રસાયણશાસ્ત્ર
પારો
પારો : જુઓ મર્ક્યુરી.
વધુ વાંચો >પાશ્ચર લુઇ
પાશ્ચર, લુઇ (જ. 27 ડિસેમ્બર 1822, ડોલે, ફ્રાન્સ; અ. 28 સપ્ટેમ્બર 1895, સેન્ટ ક્લાઉડ, પૅરિસ નજીક) : પ્રસિદ્ધ ફ્રેન્ચ રસાયણવિદ અને સૂક્ષ્મજીવાણુશાસ્ત્રી. વિજ્ઞાનમાં આંતરસૂઝ અને પ્રાયોગિક નિપુણતા ધરાવતા હોવાથી તેમણે જે કોઈ ક્ષેત્રમાં કાર્ય કર્યું તેમાં પાયાનાં સંશોધનો કર્યાં અને આ સંશોધનોનો ઉદ્યોગો અને માનવજાતના કલ્યાણ માટે ઉપયોગ કર્યો. ખાદ્ય…
વધુ વાંચો >પિક્રિક ઍસિડ (પિક્રોનાઇટ્રિક ઍસિડ ટ્રાયનાઇટ્રોફીનૉલ નાઇટ્રોઝેન્થિક ઍસિડ કાર્બેઝૉટિક ઍસિડ ફીનૉલટ્રાયનાઇટ્રેટ C6H2(NO2)3 OH)
પિક્રિક ઍસિડ (પિક્રોનાઇટ્રિક ઍસિડ, ટ્રાયનાઇટ્રોફીનૉલ, નાઇટ્રોઝેન્થિક ઍસિડ, કાર્બેઝૉટિક ઍસિડ, ફીનૉલટ્રાયનાઇટ્રેટ C6H2(NO2)3 OH) : ઉગ્રપણે સ્ફોટક નાઇટ્રો-સંયોજન. ફીનૉલને સંકેન્દ્રિત સલ્ફયુરિક ઍસિડ સાથે ગરમ કરતાં ફીનોલ સલ્ફૉનિક ઍસિડ મળે છે. તેના નાઇટ્રેશન દ્વારા પિક્રિક ઍસિડ મળે છે. તે પીળાશ પડતો સ્ફટિકમય પદાર્થ છે. તે પાણી, આલ્કોહૉલ, બેન્ઝિન, ઈથર વગેરેમાં દ્રાવ્ય છે. સ્વાદમાં…
વધુ વાંચો >પિપેટ
પિપેટ : પ્રવાહી અથવા દ્રાવણનું ચોક્કસ કદ લેવા માટે વપરાતી બંને છેડે ખુલ્લી અને મધ્ય ભાગે ફૂલેલી કાચની નળી. તેનો અગ્રભાગ (tip) સાંકડો હોય છે. તે બે પ્રકારની હોય છે : (અ) કદમિતીય અથવા સ્થળાંતર (transfer) પિપેટ અને (બ) અંકિત (graduated) પિપેટ. મોં વડે ચૂસીને અથવા સલામતી ખાતર બીજાં ચૂસવાનાં…
વધુ વાંચો >પિપેરાઇન
પિપેરાઇન : મરી(pepper vine, piper nigrum)માં રહેલું તીવ્ર સ્વાદવાળું રસાયણ. નાઇટ્રોજનયુક્ત (આલ્કેલૉઇડ) કાર્બનિક સંયોજનો પૈકીનું એક. કાળા અથવા સફેદ મરીમાં 5 %થી 9 % પિપેરાઇન હોય છે. સૌપ્રથમ 1820માં તે મરીમાંથી જુદું પાડવામાં આવેલું. તે પછી 1882માં તેનું બંધારણ નક્કી કરવામાં આવેલું અને 1894માં તેનું સંશ્લેષણ કરવામાં આવેલું. તાજા ખાંડેલા…
વધુ વાંચો >પિરિડીન
પિરિડીન (C5H5N) : એમોનિયા જેવી તીવ્ર વાસ ધરાવતો ષટ્ઘટકીય વિષમચક્રીય બેઇઝ. કોલટારમાંથી મળતા મધ્યમ તેલમાંથી તે પ્રાપ્ત થાય છે. સંશ્લેષિત રીતે એસેટાલ્ડિહાઇડ તથા એમોનિયાની પ્રક્રિયાથી તે બનાવવામાં આવે છે. પિરિડીન આછા પીળા રંગનું કે રંગવિહીન, ખરાબ વાસવાળું તથા ખૂબ તીખા સ્વાદવાળું પ્રવાહી છે, જે પ્રક્રિયામાં સાધારણ આલ્કલાઇન છે. તે પાણી,…
વધુ વાંચો >પીએચ (pH)
પીએચ (pH) : દ્રાવણની ઍસિડિકતા કે બેઝિકતા દર્શાવતો અંક. તે ફ્રેન્ચ પદ puissance de hydrogen (હાઇડ્રોજનની પ્રબળતા, સાંદ્રતા કે વિભવ) માટેની સંજ્ઞા છે. જલીય દ્રાવણોની હાઇડ્રોજન આયન સાંદ્રતા દર્શાવવાની આ પ્રણાલી ડૅનિશ જૈવરસાયણવિદ સોરેન સોરેન્સને 1909માં શોધી હતી. તે પ્રમાણે દ્રાવણનું pH મૂલ્ય એટલે દ્રાવણમાંના હાઇડ્રોજન (ખરેખર હાઇડ્રોનિયમ, H3O+) આયનોની…
વધુ વાંચો >pH મીટર
pH મીટર : દ્રાવણની હાઇડ્રોજન આયન(H+)-સાંદ્રતા (acidity) માપવા માટેનું સાધન. કોષનું વિદ્યુત-ચાલક બળ (electromotive force, e.m.f.) માપવા માટે પોટેન્શિયૉમીટર તરીકે પણ તે વાપરી શકાય છે. સાધનના ચંદા (dial) ઉપર pH અને મિ.વોલ્ટ બંને એકમો દર્શાવતા આંકા હોય છે. માપક્રમની પરાસ (range) pH મૂલ્યો માટે 0 થી 14 pH અને ઈ.એમ.એફ.…
વધુ વાંચો >પૂરકો (fillers)
પૂરકો (fillers) : રંગ, કાગળ, પ્લાસ્ટિક, રબર અથવા પ્રત્યાસ્થલકો (elastomers) જેવા ઘન, અર્ધઘન કે પ્રવાહી પદાર્થોના ગુણધર્મો સુધારવા તથા ખર્ચ ઘટાડવા માટે વપરાતા અક્રિય (inert), ઊંચું વિશિષ્ટ ગુરુત્વ ધરાવતા અને બારીક ભૂકારૂપ પદાર્થો. પૂરક એ નીપજનો મુખ્ય કે ગૌણ ઘટક હોઈ શકે. ઔષધો, સૌંદર્યપ્રસાધનો અને પ્રક્ષાલકો (detergents) જેવા પદાર્થોનો સ્થૂળ…
વધુ વાંચો >