રમતગમત
વિલ્સન, બેટી (વિલ્સન, ઇલિઝાબેથ રેબેકા)
વિલ્સન, બેટી (વિલ્સન, ઇલિઝાબેથ રેબેકા) (જ. 21 નવેમ્બર 1921, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાનાં મહિલા-ક્રિકેટ-ખેલાડી. ફેબ્રુઆરી, 1958માં મેલબૉર્ન ખાતેની ઇંગ્લૅન્ડ સામેની ઑસ્ટ્રેલિયાની મૅચમાં તેમણે 11.16ની ગોલંદાજી કરીને મહિલા ટેસ્ટ ક્રિકેટ માટેની સૌથી ઉત્તમ ગોલંદાજી બની રહી. પ્રથમ દાવમાં તેમણે ‘હૅટ-ટ્રિક’ની એટલે ઉપરા-ઉપરી 3 વિકેટ લેવાની સિદ્ધિ નોંધાવી ટેસ્ટ મૅચમાં મહિલા-ખેલાડીની એ…
વધુ વાંચો >વિશ્વકપ (વર્લ્ડકપ)
વિશ્વકપ (વર્લ્ડકપ) : એ નામે પ્રયોજાતી કેટલીક રમતોની સ્પર્ધાઓ. વિશ્વવ્યાપી ધોરણે સામાન્ય રીતે પ્રતિ ચાર વર્ષે વિવિધ નગરમાં તે પ્રયોજાય છે. એમાં ભાગ લેનારા દેશો મુખ્યત્વે યુરોપ તથા તેમણે સ્થાપેલી અમેરિકી વસાહતોના છે. ઑસ્ટ્રેલિયા આખો ખંડ પ્રારંભથી બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હોવાથી તથા ત્યાંની અને ન્યૂઝીલૅન્ડની વસ્તી મૂળ બ્રિટનની હોવાથી તે…
વધુ વાંચો >વિશ્વનાથ, ગુંડપ્પા
વિશ્વનાથ, ગુંડપ્પા (જ. 12 ફેબ્રુઆરી 1949, ભદ્રાવતી, બૅંગાલુરુ) : ક્રિકેટ-જગતમાં ‘વિશી’ના હુલામણા નામે જાણીતા ક્રિકેટ-ખેલાડી. તેઓ 162.6 સેમી.(5 ફૂટ 4 ઇંચ)ની ઊંચાઈ ધરાવે છે. વિશ્વનાથ ગુંડપ્પા રંગનાથે કર્ણાટક અને દક્ષિણ ક્ષેત્ર દ્વારા પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 44 સદીઓ સાથે કુલ 17,970 રન નોંધાવ્યા હતા, 15 વિકેટો ઝડપી હતી અને 226 કૅચ…
વધુ વાંચો >વિસડન ટ્રૉફી
વિસડન ટ્રૉફી : ‘ધ વિસડન ક્રિકેટર્સ એલ્મનેક’ નામના ઇંગ્લૅન્ડના એક ક્રિકેટ વાર્ષિકને પ્રસિદ્ધ થયે સો વર્ષ થતાં 1964માં તેની ઉજવણી માટે શરૂ કરેલી ક્રિકેટ-ટ્રૉફી. એ ટ્રૉફીના નિમિત્તભૂત ઉપર્યુક્ત ક્રિકેટ વાર્ષિક અંકમાં ક્રિકેટ-વિષયક લેખો, મૅચોની માહિતી, સંદર્ભ-લેખો તથા આંકડાકીય માહિતીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વાર્ષિકના પ્રકાશક જ્હૉન વિસડન હતા. 1963માં…
વધુ વાંચો >વીક્સ, એવરટન
વીક્સ, એવરટન (જ. 26 ફેબ્રુઆરી 1925, બ્રિજટાઉન, બાર્બાડૉસ) : વેસ્ટ ઇન્ડિઝના ક્રિકેટ-ખેલાડી. તેઓ છટાદાર ફટકાબાજ હતા અને એ રીતે અનેક ટીમના ગોલંદાજી-આક્રમણને તેઓ વેરવિખેર કરી મૂકતા. ભારત સામેની ટેસ્ટશ્રેણીમાં તેમણે 2 વખત 100 ઉપરાંતની સરેરાશ નોંધાવી હતી : 1948-49માં 111.28ની સરેરાશથી 779 રન અને 1953માં 102.28ની સરેરાશથી 716 રન. 1948માં…
વધુ વાંચો >વૂલી, ફ્રૅન્ક એડ્વર્ડ
વૂલી, ફ્રૅન્ક એડ્વર્ડ (જ. 27 મે 1887, ટૉનબ્રિજ, કૅન્ટ, યુ.કે.; અ. 18 ઑક્ટોબર 1978, હૅલિફેક્સ, નૉવા સ્કૉટિયા, કૅનેડા) : આંગ્લ ક્રિકેટ-ખેલાડી. તેઓ અજોડ ડાબોડી ગોલંદાજ હતા. તેમની ઝમકદાર બૅટિંગ તમામ ઊગતા ખેલાડીઓ માટે લાંબો સમય નમૂનારૂપ બની રહી. તેમનું કદ મોટું હતું અને તેઓ એક મહાન સર્વક્ષેત્રીય (all-rounder) ખેલાડી પણ…
વધુ વાંચો >વેઇટ-લિફ્ટિંગ
વેઇટ–લિફ્ટિંગ : વધુમાં વધુ વજન ઊંચકવાની રમતકળા. તેને ‘લોખંડી રમત’ તરીકે ઓળખવામાં આવે છે. વેઇટ-લિફ્ટિંગ સ્પર્ધામાં સ્પર્ધકે વજનસહિતના બારને ‘ટૂ હૅન્ડ્ઝ સ્નૅચ’ તથા ‘ક્લીન ઍન્ડ જર્ક’ પદ્ધતિથી ઊંચકવાનો હોય છે. દરેક ઊંચક પ્રકારમાં સ્પર્ધકને ત્રણ તક આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ વેઇટ-લિફ્ટિંગ ફેડરેશનની સ્થાપના ફ્રાન્સમાં પૅરિસ મુકામે થઈ હતી અને સૌપ્રથમ…
વધુ વાંચો >વેટ, જૉન હેન્રી બિકફૉર્ડ
વેટ, જૉન હેન્રી બિકફૉર્ડ (જ. 19 જાન્યુઆરી 1930, જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા) : દક્ષિણ આફ્રિકાના ક્રિકેટખેલાડી. તેઓ સૌથી સફળ વિકેટકીપર નીવડવા ઉપરાંત આધારભૂત જમણેરી બૅટધર પણ બની રહ્યા. દક્ષિણ આફ્રિકા વતી તેઓ વિક્રમજનક 50 ટેસ્ટમાં રમ્યા. 1961-62માં ન્યૂઝીલૅન્ડ સામે તેમણે 26 બૅટધરોને આઉટ કર્યા. (તેમાં 23 કૅચ અને 3 સ્ટમ્પિંગ હતાં.)…
વધુ વાંચો >વૅડ, વર્જિનિયા
વૅડ, વર્જિનિયા (જ. 10 જુલાઈ 1945, બૉર્નમાઉથ, હૅમ્પશાયર, યુ.કે.) : યુ.કે.નાં મહિલા ટેનિસ-ખેલાડી. તેઓ 1977ની વિમ્બલડનની સિંગલ્સની સ્પર્ધામાં વિજેતા બન્યાં. પ્રેક્ષકોએ આ જીત ખૂબ હોંશથી વધાવી, કારણ કે એ વિમ્બલડનનું શતાબ્દી-વર્ષ હતું અને પોતાના જ દેશના ખેલાડી ઘરઆંગણે વિજેતા બને એ બહુ મોટી ઘટના હતી. તેઓ લગભગ તેમની બત્રીસમી વર્ષગાંઠ…
વધુ વાંચો >વૅન ઉસ્ટન-હૅગ કીટી
વૅન ઉસ્ટન–હૅગ કીટી (જ. 1949, માર્ટનસ્ટિક, હોલૅન્ડ) : હોલૅન્ડનાં મહિલા-સાઇકલસવાર (cyclist). તેઓ વિશ્વનાં એક સૌથી મજબૂત સાઇકલસવાર લેખાયાં. તેમની ઝળહળતી કારકિર્દીમાં તેમણે 6 વિશ્વ વિજયપદક અને 22 રાષ્ટ્રીય વિજયપદક હાંસલ કર્યા. 1975-76માં અને 1978-79માં તેઓ વિશ્વ-ચૅમ્પિયન બન્યાં. 1971માં બીજા ક્રમે, 1968-69માં અને 1974માં ત્રીજા ક્રમે રહ્યાં; 1968 અને 1976માં તેઓ…
વધુ વાંચો >