યુદ્ધશાસ્ત્ર

અશ્વદળ

અશ્વદળ : યુદ્ધમાં શત્રુ પર આક્રમણ કરવા અથવા યુદ્ધની આનુષંગિક કામગીરી બજાવવા માટે સશક્ત અને ચપળ ઘોડાઓ પર આરૂઢ થયેલ સૈનિકોની પલટન. અન્ય પ્રાણીઓ કરતાં ઘોડાઓની ગતિશીલતા, ચપળતા તથા વ્યૂહાત્મક ઉપયોગની વિવિધ સંભાવનાઓને લીધે ભૂતકાળમાં અશ્વદળે યુદ્ધભૂમિ પર ઉચ્ચ કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે. સંગઠિત યુદ્ધકલાના વિકાસની સાથોસાથ અશ્વદળની શરૂઆત અને…

વધુ વાંચો >

અંતરીક્ષમાં લશ્કરી કામગીરી

અંતરીક્ષમાં લશ્કરી કામગીરી : તા. 12 એપ્રિલ, 1961ના દિવસે સોવિયેત રશિયન સંઘના કઝાખસ્તાન રાજ્યમાંથી યુરી ગૅગારિન ‘વસ્ટોક’ નામના રૉકેટ વડે અવકાશમાં ચઢીને પૃથ્વીની આસપાસ ભ્રમણકક્ષામાં ગયો અને પૃથ્વીની એક પ્રદક્ષિણા કરીને હેમખેમ પાછો આવ્યો ત્યારે અવકાશના લશ્કરીકરણનો આરંભ થઈ ગયો એમ કહી શકાય. તે પહેલાં બંને પ્રતિસ્પર્ધી મહાસત્તાઓ અમેરિકા અને…

વધુ વાંચો >

આટલાંટિક ખતપત્ર

આટલાંટિક ખતપત્ર : બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. અને બ્રિટન વચ્ચે થયેલ સમજૂતી અનુસાર કરવામાં આવેલ ‘સિદ્ધાંતોની જાહેરાત’. દ્વિતીય વિશ્વવિગ્રહના બીજા તબક્કા દરમિયાન યુ.એસ.ના પ્રમુખ ફ્રૅન્કલિન રૂઝવેલ્ટ અને બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ વચ્ચે ન્યૂફાઉન્ડલૅન્ડના કિનારાથી દૂર યોજવામાં આવેલી પ્રથમ પરિષદને અંતે બંનેએ કરેલી લાંબા ગાળાની નીતિ મુજબની ‘સિદ્ધાંતોની જાહેરાત’ને આટલાંટિક ખતપત્ર (14…

વધુ વાંચો >

આર્થિક યુદ્ધ

આર્થિક યુદ્ધ : શત્રુને પરાસ્ત કરવા યુદ્ધનીતિના એક ભાગ રૂપે આર્થિક મોરચે યોજવામાં આવતી વ્યૂહરચના. ‘આર્થિક યુદ્ધ’ આ શબ્દપ્રયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને તે પછી વધુ પ્રચલિત થયો છે. યુદ્ધનીતિની આ વ્યૂહરચના તથા પદ્ધતિનો અમલ પ્રાચીન કાળથી ચાલતો આવ્યો છે. બીજા પેલોપોનેસિયન યુદ્ધ(ઈ. પૂ. 431થી ઈ. પૂ. 421)માં સ્પાર્ટા તથા…

વધુ વાંચો >

ઍડિસન, ટૉમસ આલ્વા

ઍડિસન, ટૉમસ આલ્વા (જ. 11 ફેબ્રુઆરી 1847, ઓહાયો; અ. 18 ઑક્ટોબર 1931, વેસ્ટ ઑરેન્જ ન્યૂ જર્સી) : ઓગણીસમી સદીના ઉત્તરાર્ધના અગ્રણી અમેરિકન સંશોધક. સૅમ્યુઅલ ઑગ્ડન અને નાન્સી ઇલિયટ એડિસનનાં ચાર બાળકોમાં સૌથી નાના. સાત વર્ષની ઉંમરે તેમનું શાળાશિક્ષણ શરૂ થયું, પણ ત્રણ માસ પછી શિક્ષકે તેમને મંદબુદ્ધિના કહી શાળામાંથી કાઢી…

વધુ વાંચો >

ઍડ્‌મિરલ

ઍડ્‌મિરલ : દેશના નૌકાદળના સર્વોચ્ચ અધિકારીની પદવી (title) અને હોદ્દો (rank). યુદ્ધનૌકાઓના કાફલા પર અથવા પ્રદેશ પર નૌકાદળને લગતું ઉચ્ચ પદ ધરાવતા અધિકારીને ઍડ્‌મિરલ અથવા ફ્લૅગ ઑફિસર તરીકે સંબોધવામાં આવે છે. ક્યારેક માલવાહક વ્યાપારી વહાણો અથવા માછલાં પકડનારી નૌકાઓના કાફલાના અધિકારીને પણ ઍડ્‌મિરલની સંજ્ઞા આપવામાં આવે છે. અરબી ભાષામાં ‘અમીર-અલ-બહર’…

વધુ વાંચો >

કરીઅપ્પા, કે. એમ. (ફિલ્ડ-માર્શલ)

કરીઅપ્પા, કે. એમ. (ફિલ્ડ-માર્શલ) (જ. 28 જાન્યુઆરી 1899, કોડાગુ, કર્ણાટક; અ. 15 મે 1993, બેંગાલુરુ, કર્ણાટક) : ભારતના લશ્કરના પ્રથમ ભારતીય સરસેનાપતિ (C.-in-C). શરૂઆતનું શિક્ષણ મરકારા તથા ચેન્નાઈ (મદ્રાસ) ખાતે. ઉચ્ચશિક્ષણ માટે ઇન્દોર ખાતેની ડેલી કૉલેજમાં દાખલ થયા. ત્યાંથી જ ભારતીય લશ્કરમાં અધિકારી થવા માટે પસંદગી પામ્યા અને પ્રશિક્ષણ પછી…

વધુ વાંચો >

કારગિલ યુદ્ધ

કારગિલ યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં લડવામાં આવેલું અઘોષિત યુદ્ધ. 1947માં ભારતના ઉપખંડમાં થયેલ રાજકીય ઊથલપાથલને કારણે આ મહાદ્વીપમાં પાકિસ્તાન નામના એક નવા મુસ્લિમ મજહબી રાજ્યનો ઉદય થયો અને ત્યારથી 1999 સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર વાર યુદ્ધો થયાં છે, જેમાંથી બે છદ્મ-યુદ્ધો હતાં (1947 અને 1999)…

વધુ વાંચો >

કારવાર

કારવાર : કર્ણાટકના ઉત્તર કન્નડ જિલ્લાનું વહીવટી મથક, મધ્યમ કક્ષાનું બંદર અને ભારતીય નૌસેનાનું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 140 48’ ઉ. અ. અને 740 08’ પૂ. રે.. કારવારથી મુંબઈ 488 કિમી., બૅંગલોર 547 કિમી., પણજી 64 કિમી. અને મેંગલોર 273 કિમી. છે. કિનારા નજીક નાના ટાપુઓથી બંદર રક્ષાયેલું છે અને…

વધુ વાંચો >

કિલ્લેબંધી

કિલ્લેબંધી : યુદ્ધ દરમિયાન પોતાની સંરક્ષણ હરોળ મજબૂત અને અભેદ્ય કરવાના હેતુથી લેવાતાં લશ્કરી પગલાં. તેમાં સંરક્ષણ-થાણાં (works) ઊભાં કરવાં, કૃત્રિમ અવરોધો ઊભા કરવા અને શત્રુ પક્ષ આક્રમણનો લાગ ન લઈ શકે તે રીતે આસપાસના વિસ્તારોમાં પ્રાકૃતિક અવરોધોનો લાભ લેવો વગેરેનો સમાવેશ થાય છે. યુદ્ધક્ષેત્રમાં લાંબા અંતર સુધી તીક્ષ્ણ અને…

વધુ વાંચો >