ્રતાના એવા માપક્રમની જરૂર પડે છે કે જે દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલને દ્રાવકના કદને બદલે વજન સાથે…
વધુ વાંચો >મૉલિના મારિયો
મૉલિના મારિયો (જ. 19 માર્ચ 1943, મેક્સિકો શહેર, મેક્સિકો) : પર્યાવરણ માટે હાનિકારક એવા ઓઝોન-સ્તરનાં ગાબડાં (hole) સાથે સંકળાયેલ સંશોધન માટે 1995ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના શેરવુડ રૉલૅન્ડ અને પૉલ ક્રુટ્ઝન સાથે વિજેતા. તેઓ જન્મે મેક્સિકન એવા અમેરિકન રસાયણશાસ્ત્રી હતા. તેમણે મેક્સિકો શહેરની નૅશનલ ઑટોનોમસ યુનિવર્સિટી ઑવ્ મેક્સિકોમાં રાસાયણિક…
વધુ વાંચો >મૉલિબ્ડિનમ
મૉલિબ્ડિનમ (Molybdenum) : આવર્તક કોષ્ટકના 6ઠ્ઠા સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Mo. ગ્રીક શબ્દ મૉલિબ્ડોસ (સીસા જેવું) ઉપરથી આ તત્વનું નામ મૉલિબ્ડિનમ પડ્યું (1816). જોકે ફક્ત ઘનતા સિવાય આ બે ધાતુઓના ભૌતિક ગુણધર્મોમાં કોઈ સમાનતા નથી. 1778માં સ્વીડિશ રસાયણવિદ કાર્લ વિલ્હેમ શીલેએ મૉલિબ્ડીનાઇટ (MoS2) ખનિજમાંથી નાઇટ્રિક ઍસિડની પ્રક્રિયા દ્વારા એક નવા…
વધુ વાંચો >મૉસબાઉઅર સ્પેક્ટ્રમિકી
મૉસબાઉઅર સ્પેક્ટ્રમિકી (Mössbauer Spectroscopy) નાભિક(nucleus)ની ઊર્જા-અવસ્થાઓ (energy states) વચ્ચે થતાં સંક્રમણો(transitions)ને કારણે ઉદભવતા γ–કિરણોના સંસ્પંદી (અનુનાદી, resonant) અવશોષણ(અથવા ઉત્સર્જન)ને માપતી તકનીક અને તેથી મળતા વર્ણપટોનો અભ્યાસ. જર્મન વૈજ્ઞાનિક રુડોલ્ફ લુડવિગ મૉસબાઉઅરે 1957માં શોધેલ અને મૉસબાઉઅર અસર તરીકે ઓળખાતી ઘટનામાં γ–કિરણો(ટૂંકી તરંગલંબાઈ ધરાવતા X–કિરણો)ના પ્રતિક્ષેપમુક્ત (recoil free) સંસ્પંદન અવશોષણનો અભ્યાસ કરવામાં…
વધુ વાંચો >યલાઇડ (ylide અથવા ylid)
યલાઇડ (ylide અથવા ylid) : બે પાસપાસેના (adjacent) પરમાણુઓ સૂત્રગત (formal) ધન અને ઋણ વીજભાર ધરાવતા હોય અને જેમાં બંને પરમાણુઓનાં ઇલેક્ટ્રૉન-અષ્ટક પૂર્ણ હોય તેવાં વિવિધ કાર્બનિક સંયોજનો. આ સંયોજનોમાં ધન વીજભારની ઉચ્ચ માત્રા ધરાવતો હોય તેવા વિષમ પરમાણુ (heteratom) સાથે કાર્બએનાયન જોડાયેલો હોય છે : યલાઇડ તટસ્થ સંયોજન છે,…
વધુ વાંચો >યાગી, ઓમર એમ.
યાગી, ઓમર એમ. (Yaghi, Omar M.) (જ. 1 ફ્રેબ્રુઆરી 1965, અમ્માન, જૉર્ડન) : ધાતુ-કાર્બનિક (metal–organic) માળખાના વિકાસ માટે 2025નો રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર તેમને રિચર્ડ રૉબસન અને સુસુમા કિટાગાવા સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો. તેમનો જન્મ પૅલેસ્ટિનિયન નિરાશ્રિત કુટુંબમાં થયો હતો. તેઓ અત્યંત નાના ઘરમાં અનેક…
વધુ વાંચો >યાન-ટેલર અસર (Jahn-Teller effect)
યાન-ટેલર અસર (Jahn-Teller effect) : કેટલીક સ્ફટિક ક્ષતિઓની, અને કેટલાક કિસ્સામાં સમગ્ર સ્ફટિકની, જાલક (lattice) સંરચનામાં તો વળી કેટલાક અણુઓની સંરચનામાં જોવા મળતી એવી નાની વિકૃતિ કે જે સમમિતિ ઘટાડે છે અને ઇલેક્ટ્રૉનીય અપહ્રાસ(degeneracy)ને દૂર કરે છે. સંક્રાંતિ ધાતુ આયનો અને તેમનાં સંકીર્ણો તેમની જલાન્વીકરણ ઉષ્મા (heats of hydration), જાલક…
વધુ વાંચો >યુરેનિયમ
યુરેનિયમ : આવર્તક કોષ્ટકના ત્રીજા સમૂહમાં આવેલ ઍક્ટિનાઇડ શ્રેણીનું વિકિરણધર્મી (radioactive) ધાતુ-તત્વ. સંજ્ઞા U. કુદરતી રીતે મળતાં તત્વોમાં તે સૌથી ભારે છે. આયોડિન, મર્ક્યુરી (પારો) અને સિલ્વર (ચાંદી) જેવાં સામાન્ય જાણીતાં તત્વો કરતાં તેની વિપુલતા વધુ છે, પણ જે ખડકોમાં તે મળે છે તેમાં તેનો જથ્થો ઘણો ઓછો હોય છે.…
વધુ વાંચો >યુરે, હેરોલ્ડ ક્લેટન
યુરે, હેરોલ્ડ ક્લેટન (Urey, Harold Clayton) (જ. 29 એપ્રિલ 1893, વોકરટન, યુ.એસ.; અ. 5 જાન્યુઆરી 1981, લા હોલે, કૅલિફૉર્નિયા) : ડ્યુટેરિયમ(ભારે હાઇડ્રોજન)ની શોધ બદલ 1934ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારવિજેતા, યુ.એસ.ના ભૌતિક-રસાયણવિદ. સમસ્થાનિકો(isotopes)ના અલગનની પદ્ધતિઓ અને સમસ્થાનિકોની ઉપયોગિતા વિકસાવવામાં તેઓ અગ્રણી હતા. તેઓ એક પાદરીના પુત્ર હતા. મૂળ તેમણે 1917માં…
વધુ વાંચો >યુરોપિયમ
યુરોપિયમ : આવર્તક કોષ્ટકમાં ત્રીજા(III) સમૂહમાં આવેલ વિરલ મૃદા-ધાતુઓના સમૂહ પૈકીનું એક રાસાયણિક તત્વ. સંજ્ઞા Eu. પૃથ્વીના પોપડામાં એક સમૂહ તરીકે વિરલ (દુર્લભ) મૃદાધાતુઓનું પ્રમાણ 0.008 % હોય છે. આ પ્રમાણનો 0.05 %થી 0.2 % ભાગ યુરોપિયમનો હોય છે. કુદરતમાં તેના બે સ્થાયી સમસ્થાનિકો (isotopes) 151Eu અને 153Eu મળે છે,…
વધુ વાંચો >