પેલેટિયરીન : દાડમ(Punica granatum)ના ઝાડના મૂળની છાલમાંથી મળતું પ્રવાહી આલ્કેલૉઇડ. [β  – 2  (પીપરીડાઇલ) – પ્રોપિયોનાલ્ડિહાઇડ] C5H10N(CH2)2CHO

તેનું ઉ.બિં. 195o સે. તથા ઘટત્વ 0.988 છે. તે પાણી, આલ્કોહૉલ, ઈથર, ક્લૉરોફૉર્મ તથા બેન્ઝિનમાં દ્રાવ્ય છે.

તેના સલ્ફેટ, ટેનેટ, વેલરેટ જેવાં લવણો ઔષધ રૂપે પટ્ટીકૃમિનિસ્સારક (taeniafuge), કૃમિનાશક (anthelmintic), અતિસાર-પ્રતિકારક (antidysenteric) તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી