રસાયણશાસ્ત્ર

રાસાયણિક સાંખ્યિકી (chemical statistics)

રાસાયણિક સાંખ્યિકી (chemical statistics) : પ્રણાલીના દબાણ, એન્થાલ્પી, એન્ટ્રોપી જેવા સ્થૂળ (macroscopic) ઉષ્માગતિજ ગુણધર્મોને ક્વૉન્ટમ યાંત્રિકી દ્વારા મેળવેલ પારમાણ્વિક/આણ્વિક ગુણધર્મો સાથે સાંકળી લેતી વિજ્ઞાનની શાખા. પ્રયોગશાળામાં જે પ્રણાલીઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને સ્થૂળ અથવા વિશાળસ્વરૂપ (macroscopic) કહી શકાય, કારણ કે તે અનેક સૂક્ષ્મ ઘટક-કણોની બનેલી હોય છે. આવી પ્રણાલીઓ…

વધુ વાંચો >

રાસાયણિક સૂત્ર (chemical formula)

રાસાયણિક સૂત્ર (chemical formula) : રાસાયણિક સંયોજનનું સંઘટન [તેમાં હાજર રહેલાં તત્વો અને તેમનું પ્રમાણ (પરમાણુઓની સંખ્યા)] દર્શાવવાની વિવિધ રીતો પૈકીની એક. સંયોજન માટે વપરાતાં સૂત્રોનાં વિવિધ સ્વરૂપોમાં પ્રમાણસૂચક (empirical), આણ્વિક (molecular), બંધારણીય (structural) અને પ્રક્ષેપણ (projection) સૂત્રોને ગણાવી શકાય. તત્વનો અણુ એક કરતાં વધુ પરમાણુઓ ધરાવતો હોય તો તેના…

વધુ વાંચો >

રિચર્ડ્ઝ, થિયોડૉર વિલિયમ (Richards, Theodore William)

રિચર્ડ્ઝ, થિયોડૉર વિલિયમ (Richards, Theodore William) (જ. 31 જાન્યુઆરી 1868, જર્મન ટાઉન, પેન્સિલ્વેનિયા, યુ.એસ.; અ. 2 એપ્રિલ 1928, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.) : માત્રાત્મક (quantitative) રાસાયણિક વિશ્લેષણ દ્વારા સાપેક્ષ પરમાણુભારના ચોક્કસ (accurate) નિર્ધારણ માટેના પ્રખ્યાત યુ.એસ. વૈશ્લેષિક રસાયણવિદ. 60 જેટલાં તત્વોના પરમાણુભાર અંગેના સંશોધન અને સમસ્થાનિકોના અસ્તિત્વ માટેના સૂચન બદલ તેમને…

વધુ વાંચો >

રિડક્શન-ઑક્સિડેશન

રિડક્શન-ઑક્સિડેશન પરમાણુ અથવા પરમાણુસમૂહ સાથે સંલગ્ન ઇલેક્ટ્રૉનની સંખ્યામાં વધારો-ઘટાડો થતો હોય તેવી સમક્ષણિક (simultaneous) રાસાયણિક પ્રક્રિયાઓ પૈકીની એક. જો ઇલેક્ટ્રૉનની સંખ્યામાં વધારો થતો હોય તો રિડક્શન (અપચયન) અને જો ઘટાડો થતો હોય તો ઑક્સિડેશન (ઉપચયન) કહેવાય છે. બંને પ્રક્રિયાઓ એકસાથે થતી હોવાથી પ્રક્રિયા દરમિયાન એક પદાર્થનું ઑક્સિડેશન અને બીજાનું રિડક્શન…

વધુ વાંચો >

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – જોરહાટ

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, જોરહાટ : સીએસઆઈઆર (CSIR) સ્થાપિત વિવિધ પ્રયોગશાળાઓમાંની એક. ઈશાન ભારતના પ્રદેશોની કુદરતી સંપત્તિ આધારિત એવી સ્વદેશી ટૅકનૉલૉજી વિકસાવવા આ સંસ્થા કાર્ય કરે છે કે જે ગુણવત્તા, કિંમત તથા ક્ષમતાની દૃષ્ટિએ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સુસંગત હોય. સંસ્થાની સંશોધન તથા વિકાસ શાખા મુખ્યત્વે તેલક્ષેત્રોમાંથી મળતાં રસાયણો, કૃષિ-રસાયણો, સુગંધી દ્રવ્યો…

વધુ વાંચો >

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભુવનેશ્વર

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભુવનેશ્વર : સી.એસ.આઇ.આર. (CSIR) સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. ભુવનેશ્વરમાં સ્થપાયેલી આ પ્રયોગશાળા ખનિજોનાં લક્ષણચિત્રણ, સંકીર્ણ અયસ્કોના સમપરિષ્કરણ તેમજ સંકેન્દ્રિત ખનિજના સંપીડન ઉપર સંશોધન કરે છે. આ ઉપરાંત ધાતુઓનું ઉષ્મીય તેમજ જળ-ધાતુકર્મીય નિષ્કર્ષણ, મિશ્રધાતુઓની બનાવટ ઉપરાંત રદ્દી (અપશિષ્ટ) ભંગારમાંથી ધાતુઓની પુન:પ્રાપ્તિ અંગે પણ કાર્ય કરે છે. સમુદ્રી વનસ્પતિમાંથી તથા…

વધુ વાંચો >

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી – ભોપાલ

રીજિયોનલ રિસર્ચ લૅબોરેટરી, ભોપાલ : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ નામની સ્વાયત્ત સંસ્થાના નેજા હેઠળ સ્થપાયેલી ક્ષેત્રીય પ્રયોગશાળા. હાલમાં એડવાન્સ મટીરિયલ ઍન્ડ પ્રોસેસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (AMPRI), ભોપાલ તરીકે ઓળખાય છે. આ સંસ્થાની સ્થાપના 1981માં ભોપાલ ખાતે થઈ. સંસ્થા નવી દિલ્હી ખાતેની counsil for Industrial Research (CSIR)માં શરૂઆતનાં વર્ષોમાં કાર્યરત…

વધુ વાંચો >

રીબોન્યૂક્લીક ઍસિડ

રીબોન્યૂક્લીક ઍસિડ : જુઓ ન્યૂક્લીઇક ઍસિડ.

વધુ વાંચો >

રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold)

રુઝિસ્કા, લિયોપોલ્ડ (Ruzicka, Leopold) (જ. 13 સપ્ટેમ્બર 1887, ફુકોવર, ઑસ્ટ્રિયા [ક્રોએશિયા]; અ. 26 સપ્ટેમ્બર 1976, ઝુરિક) : સ્વિસ રસાયણવિદ અને એડોલ્ફ બ્યુટેનન્ટ સાથે 1939ના વર્ષના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમનું પ્રાથમિક ભણતર ઓસિજેક(ક્રોએશિયા)માં થયું હતું. ભૌતિકશાસ્ત્ર અને ગણિત તેમના રસના મુખ્ય વિષયો હતા; પણ કુદરતમાં મળી આવતા પદાર્થોમાં વિશેષ…

વધુ વાંચો >

રૂથરફૉર્ડિયમ (Rf)

રૂથરફૉર્ડિયમ (Rf) : આવર્તક કોષ્ટકના 4થા સમૂહમાં આવેલ વિકિરણધર્મી (radioactive) રાસાયણિક ધાતુતત્વ. સંજ્ઞા Rf; પરમાણુક્રમાંક 104. ઍક્ટિનાઇડ શ્રેણી પૂર્ણ થયા પછીનું, અનુઍક્ટિનાઇડ શ્રેણીનું પ્રથમ અને બારમું અનુયુરેનિયમ તત્વ છે. વૈજ્ઞાનિકોનાં બે જૂથોએ (એક અગાઉના સોવિયેત યુનિયનનું અને બીજું યુનાઇટેડ સ્ટેટ્સનું) આ તત્વ સૌપ્રથમ પેદા કર્યાનો દાવો કરેલ. 1964માં ડ્યૂબનામાં આવેલ…

વધુ વાંચો >