યુદ્ધશાસ્ત્ર

મૉન્ટકામ, લૂઈ જોસેફ

મૉન્ટકામ, લૂઈ જોસેફ (જ. 28 ફબ્ર્રુઆરી 1712, કેન્ડિયાક, દક્ષિણ ફ્રાન્સ; અ. 14 સપ્ટેમ્બર 1759) : ફ્રાન્સના મેજર જનરલ, ઉમરાવના પુત્ર. 15 વર્ષની ઉંમરે પાયદળમાં લશ્કરી અધિકારી તરીકે જોડાયા. 17મા વર્ષે કૅપ્ટન બન્યા, 6 વર્ષ બાદ તેમને ઉમરાવપદ મળ્યું. તે સાથે વારસામાં ભારે દેવું પણ મળ્યું. જોકે લગ્ન પછી આર્થિક સ્થિતિ…

વધુ વાંચો >

મૉન્ટગોમરી, બર્નાર્ડ લૉ

મૉન્ટગોમરી, બર્નાર્ડ લૉ (જ. 17 નવેમ્બર 1887, લંડન; અ. 24 માર્ચ 1976, ઍલ્ટન, ઇંગ્લૅન્ડ) : બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન શરૂઆતમાં બ્રિટિશ લશ્કરને અને ત્યારબાદ મિત્રરાષ્ટ્રોના સંયુક્ત કમાન્ડને સફળ નેતૃત્વ પૂરું પાડનાર બાહોશ બ્રિટિશ સેનાપતિ. બીજા વિશ્વયુદ્ધમાં ઇજિપ્તના નગર અલ અલામીન ખાતે મિત્રરાષ્ટ્રોના સેના અને જર્મન સેના વચ્ચે થયેલા ભીષણ યુદ્ધમાં…

વધુ વાંચો >

મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ

મૉન્ટરોઝ, જેમ્સ ગ્રેહામ (જ. 1612; અ. 20 મે 1650, એડિનબરો) : સ્કૉટલૅન્ડના કૅપ્ટન-જનરલ, માત્ર 14 વર્ષની વયે તેઓ તેમના પિતા પછી મૉન્ટરોઝના પાંચમા અર્લ (ઉમરાવ) બન્યા હતા. તેમણે સેન્ટ ઍન્ડ્રુઝ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો અને 17 વર્ષની વયે સૉથેસ્કના ભાવિ અર્લની પુત્રી મૅગ્ડેલિન કાર્નેગી સાથે લગ્ન કર્યાં હતાં. 1637માં ચાર્લ્સ…

વધુ વાંચો >

મૉરિસ, ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’

મૉરિસ, ‘પ્રિન્સ ઑવ્ ઑરેન્જ’ અને ‘કાઉન્ટ ઑવ્ નાસાઉ’ (Nassau) (જ. 13 નવેમ્બર 1567, ડિલેન્બર્ગ; અ. 23 એપ્રિલ 1625, ધ હેગ) : નેધરલૅન્ડ્ઝના વિખ્યાત લશ્કરી નેતા અને બાહોશ જનરલ. પિતા વિલિયમ સ્વાધીન નેધરલૅન્ડ્ઝના સ્વાતંત્ર્યસંગ્રામના જનક ગણાય છે. માતાનું નામ ઍન. જર્મનીના હાઇડલબર્ગમાં અભ્યાસ કર્યા પછી મૉરિસ પોતાના પિતા સાથે રહેવા નેધરલૅન્ડ્ઝ…

વધુ વાંચો >

મૉલ્ટકે, હેલ્મટ કાર્લ બર્નહાર્ડ

મૉલ્ટકે, હેલ્મટ કાર્લ બર્નહાર્ડ [જ. 26 ઑક્ટોબર 1800, પર્ચિમ, મૅક્લેન્બર્ગ, પ્રશિયા (હાલનું જર્મની); અ. ? 1891] : પ્રશિયા અને જર્મન જનરલ સ્ટાફના વડા અને ફિલ્ડ માર્શલ. આમ ઉમરાવ પણ નિર્ધન કુળમાં જન્મ. તેમને તેમનાં માતા તરફથી અલૌકિક માનસિક શક્તિ અને સંગઠનશક્તિ વારસામાં મળી હતી. કૉપનહેગનમાં રૉયલ કૅડેટ કોરમાં શિક્ષણ લીધા…

વધુ વાંચો >

યુદ્ધ

યુદ્ધ : સાર્વભૌમ રાષ્ટ્રો વચ્ચે મહદ્અંશે રાજકીય હેતુ માટે વિશાળ ફલક પર ખેલાતો સામાન્ય રીતે સશસ્ત્ર સંઘર્ષ. રાજદ્વારી નીતિના અંતિમ સાધન તરીકે તેનો ઉપયોગ થતો હોય છે. યુદ્ધનો એકમાત્ર ઉદ્દેશ શત્રુનો નાશ કરી નિર્ણાયક વિજય મેળવવાનો હોય છે. પ્રાચીન કાળમાં પરિવારો, જ્ઞાતિઓ, કબીલાઓ તથા જુદાં જુદાં પ્રતિસ્પર્ધી ધાર્મિક જૂથો વચ્ચે…

વધુ વાંચો >

યુદ્ધ-અપરાધ

યુદ્ધ-અપરાધ : યુદ્ધને લગતાં આંતરરાષ્ટ્રીય કાયદા તથા પ્રણાલિકાનું સૈનિકો અથવા નાગરિકો દ્વારા યુદ્ધકાળ દરમિયાન થતું ઉલ્લંઘન. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પહેલાં યુદ્ધ-અપરાધોની વ્યાખ્યા સચોટ પણ મર્યાદિત બાબતોને આવરી લે તેવી હતી. તે વ્યાખ્યામાં યુદ્ધને લગતા પ્રવર્તમાન કાયદાઓનો ભંગ અને તેની સાથોસાથ યુદ્ધના માન્ય રીતરિવાજોના ભંગનો જ માત્ર સમાવેશ કરવામાં આવતો હતો.…

વધુ વાંચો >

યુદ્ધનૌકા (warship)

યુદ્ધનૌકા (warship) : યુદ્ધની કામગીરી માટે ખાસ બાંધવામાં આવેલું અને લશ્કરી સરંજામ સાથે તૈયાર કરવામાં આવેલું જહાજ. તે યુદ્ધનૌકાના નામથી પણ ઓળખાય છે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં મહદ્ અંશે પોલાદની ધાતુ દ્વારા બાંધવામાં આવતાં જહાજોના આવિષ્કારથી અગાઉની યુદ્ધનૌકાઓની સરખામણીમાં આધુનિક યુદ્ધનૌકાઓના સ્વરૂપમાં અને તેની લશ્કરી કામગીરીની અસરકારકતામાં ઘણા ફેરફારો થયા હતા.…

વધુ વાંચો >

યુદ્ધવિરામ 

યુદ્ધવિરામ  : યુદ્ધમાં સંડોવાયેલા પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી દ્વારા નિશ્ચિત સમય માટે યુદ્ધની તહકૂબી અંગે થતો કરાર. યુદ્ધવિરામથી યુદ્ધનો અંત આવતો નથી. કારણ કે યુદ્ધના પક્ષકારોમાંથી જ્યારે એક પક્ષનો વિજય થાય છે ત્યારે જ યુદ્ધનો અંત આવે છે એમ કહેવાય. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) અને બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં જર્મનીનો પરાજય થતાં યુદ્ધનો…

વધુ વાંચો >

યુ-બોટ (U-boat)

યુ-બોટ (U-boat) : જર્મનીની લડાયક પનડૂબીઓ. જર્મન ભાષામાં તે ‘Utersee boote’ નામથી ઓળખાતી હતી. તેની સહાયથી દરિયાના પાણીમાં ગહેરાઈ સુધી ગુપ્ત રીતે જઈ શકાતું અને ત્યાંથી દરિયાની  ઉપર આવાગમન કરતાં શત્રુનાં લશ્કરી જહાજો, પ્રવાસી જહાજો તથા વ્યાપારી જહાજોને નિશાન બનાવી તેમનો નાશ કરી શકાતો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) દરમિયાન જર્મન…

વધુ વાંચો >