રસાયણશાસ્ત્ર

રાસાયણિક બંધ (chemical bond)

રાસાયણિક બંધ (chemical bond) અણુ અથવા સ્ફટિકમાંના પરમાણુઓને એકબીજા સાથે પ્રબળ રીતે જકડી રાખનારાં આકર્ષણ-બળો. જો બે પરમાણુઓ અથવા સમૂહો વચ્ચે લાગતાં બળો એવાં હોય કે તે એક નવો, પૂરતી સ્થિરતાવાળો એવો સમુચ્ચય (aggregate) બનાવે કે જેને રસાયણવિદ (chemist) સ્વતંત્ર આણ્વીય જાતિ (molecular species) તરીકે ગણાવી શકે તો તેમની વચ્ચે…

વધુ વાંચો >

રાસાયણિક વર્ગીકરણ (chemotaxonomy)

રાસાયણિક વર્ગીકરણ (chemotaxonomy) વનસ્પતિ-વર્ગીકરણવિદ્યાના અભ્યાસમાં રસાયણવિજ્ઞાનનો વિનિયોગ. વનસ્પતિ-વર્ગીકરણવિદ્યાની ત્રણ પદ્ધતિઓ છે : (1) કૃત્રિમ (artificial), (2) નૈસર્ગિક (natural) અને (3) જાતિવિકાસીય (phylogenetic). પ્રાચીન કાળમાં કૃત્રિમ અને નૈસર્ગિક પદ્ધતિઓ દ્વારા વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. ડાર્વિનના ‘પ્રાકૃતિક પસંદગીવાદ’ (theory of natural selection) પછી ઍંગ્લર અને પ્રૅન્ટલ, હચિન્સન, રૅન્ડલ, ચાર્લ્સ બૅસી, તખ્તજાન,…

વધુ વાંચો >

રાસાયણિક સમતોલન

રાસાયણિક સમતોલન : પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતી એક એવી સ્થિતિ કે જેમાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતામાં કોઈ દેખીતો ફેરફાર થતો નથી. પ્રતિવર્તી પ્રક્રિયા એ એવી પ્રક્રિયા છે કે જેમાં નીપજો ઉત્પન્ન થતાંની સાથે તેમની વચ્ચે પ્રક્રિયા થઈ મૂળ પ્રક્રિયકો પાછા ઉત્પન્ન થાય છે; દા. ત., A B   .…

વધુ વાંચો >

રાસાયણિક સમીકરણ

રાસાયણિક સમીકરણ : રાસાયણિક પ્રક્રિયાને, તેમાં ભાગ લેતા તેમજ પ્રક્રિયાને લીધે ઉત્પન્ન થતા પદાર્થોના કણો (પરમાણુઓ, અણુઓ, આયનો) માટે સંજ્ઞાઓ (symbols) અને સૂત્રો વાપરીને, દર્શાવવાની એક રીત. આવા સમીકરણમાં પ્રક્રિયા કરતા પદાર્થો (પ્રક્રિયકો) સામાન્ય રીતે ડાબી બાજુએ જ્યારે પ્રક્રિયા થયા બાદ ઉદભવતી નીપજોને જમણી બાજુએ દર્શાવવામાં આવે છે અને તેમને…

વધુ વાંચો >

રાસાયણિક સંજ્ઞા (chemical symbol)

રાસાયણિક સંજ્ઞા (chemical symbol) : રાસાયણિક તત્વોને તેમનાં વૈજ્ઞાનિક નામો ઉપરથી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાતી સંક્ષિપ્ત સંકેતલિપિ. રાસાયણિક સંજ્ઞાઓ માટે અક્ષરોનો સૌપ્રથમ ઉપયોગ સ્કૉટલૅન્ડના રસાયણવિદ્ ટૉમસ ટૉમ્સને 1801માં તેમના ‘મિનરલૉજી’ (mineralogy) નામના અધિકરણમાં કર્યો હતો. 1813માં જે. જે. બર્ઝેલિયસે તત્વોનાં લૅટિન નામો ઉપરથી રાસાયણિક સંજ્ઞાઓનો ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું.…

વધુ વાંચો >

રાસાયણિક સંદીપ્તિ (chemiluminescence)

રાસાયણિક સંદીપ્તિ (chemiluminescence) : જે તાપમાને સામાન્ય રીતે પ્રકાશની આશા ન રાખી શકાય તે તાપમાને રાસાયણિક પ્રક્રિયાને પરિણામે થતું પ્રકાશનું ઉત્સર્જન. આને ઠંડો પ્રકાશ પણ કહે છે, કારણ કે શ્યામ પિંડ (black body) સામાન્ય રીતે 500° સે.થી નીચા તાપમાને શ્યપ્રકાશ ઉત્પન્ન કરતો નથી. કેટલીક વાર ભૂતલ અવસ્થામાં રહેલો એક પ્રક્રિયક…

વધુ વાંચો >

રાસાયણિક સંયોગીકરણ (chemical association)

રાસાયણિક સંયોગીકરણ (chemical association) : પરમાણુઓ અને અણુઓનું, તેમને એકબીજા સાથે બાંધી રાખતા રાસાયણિક બંધો કરતાં પણ નિર્બળ એવાં બળો દ્વારા મોટા એકમો(units)માં સમુચ્ચયન (aggregation). આ પદ(term)નો ઉપયોગ સામાન્ય રીતે સમાન પ્રકારના પરમાણુઓ કે અણુઓના સમુચ્ચયન પૂરતો મર્યાદિત છે. બહુલીકરણ(polymerisation)માં પણ સમાન પ્રકારના એકમોના એકબીજા સાથેના જોડાણથી મોટા એકમોનું નિર્માણ…

વધુ વાંચો >

રાસાયણિક સંયોજન (chemical compound)

રાસાયણિક સંયોજન (chemical compound) : બે અથવા વધુ તત્વોના એકબીજા સાથે નિશ્ચિત (fixed) પ્રમાણમાંના સંયોગ(combination)થી ઉદભવતો પદાર્થ. સંયોજન બનવા સાથે રાસાયણિક પ્રક્રિયા સંકળાયેલી છે એટલે કે તેમાં ભાગ લેતા પરમાણુઓના સંયોજકતા ઇલેક્ટ્રૉનની સંરચનામાં ફેરફાર થાય છે. સંયોજનનું રાસાયણિક સૂત્ર (formula) તેમાં રહેલાં તત્વોના રૂપમાં તેનું સંઘટન દર્શાવે છે; દા.ત., પાણીનું…

વધુ વાંચો >

રાસાયણિક સંશ્લેષણ

રાસાયણિક સંશ્લેષણ : સાદાં રાસાયણિક સંયોજનોમાંથી સંકીર્ણ સંયોજનો બનાવવાની પ્રવિધિ. આ એવી પ્રવિધિ છે, જેના દ્વારા રોજિંદી જરૂરિયાતો માટેના આવશ્યક પદાર્થો બનાવાય છે. આ શબ્દપ્રયોગ આમ તો બધાં જ રાસાયણિક સંયોજનોને લાગુ પડે છે; પરંતુ મહદ્અંશે તે કાર્બનિક સંયોજનોના સંશ્લેષણ માટે વપરાય છે. કુદરતમાં મળતા રાસાયણિક પદાર્થોના બંધારણ અંગે વધુ…

વધુ વાંચો >

રાસાયણિક સંયોજન(combination)ના નિયમો

રાસાયણિક સંયોજન(combination)ના નિયમો : જ્યારે તત્વો રાસાયણિક રીતે સંયોજાય ત્યારે તેમનાં વજનોના (અથવા કદના) સાપેક્ષ પ્રમાણને લગતા નિયમો. નિયત પ્રમાણનો નિયમ (law of definite proportions) : કોઈ પણ સંયોજન ગમે તે રીત દ્વારા બનાવવામાં આવે તો પણ તેમાં રહેલાં તત્વોનું વજનમાં દર્શાવેલું પ્રમાણ નિયત રહે છે; દા.ત., પાણી કોઈ પણ…

વધુ વાંચો >