રસાયણશાસ્ત્ર
પેરુત્ઝ મૅક્સ ફર્ડિનાન્ડ
પેરુત્ઝ, મૅક્સ ફર્ડિનાન્ડ (Perutz, Max Ferdinand) (જ. 19 મે, 1914, વિયેના, ઑસ્ટ્રિયા; અ. 6 ફેબ્રુઆરી, 2002, કેમ્બ્રિજ-યુ.કે.) : ઑસ્ટ્રિયન-બ્રિટિશ આણ્વિક-જીવવિજ્ઞાની અને 1962ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા. પેરુત્ઝે વિયેના યુનિવર્સિટીમાં અકાર્બનિક વિશ્લેષણના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલો. તે દરમિયાન તેમને કાર્બનિક રસાયણના અભ્યાસ પ્રત્યે રસ ઉદભવ્યો, જેના લીધે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેવેન્ડિશની પ્રયોગશાળામાં સંશોધનકાર્યની…
વધુ વાંચો >પૅરેફિન
પૅરેફિન : મીણ જેવા પદાર્થ અથવા સંયોજનોના સમૂહ માટે વપરાતો શબ્દ. મીણ અથવા ‘વૅક્સ’ (wax) શબ્દ પેટ્રોલિયમમાંથી મળતી કેટલીક અપરિષ્કૃત (crude) પેદાશો માટે પણ વપરાય છે. તેને ઠંડું પાડીને અલગ કરવામાં આવે છે તથા મિથાઇલ ઇથાઇલ કીટોનમાંથી સ્ફટિકીકરણ દ્વારા તેને શુદ્ધ કરવામાં આવે છે. પૅરેફિન વૅક્સ C26થી C30 કાર્બનવાળા આલ્કેન…
વધુ વાંચો >પૅરેફિન મીણ (paraffin wax)
પૅરેફિન મીણ (paraffin wax) : પેટ્રોલિયમમાંના ઊંજણતેલના અંશનું વિમીણીકરણ (dewaxing) કરીને મેળવાતો, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનોનો બનેલો ઘન પદાર્થ. તે સ્ફટિકમય કે સૂક્ષ્મ સ્ફટિકમય (micro- crystalline) હોય છે. ઊંજણતેલનું વિભાગીકરણ (fractionation) કરીને મેળવાતા નિસ્યંદિત ભાગમાંથી સ્ફટિકમય મીણ, જ્યારે અપરિષ્કૃત (crude) તેલમાંના અવશિષ્ટ (residual) ઊંજણતેલના ભાગમાંથી સૂક્ષ્મસ્ફટિકીય પ્રકારનું મીણ મળે છે. સ્ફટિકમય મીણ…
વધુ વાંચો >પેરૉક્સાઇડ
પેરૉક્સાઇડ : પેરૉક્સી સમૂહ (-O-O-) ધરાવતું રાસાયણિક સંયોજન. પેરૉક્સાઇડને હાઇડ્રોજન પેરૉક્સાઇડનાં સંયોજનો ગણી શકાય. કાર્બનિક કે અકાર્બનિક પેરૉક્સાઇડમાં હાઇડ્રોજન પેરૉક્સાઇડ- (H2O2)ના એક અથવા બંને હાઇડ્રોજન વિસ્થાપન પામેલા હોય છે. ઉપચયન, સંશ્લેષણ, બહુલીકરણ તથા ઑક્સિજન બનાવવામાં પેરૉક્સાઇડ ઉપયોગમાં લેવાય છે. અકાર્બનિક પેરૉક્સાઇડમાં પરસલ્ફેટ, H2O2, Na2O2, તથા અન્ય ધાતુના પેરૉક્સાઇડ વગેરેને ગણાવી…
વધુ વાંચો >પેલેટિયરીન
પેલેટિયરીન : દાડમ(Punica granatum)ના ઝાડના મૂળની છાલમાંથી મળતું પ્રવાહી આલ્કેલૉઇડ. [β – 2 (પીપરીડાઇલ) – પ્રોપિયોનાલ્ડિહાઇડ] C5H10N(CH2)2CHO તેનું ઉ.બિં. 195o સે. તથા ઘટત્વ 0.988 છે. તે પાણી, આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મ તથા બેન્ઝિનમાં દ્રાવ્ય છે. તેના સલ્ફેટ, ટેનેટ, વેલરેટ જેવાં લવણો ઔષધ રૂપે પટ્ટીકૃમિનિસ્સારક (taeniafuge), કૃમિનાશક (anthelmintic), અતિસાર-પ્રતિકારક (antidysenteric) તરીકે વપરાય…
વધુ વાંચો >પોટૅશિયમ
પોટૅશિયમ : આવર્તક કોષ્ટકના પ્રથમ (અગાઉના 1A) (આલ્કલી ધાતુ) સમૂહમાં સોડિયમની નીચે તથા રૂબિડિયમની ઉપર આવતું તત્વ. તેની સંજ્ઞા K, પરમાણુક્રમાંક 19, પરમાણુભાર 39.102, ગ. બિં. 63.7o સે. અને ઉ. બિં. 774o સે. છે. તેની ઇલેક્ટ્રૉન સંરચના (Ar)3s1 છે. તે વજનમાં હલકી, નરમ, નીચા ગ. બિં.વાળી ચાંદી જેવી ચળકતી સક્રિય…
વધુ વાંચો >પોટૅશિયમ ક્લોરાઇડ
પોટૅશિયમ ક્લોરાઇડ : સિલ્વાઇટ ખનિજમાંથી મળતું પોટૅશિયમ સંયોજન. આ ખનિજ સોડિયમ તથા પોટૅશિયમ ક્લોરાઇડનું મિશ્રણ હોઈ પાણીમાં દ્રાવ્ય હોય છે. તે કાર્નેલાઇટ ખનિજમાંથી પણ મળે છે. કાર્નેલાઇટને પિગાળવાથી મોટા ભાગનું પોટૅશિયમ ક્લોરાઇડ અલગ પડે છે તથા પીગળેલું Mgcl2·6H2O પાછળ રહી જાય છે. KCl·Mgcl2·6H22O = KCl + Mgcl2·6H2O તે રંગવિહીન, સ્ફટિકમય,…
વધુ વાંચો >પોટૅશિયમ ક્લોરેટ (KClO3)
પોટૅશિયમ ક્લોરેટ (KClO3) : પોટૅશિયમ ધાતુનું એક સ્ફોટક સંયોજન. પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડના આલ્કલી દ્રાવણમાં ક્લોરિન વાયુ પસાર કરવાથી પોટૅશિયમ હાઇપોક્લોરાઇટ તથા પોટૅશિયમ ક્લોરાઇડ બને છે. વધુ ક્લોરિન પસાર કરતાં હાઇપોક્લોરાઇટનું ક્લોરેટ તથા વધુ ક્લોરાઇડમાં પરિવર્તન થાય છે. ગરમ સંકેન્દ્રિત પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડમાં ક્લોરિન પસાર કરતાં ક્લોરેટ તત્કાળ બને છે. 6KOH + 3Cl2…
વધુ વાંચો >પોટૅશિયમ ડાયક્રોમેટ (K2Cr2O7)
પોટૅશિયમ ડાયક્રોમેટ (K2Cr2O7) : પોટૅશિયમનું એક ઉપયોગી ઉપચયનકારી સંયોજન. તે પીળાશ પડતા રાતા રંગનું, પારદર્શક, સ્ફટિકમય, સ્વાદે કડવું (bitter) હોય છે. તે પાણીમાં દ્રાવ્ય, પણ આલ્કોહૉલમાં અદ્રાવ્ય છે. તેનું ગ.બિં 3960 સે. અને ઘટત્વ 2.676 છે. તે 500o સે. તાપમાને વિઘટનશીલ છે. પોટૅશિયમ ડાયક્રોમેટ બનાવવા માટે (અ) પોટૅશિયમ ક્લોરાઇડ અને…
વધુ વાંચો >પોટૅશિયમ નાઇટ્રેટ (નાઇટર સૉલ્ટપીટર) (KNO3)
પોટૅશિયમ નાઇટ્રેટ (નાઇટર, સૉલ્ટપીટર) (KNO3) : પોટૅશિયમ ધાતુનું એક ઉપયોગી લવણ. તે પારદર્શક, રંગવિહીન, સ્ફટિકમય સંયોજન છે. તે સાધારણ જળગ્રાહી, તીખું, ખારા સ્વાદવાળું છે. તેનું ગ.બિં. 3370 સે., ઉ.બિં. 4000 સે. (વિઘટન) અને ઘટત્વ 2.106 છે તે પાણી તથા ગ્લિસરીનમાં દ્રાવ્ય તથા આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. પોટૅશિયમ નાઇટ્રેટ પ્રબળ ઉપચયનકર્તા…
વધુ વાંચો >