રમતગમત

વેલ્સ, ઍલન

વેલ્સ, ઍલન (જ. 3 મે 1952, એડિનબરો, યુ.કે.) : ઍથ્લેટિક્સના આંગ્લ ખેલાડી. 1980માં 100 મીટરમાં તેઓ ઑલિમ્પિક રમતોમાં ચૅમ્પિયન બન્યા અને તે વખતે તેમની વય 28 હોવાથી, એ ચૅમ્પિયનશિપમાં તેઓ સૌથી મોટી ઉંમરના ચૅમ્પિયન હતા. યુ.એસ.ના બહિષ્કારના કારણે તેઓ ટોચના અમેરિકન ખેલાડી સામે પોતાની તાકાતનું પ્રદર્શન કરી શક્યા નહિ, પરંતુ…

વધુ વાંચો >

વેંગસરકર, દિલીપ બળવંત

વેંગસરકર, દિલીપ બળવંત (જ. 6 એપ્રિલ 1956, મુંબઈ) : ભારતના ક્રિકેટ ખેલાડી. ઉચ્ચ કક્ષાના પૂર્વ ટેસ્ટ બૅટધર ઇંગ્લૅન્ડના લૉડર્ઝના મેદાન ખાતે ત્રણ વાર સદીઓ ફટકારવાનું સ્વપ્નું સાર્થક કરનાર ભારતના એકમાત્ર બૅટધર. વેંગસરકરે આ સિદ્ધિ પોતાના પ્રથમ 3 ઇંગ્લૅન્ડ-પ્રવાસ દરમિયાન એટલે કે 1979, 1982 અને 1986માં હાંસલ કરી અને ક્રિકેટના વિશ્વમથક…

વધુ વાંચો >

વૉકર, જૉન

વૉકર, જૉન (જ. 12 જાન્યુઆરી 1952, પૅપાકુરા, ન્યૂઝીલૅન્ડ) : ન્યૂઝીલૅન્ડના ઍથ્લેટિક્સના ખેલાડી. તેઓ વિશ્વના સર્વપ્રથમ સબ 3 : 50 માઇલ દોડનાર બન્યા. 12 ઑગસ્ટ 1975ના રોજ ગૉથનબર્ગ ખાતે દોડીને 3 : 49.4 જેટલો સમય નોંધાવ્યો. 1976માં ઑસ્લો ખાતે 4 : 51.4નો સમય નોંધાવીને 2,000 મી.નો વિશ્વઆંક સ્થાપ્યો, તે પૂર્વે મોન્ટ્રિયલ…

વધુ વાંચો >

વૉકિહુરી, ડગ્લાસ

વૉકિહુરી, ડગ્લાસ (જ. 26 સપ્ટેમ્બર 1963, મૉમ્બાસા, કેન્યા) : કેન્યાના ઍથ્લેટિક્સના ખેલાડી. 1987ની વિશ્વ મૅરથોન વિજયપદકમાં તેમનો વિજય આશ્ર્ચર્યજનક હતો, પરંતુ પછીનાં 3 વર્ષ તેમણે પ્રભાવક રેકર્ડ દાખવ્યો અને ઑલિમ્પિક રજતચન્દ્રક 1988માં અને કૉમનવેલ્થ સુવર્ણચન્દ્રક 1990માં જીત્યા. 1983માં તેઓ વિશેષ તાલીમ માટે જાપાન ગયા. 1986માં તેમની પ્રથમ મૅરથોન દોડમાં તેમણે…

વધુ વાંચો >

વૉન ક્રૅમ ગૉટ ફ્રિડ

વૉન ક્રૅમ ગૉટ ફ્રિડ (જ. 7 જુલાઈ 1909, નૅટિંગન, હૅનૉવર; અ. 9 નવેમ્બર 1976, ઍલેક્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત) : જર્મનીના ટેનિસ-ખેલાડી. તેઓ 7 ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સમાં ફાઇનાલિસ્ટ બન્યા પણ કેવળ 2માં જ વિજયી નીવડ્યા  એ બે તે 1934 અને 1936માં ફ્રેન્ચ સ્પર્ધા. 1935માં તેઓ એ સ્પર્ધામાં રનર-અપ હતા. એ જ રીતે 1937માં…

વધુ વાંચો >

વૉન, સોલત્ઝા

વૉન, સોલત્ઝા (જ. 3 જાન્યુઆરી 1944, સૅન ફ્રૅન્સિસ્કો, યુ.એસ.) : અમેરિકાનાં મહિલા તરણ-ખેલાડી. 1960ના ઑલિમ્પિક રમતોત્સવમાં તેઓ 3 સુવર્ણચન્દ્રક (400 મી. ફ્રીસ્ટાઇલ અને 2 રિલે) તથા 1960ના ઑલિમ્પિકમાં 100 મી. ફ્રીસ્ટાઇલમાં રૌપ્ય ચન્દ્રક જીત્યાં હતાં. યુ.એસ. તરણ-કૌશલ્યમાં તેમણે નવી ચેતના પ્રગટાવેલી. 1959ની પૅન-અમેરિકન ગેમ્સમાં તેઓ 5 સુવર્ણચન્દ્રક(100 મી., 200 મી.…

વધુ વાંચો >

વૉરેલ, સર ફ્રૅંક

વૉરેલ, સર ફ્રૅંક (જ. 1 ઑગસ્ટ 1924, બ્રિજટાઉન, બાર્બાડોઝ, વેસ્ટ ઇન્ડિઝ; અ. 13 માર્ચ 1967, કિંગસ્ટન) : વેસ્ટ ઇન્ડિઝના ત્રણ મહાન ‘W’ ક્રિકેટરો પૈકીના એક પૂર્વ કપ્તાન તથા ઝંઝાવાતી ફટકાબાજ. ફ્રૅંક વૉરેલને ભારતના ક્રિકેટપ્રેમીઓ ‘માનવતાવાદી ક્રિકેટર’ તરીકે ઓળખે છે. તેમનું પૂરું નામ હતું : ફ્રૅન્ચ મોર્ટીમોવ મેગ્લીન વૉરેલ. તેઓ બાર્બાડોઝ,…

વધુ વાંચો >

વૉરોબ્યેવ આર્કેડલી

વૉરોબ્યેવ આર્કેડલી (જ. 3 ઑક્ટોબર 1924, મૉર્ડૉવો, રશિયા) : રશિયાના વેઇટલિફ્ટિંગના ખેલાડી. તેઓ 1956 અને 1960માં 90 કિગ્રા.ના વર્ગમાં તે 3 ઑલિમ્પિક સુવર્ણચંદ્રકના અને 1952માં 82.5 કિગ્રા.ના વર્ગમાં કાંસ્યચંદ્રકના વિજેતા બન્યા. 1953માં 82.5 કિગ્રા.ના વર્ગમાં, 1954-55માં અને 1957-58માં 90 કિગ્રા.ના વર્ગમાં વિશ્વચૅમ્પિયન બન્યા. 1950થી 1960 દરમિયાન તેમણે 18 વિશ્વવિક્રમ સ્થાપ્યા.…

વધુ વાંચો >

વૉર્નર, પેલહેમ

વૉર્નર, પેલહેમ (જ. 2 ઑક્ટોબર 1873, પૉર્ટ ઑવ્ સ્પેન, ત્રિનિડાડ; અ. 30 જાન્યુઆરી 1963; વેસ્ટ લૅવિંગ્ટન; સસેક્સ) : આંગ્લ ખેલાડી. તેઓ એક છટાદાર બૅટધર હતા. તેમણે પોતાનું મોટાભાગનું જીવન ક્રિકેટને સમર્પિત કર્યું હતું. 1905 અને 1938ની વચ્ચે અનેક પ્રસંગોએ તેઓ ટેસ્ટના પસંદગીકાર બન્યા હતા; 1932/33માં તેમણે ઇંગ્લૅન્ડની ટીમનું ઑસ્ટ્રેલિયામાં સંચાલન…

વધુ વાંચો >

વૉર્ન, શેન

વૉર્ન, શેન (જ. 13 સપ્ટેમ્બર 1969, ફર્નટ્રીગલી, વિક્ટોરિયા, ઑસ્ટ્રેલિયા; અ. 4 માર્ચ 2022) : ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધારે વિકેટો લેવાનો શ્રીલંકાના ગોલંદાજ મુથૈયા મુરલીધરન પછી બીજા નંબરનો વિક્રમ પ્રસ્થાપિત કરનાર તથા વીસમી સદીના પાંચ સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન પ્રાપ્ત કરનાર ઑસ્ટ્રેલિયાના સ્પિન ગોલંદાજ. આખું નામ શેન કીશ વૉર્ન, પરંતુ ક્રિકેટવર્તુળમાં ‘વૉર્ની’…

વધુ વાંચો >