પોટૅશિયમ ક્લોરાઇડ

January, 1999

પોટૅશિયમ ક્લોરાઇડ : સિલ્વાઇટ ખનિજમાંથી મળતું પોટૅશિયમ સંયોજન. આ ખનિજ સોડિયમ તથા પોટૅશિયમ ક્લોરાઇડનું મિશ્રણ હોઈ પાણીમાં દ્રાવ્ય હોય છે. તે કાર્નેલાઇટ ખનિજમાંથી પણ મળે છે. કાર્નેલાઇટને પિગાળવાથી મોટા ભાગનું પોટૅશિયમ ક્લોરાઇડ અલગ પડે છે તથા પીગળેલું  Mgcl2·6H2O પાછળ રહી જાય છે.

KCl·Mgcl2·6H22O = KCl + Mgcl2·6H2O

તે રંગવિહીન, સ્ફટિકમય, ખારા સ્વાદવાળું જળદ્રાવ્ય સંયોજન છે. ઇથર, ઍસિટોન વગેરેમાં તે અદ્રાવ્ય છે. તેનું ગ.બિ. 7720 સે. તથા ઘટત્વ 1.987 છે. 1,5000 સે. તાપમાને તેનું ઊર્ધ્વપાતન થાય છે.

પોટૅશિયમ ક્લોરાઇડનો મુખ્ય ઉપયોગ ખાતર તરીકે થાય છે. તે ઉપરાંત પોટૅશિયમનાં અન્ય લવણો બનાવવામાં, ફાર્માસ્યુટિકલ બનાવટોમાં, ફોટોગ્રાફી, સ્પૅક્ટ્રમિતિ, પાંદડાના પોષકતત્વ તરીકે, મીઠાના અવેજ તરીકે બફર દ્રાવણો બનાવવા તથા ખોરાકમાં ઉમેરણ તરીકે તે વપરાય છે.

જ. પો. ત્રિવેદી